SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ | શિવ અને શક્તિ અથવા અગ્નિ અને જળ અથવા પુરુષ અને પ્રકૃતિના સંયોજન દ્વારા ઉત્પન્ન થનાર મૂળભૂત સૂક્ષ્મ-માનસ તત્ત્વો – માયા, કળા, વિદ્યા, રાગ, કાળ, નિયતિ. પુરુષ અને પ્રકૃતિના સંયોજનથી ઉત્પન્ન થતાં ભૌતિક તત્ત્વો – સત્ત્વગુણમાંથી ૧. બુદ્ધિ, ૨. અહંકાર અને ૩. વિચારશક્તિ (મગજ) ઉત્પન થાય છે; રજોગુણમાંથી પાંચ ઇન્દ્રિય ૧. સ્પર્શનેન્દ્રિય, ૨. રસનેન્દ્રિય, ૩.ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, ૫. શ્રોત્રેન્દ્રિય તથા પાંચ અંગ ૧. હાથ, ૨. પગ, ૩. મુખ, ૪. પેટ (કુક્ષિ) ૫. જનનાંગ ઉત્પન્ન થાય છે. તમોગુણમાંથી ચૂલ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ તથા સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ ઉત્પન થાય છે. ૩૨ આ થયું વૈદિક પરંપરા પ્રમાણેનું અર્થઘટન. મંત્ર-યંત્ર વિદ્યાના નિષ્ણાતો, શક્તિના ઉપાસકો આ જ શ્રીયંત્રમાં વિવિધ પ્રકારની શક્તિઓ તથા દેવીઓનો વાસ હોવાનું જણાવે છે. તે શક્તિઓ અણિમા, મહિમા, લધિમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે આઠ છે. જ્યારે દેવીઓ બ્રાહ્મી, માહેશ્વરી, વૈષ્ણવી, ચામુંડા, મહાલક્ષ્મી વગેરે આઠ છે. અને વચ્ચેના આઠ ત્રિકોણમાં હોય છે તેને સર્વરોગહરચક્ર કહે છે. આ જ શ્રીયંત્રને તેઓ ત્રિપુરાસુંદરી નામની દેવીનું યંત્ર કહે છે. શ્રીયંત્રની અંદરથી બીજી હરોળ–વલયના સર્વરક્ષાકરચક્રના દશ ત્રિકોણ દશ મહાવિદ્યાનું સૂચન કરે છે, તો ત્રીજી હરોળ-વલયના સર્વાર્થસાધકચક્રના દશ ત્રિકોણ દશ પ્રાણોનાં પ્રતીક છે. સૌથી બહારની તરફ આવેલા ચૌદ ત્રિકોણના ચક્રને સર્વસૌભાગ્યદાયક ચક્ર કહે છે. શ્રીયંત્રની સૌથી મધ્યમાં આવેલ ત્રિકોણમાં જે બિંદુ છે, તેમાં મહાત્રિપુરાસુંદરી અથવા મહાલક્ષ્મી નિવાસ કરે છે. ૩૩ યોગવિદ્યાના નિષ્ણાતો શ્રીયંત્રને સૂક્ષ્મ શરીરમાં આવેલ ષચક્ર–મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર, મણિપુરચક, અનાહતચક્ર, વિશુદ્ધિચક્ર અને આજ્ઞાચક્ર સાથે સરખાવે છે. વચ્ચે આવેલ મહાબિંદુને મસ્તકની ઉપર, ભૌતિક શરીરની બહાર આવેલ સહસ્ત્રારચક્ર સાથે સરખાવે છે. - Ags – યુ કિકો . ITY fish नवग्रहोना चित्रों तेजा चिह्मी ते ते तीयकोजामाबन्ध साधे , SE परमनजी चन्द्रप्रमजी કામપૂરનt | pHનાથાન ! માર્ટિના થિ નાં ; सुविधिनाथजी मनिसयतजी नेमिनाथजी मलिजायी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy