SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ 420 તપાગચ્છાધિષ્ઠાયક ત્રિવેણી સંગમ બની શેઠના સરળ મનને પ્રકાશિત કરી ગયો. જપતપ સાથે બ્રહ્મચર્યના ખપની જે તાતી આવશ્યક્તા છે, તેના રહસ્યમાં એ જ છે કે બ્રહ્મચારીનું ચિંતવેલું તરત ફળે, જયારે ફક્ત તપસ્વીનું બોલેલું ફળે છે ; તે પણ બીજા માટે શાશ્વતા તત્ત્વોની સફળ સાધનામાં શિયળ ધર્મ મુખ્ય ભાવ અને ભાગ ભજવે છે. કોઈપણ શુદ્ધ કે શુભ મંત્રસાધના કરવાની હોય ત્યારે બ્રહ્મચર્યનું વિશુદ્ધિ બળ સાધકે સાધના વખતે દેવું જ પડે છે, અન્યથા તે સાધનાઓ સિદ્ધ થાય તેવું જોવામાં આવતું નથી. તેમના બ્રહ્મચર્યપ્રેમની પરાકાષ્ઠા તો ત્યારે ઝળકી ગઈ હતી જ્યારે અડવાણે પગે, શત્રુંજયની જાત્રા બ્રહ્મચર્યના ત્રિવિધ પાલન સાથે કરવાની તેમની તમન્ના હતી તેથી તે વ્રતને અખંડિત રાખવા જાત્રામાં પોતાની પ્રિય ભાર્યા જેવો નારી સંગ પણ વર્યો અને એકલા અટૂલા જેમ પરમ બ્રહ્મને જાણે સાધવા નીકળી પડ્યા. આમ માણિભદ્રદેવને મનાવવા મન-વચન-તનનો જપ-તપ-ખપ રૂપી ત્રણ તત્ત્વો સાથે વાસિત કરવું પડે છે. આટલી ઉમદા કિંમત ચૂકવ્યા પછી અતિ ઉમદા દેવકૃપા તે તે સાધકને સંપન થઈ રહે તેમાં આશ્ચર્ય શું? આ ઉપરાંત અઠ્ઠમતપ વડે પણ પુણ્યશાળી કોઈક આત્મા માણિભદ્રજીને આકર્ષી શકે છે, જેમકે તેમના જ આગલા ભવના ઉપકારી આચાર્ય ગુરુ શ્રી હેમવિમલસૂરિજીએ પોતાના સમુદાયના ૧૭ પૈકીના ૧૦ સાધુના અકાળ કાળધર્મનો ઉપદ્રવ દેખી ગુજરાતની હદમાં પ્રવેશતાં જ મગરવાડા પાસે ફક્ત એક અટ્ટમ સાથે પદ્માસનમુદ્રામાં કાઉસગ્ગ કરી માણિભદ્રના સિંહાસનને ચલાયમાન કરી દીધેલ, અને દેવેન્દ્ર માણિભદ્ર પ્રકટ થયા, પરિચય આપ્યો અને મહાસુદ પાંચમે (વસંત પંચમીના શુભ દિને) તેમના પગની પિંડીની સ્થાપના ત્યાંના આચાર્ય ભગવંતે કરાવી ત્યારે જાહેરાત કરી કે તપાગચ્છની પાવન પરંપરામાં જે જે મહાત્માઓ આચાર્યપદને પ્રાપ્ત કરી પ્રથમ મગરવાડા આવી અટ્ટમ કરી મને સ્મરણમાં લેશે તે તે નૂતન સૂરિવરોની સેવામાં હું ઉપસ્થિત થઈ શાસનસેવા માટે ઘટતું કરીશ. આજે પણ તે પ્રભાવ પુરવાર કરી શકાય છે. આમ ધડ આગલોડમાં, પિંડી મગરવાડામાં તેમ મસ્તકની સ્થાપના ઉજ્જૈનમાં છે. માણિભદ્રજીની સાધનાનો મંત્ર છે – ૩ૐ અસિઆઉસા નમઃ શ્રી માણિભદ્ર દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ. તેમાં અસિઆઉસાનો શબ્દ પંચપરમેષ્ઠીને પ્રણામ કરવાના હેતુ છે, જે નવકારના નિચોડરૂપ કહેવાય છે. સાથોસાથ આ જ અસિઆઉસા દ્વારા પાંચ મહાતીર્થોને પણ નમસ્કાર કરવામાં આવે છે. કારણ કે તીર્થસ્મરણ તથા નવકારગણનના સહયોગી વાતાવરણ વચ્ચે માણેકશાહનું મરણ થયું છે. નવકાર = જંગમતીર્થને નમસ્કાર. અસિઆઉસા = જંગમ તથા સ્થાવર બેઉ પ્રકારનાં તીર્થોને સામટા પ્રણામ. વધુ વિસ્તાર કરીએ. અક્ષર જંગમતીર્થ સ્થાવરતીર્થ અરિહંત પરમેષ્ઠી અષ્ટાપદ મહાતીર્થ સિદ્ધિ પરમેષ્ઠી સિદ્ધાચલજી મહાતીર્થ અ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy