SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 419. મહામંત્ર તથા મહાગિરિના ધ્યાન–જાપ થી પાંચમી વ્યંતર નિકાયના યક્ષેન્દ્ર માણિભદ્રવીર તરીકે અફલાતૂન જીવન મેળવી જનાર દેવને સ્વયં નવકારજપ, આયંબિલ તપ ને બ્રહ્મચર્ય ખપ કેટલો વહાલો હતો/છે તે જાણવા કંઈક ઊંડાણ ખેડાણ જરૂરી છે, તેથી પ્રસ્તુત લેખનો વિસ્તાર તે તત્ત્વ પામવાનો પ્રયત્ન છે. સ્વોપકારી ગુરુવર્ય પૂ. હેમવિમલસૂરિજી પાસે માણેકશાહે આસો સુદ પાંચમના મંગલ મુહૂર્ત જ્યારે સિદ્ધિગિરિની પદયાત્રાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેમના ચડતા અધ્યવસાય દેખી લાભાનુલાભ જાણી ગુરુદેવે પ્રણ ભરસભામાં ત્રણ નવકારના માંગલિક સાથે પવિત્ર પ્રતિજ્ઞા ઉચ્ચરાવો અને શેઠે પણ લીધાં કે સંપૂર્ણ યાત્રા દરમિયાન નવકારનો જાપ ચાલુ રાખવો. જાપના અજપાજપથી તેઓ સ્વયં મંત્રમય બની ગયા હતા, તેથી જ ડાકુઓએ તેમનો પીછો કર્યો, પડકાર કર્યો ને પ્રહાર પણ; ત્યાં સુધી તેઓ મંત્રજાપના પ્રભાવે જાણે ગુમભાન હતા, તેમના પ્રાણ પરવારી ગયા ત્યારે સાથનો સાચો સાથી નવકાર જ હતો – માટે જ માણિભદ્ર દેવના અવતારમાં હાલે પણ તેઓ નવકારપ્રેમી છે. તે પણ એક કારણ છે કે માણિભદ્રજીને પ્રસન્ન કરવા પૂર્વે લાલ આસન ઉપર શુદ્ધ વસ્ત્રો પહેરી ધૂપ-દીપ અખંડ રાખી પ્રથમ તો ૧૨૫ નવકારવાળી ગણવાનું વિધાન છે, પછી જ માણિભદ્રદેવનો મંત્ર ૧૨૫૦૦ વખત જપવાનો છે. એક વખત તે મંત્રસિદ્ધિની પ્રતીતિ થયા પછી કે ચમત્કાર થયા પછી, જ્યારે જરૂરત પડે, ફક્ત તે મંત્ર ૧૦૮ વાર જપવાથી પણ શુદ્ધ પાણી, વાસક્ષેપ, વસ્તુ વગેરે અભિમંત્રિત થઈ જાય છે, અને ધાર્યું શુભકાર્ય સાધવામાં સફળતા મળે છે. ઉપરાંત માણિભદ્રજીનો મંત્ર સ્વ નવકારના નિચોડ રૂપ અક્ષરોથી રચાયેલો છે, જેનું રહસ્ય આ જ લેખમાં આગળ પ્રસ્તુત છે. નવકારજપ પછીની પ્રક્રિયા છે આયંબિલ તપની. યક્ષેન્દ્રને સાધવાના શુભ દિવસો કે તિથિઓ નિયત છે, પણ શર્ત છે કે તેમની સાધના કરનારે આયંબિલનો તપ તે તે દિવસ કે તિથિના કરવો. આયંબિલનો તપ જઘન્ય અને મધ્યમ તપ અટ્ટમ છે. જ્યારે ઉત્કૃષ્ટ તપનો નિયમ નથી, કારણ કે શ્રી શાંતિસોમસૂરિજીએ ૧૨૧ ઉપવાસનો ઉગ્ર તપ કરી મહા સુદ પાંચમના શુભ દિવસે પ્રત્યક્ષ થયેલ માણિભદ્રજીના ધડની સ્થાપના તેમના જ નિર્દેશ મુજબ કરી ત્યારે સંવત હતી વિ.સં. ૧૭૩૩. હકીકતમાં આયંબિલના તપ સાથેનો જપ માણિભદ્રજીને વધુ ઇષ્ટ એટલે પણ છે કે તેઓએ જ્યારે જાહેરમાં જાત્રાની પ્રતિજ્ઞા ઉચ્ચરી ત્યારે ઉપવાસ સાથે પહોંચવા સંકલ્પ કર્યો અને સંકલ્પ સાથેનો શુભભાવસિંચન પામી વધુ ગાઢ બન્યો આસો માસની આયંબિલની શાશ્વતી ઓળીમાં. એક હતો શાસ્વતા તીર્થ શત્રુંજય દર્શનનો ભાવ, તેમાં ભળ્યા બાશ્વતા નવકારજપનો સદ્ભાવ અને પુણ્યોદયે પ્રતિજ્ઞા તિથિના તરત પછી પ્રારંભ થઈ ગઈ આયંબિલની ઓળી. ગુરુનિશ્રામાં રહેલા માણેકશાહની મનોકામના આ દિવસોમાંખૂબખૂબ ઉલ્લસી કારણ કે તે પ્રતાપ હતો શાશ્વતી આયંબિલ ઓળીના શુભ દિવસોનો. આમ ત્રણ શાસ્વત તત્ત્વોનો તેજલિસોટો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy