SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ 418 તપાગચ્છાધિષ્ઠાયક તપસ્યાના બાર પ્રકાર, છ બાહ્ય તેમ છે અત્યંતર. તેમાંય બાહ્યતાની સાધના તનનાં તોફાનોને ઉપશમાવે, જ્યારે અત્યંતર (છૂપો) તપ મનની મલિનતાનું મારણ કરે. માટે જ બાહ્ય તપ અણસણ વગેરેથી જો પ્રાયશ્ચિત્ત વગેરે છ અભ્યતર તપ ખીલવા લાગે તો તેવો લોકદશ્ય ઉપવાસ વગેરેનો બાહ્ય તપ સાર્થક છે. તે જ પ્રકારે અત્યંતર તપની સાર્થકતા કષાયોની આગ તથા વિષયોના રાગના ઉપશમમાં પરાકાષ્ઠાએ પહોંચી વીતરાગી-વીતષી જેવી નિરાગી દશા સુધીનાં સોપાનો સર કરાવી શકે છે. કહેવાય પણ છે કે તપસ્વીઓનું બોલ્યું ફળે ને બ્રહ્મચારીઓનું ચિંતવ્યું. તપમાં સંકલ્પસિદ્ધિ સાધવા માટે જે શક્તિ છે તેનો એક પ્રકાર છે ધ્યાન-તપ, ધ્યાનની મ્યાનમાં મનને મૂકી તપ સાથેનો જપ ઘણો જ પ્રભાવશાળી મનાય છે. માટે જ શાસ્ત્રોમાં ઠેર ઠેર વિવિધ મંત્રજાપનો મહિમા બતાવવામાં આવ્યો છે. સંકલ્પશુદ્ધિ અને સંયમ સાથેનો જપ તે સ્વયં અત્યંતર તપ છે, જે દ્વારા દેવદેવીઓની દેવતાઈ શક્તિઓને આકર્ષી શુભ સંકલ્પોને સિદ્ધ કરી શકાય છે. અને તેવી સફળતાનાં સાચાં ઉદાહરણો–અનુભવો અનેક પાસેથી જાણી –માણી સ્વાનુભૂતિ પણ કરી શકાય છે. સાધકે સત્યસાધનાના સરળ માર્ગે સાધવા જેવા અનેક મંત્રો છે તેમાં નમસ્કાર મહામંત્ર મોખરે છે. તે મહામૂલા મંત્રથી લોકોત્તર લબ્ધિઓ પણ પ્રગટાવી શકાય છે, ભવો સુધારી શકાય છે અને મોક્ષમાર્ગે પણ ચડી શકાય છે, છતાંય બાળ-મધ્યમ–બુધ જીવભેદોમાં મોટો ભાગ બાળજીવોનો હોવાથી અતિ અલ્પ જીવોને લોકોત્તર તત્ત્વ મોક્ષની સહજ રુચિ હોય છે; જ્યારે લૌકિક આશા-એષણાઓની પૂર્તિ તથા વિદન-સંકટની ક્ષતિ માટે ઝઝૂમનારો વર્ગ બહોળો હોય છે. તેવો વર્ગ તેમની ઉચ્ચ ને તુચ્છ આશા-અપેક્ષાઓ જો ન સચવાય તો મનથી ભાંગી ધર્મભ્રષ્ટ પણ થઈ જાય. માટે જ સૌને ધર્મભાવનાથી બાંધી રાખી ધર્મ પ્રાર્થથી લઈ મોક્ષ પુરુષાર્થના પવિત્ર પગથિયે પહોંચાડી દેવા અને સિદ્ધાવસ્થા સુધીના સર્વોત્તમ સુખના સૌભાગી બનાવવા કરુણાપૂત જ્ઞાનીઓએ નિત્યજાપ માટે વિવિધ વિધાનો-મંત્રશાસ્ત્ર કરેલાં છે, કહેલાં પણ છે. તેમાંય જે મંત્ર સરળ સચોટ અને સંક્ષેપમાં હોય તે સૌને સાધવામાં સુગમ પડે છે, તેથી શાશ્વતા નમસ્કાર મહામંત્ર જેવા સરળ મંત્રની મૌલિકતા મોખરે છે, જ્યારે સંક્ષેપના આગ્રહી છે , માટે સચોટ મંત્ર પણ તે જ નવકારના નિચોડ જેવા અક્ષરો-શબ્દોની રચનાથી બનેલો હો. આમ લોકોત્તર–અર્ધલૌકિક અને લૌકિક ભાવના ભેદને કારણે મુગ્ધ જીવો માટે દેવદેવી માં ! દુઃખ અને ભૂખ ભાંગવા એક અલગ મંત્રશાસ્ત્ર છે જે દ્વારા સજ્જન લોકો સ્વજન જેવા નામ છે દેવોને સાધી સ્વહિતને સાચવી લેતા હોય છે. સમકિતી શુદ્ધાત્માને પણ સંકટ સમયે મહામંત્ર જેમ નિશ્ચયે ફળે તેમ કર્મોદયે --શોક દુઃખ દારિદ્ર, આશા-ઇચ્છાઓ જૈન શાસનનાં મહાન કાર્યોને સાધવાના ક્રમિક ઉ. ' ની પૂર્તિ માટે સમકિતધારી, જૈનશાસન પ્રેમી, તપાગચ્છીય શાસનરક્ષક દેવની સાધના મંત્ર પણ ઉપયોગી બન્યો, બને છે અને બનશે જેના નક્કર પુરાવા નોંધનીય છે. -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy