SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ 406 તપાગચ્છાધિષ્ઠાયક દ્રવ્યના અંગ સ્વરૂપ કાર્ય કરનાર બળ (inherent active force of matter) તરીકે ઓળ ખાવશે. જો કોઈ માનસશાસ્ત્રીને પૂછવામાં આવે તો, એક બાહ્ય પરિબળ–ઉદીપક દ્વારા મગજ ઉપર અસર કરનાર 'મન' તરીકે તે શક્તિને ઓળખાવશે. વળી કોઈ આધ્યાત્મિક યોગીને પૂછવામાં આવે તો તે પરમ બ્રહ્મના યૌગિક સાક્ષાત્કારને અર્થાત્ 'વૈશ્વિક ચેતના'ને શક્તિ તરીકે ઓળખાવશે. આ જ રીતે જેમના આત્મા ઉપરના જ્ઞાનનું આવરણ કરનારા કર્મો સંપૂર્ણપણે દૂર થયાં નથી તેવા અલ્પજ્ઞ આપણે સૌ આપણી મનોભૂમિ – માનસિક અવસ્થા પ્રમાણે, તાંત્રિક અથવા યાંત્રિક ચિહ્નનું અર્થઘટન કરીએ છીએ. એ ચિહ્નનું સંપૂર્ણ અથવા વાસ્તવિક રહસ્ય તો માત્ર કેવળજ્ઞાની મહાપુરુષો જ જાણી શકે છે. કેવળજ્ઞાની મહાપુરુષો માટે આ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થના ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાન કાળની પ્રત્યેક અવસ્થાનું જ્ઞાન હાથમાં રહેલ સ્વચ્છ જળ સંબંધી જ્ઞાન જેવું સ્પષ્ટ હોય છે.૩૦ તેઓ માટે ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું હોતું જ નથી. બધું જ વર્તમાનકાળ હોય છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં અંગ્રેજીમાં એક જ વાકયમાં કેવળજ્ઞાન માટે કહેવું હોય તો એમ કહી શકાય કે – " Omniscience is nothing but hologramic effect or power of the soul regarding to time, space, matter and all souls. " તેથી આવા પરમજ્ઞાની-કેવળજ્ઞાની જ આ યંત્રોનાં સાંકેતિક ચિહ્નોના સંપૂર્ણ રહસ્યને જાણે છે. વિવિધ પ્રકારનાં યંત્રોમાં સૌથી વધુ ચર્ચા, જનસામાન્ય તથા વિદ્વાનો અથવા મંત્રતંત્ર વિદ્યાના નિષ્ણાતોમાં થતી હોય તો તે શ્રીયંત્ર સંબંધી હોય છે. આ શ્રીયંત્રને ખૂબ જ રહસ્યમય અને ગૂઢ વિદ્યાના ખજાના સ્વરૂપ માનવામાં આવે છે. પરદેશના વિજ્ઞાનીઓ આ યંત્રનું રહસ્ય શોધવા ખૂબ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે અને વિજ્ઞાનના તથા અધ્યાત્મના સિદ્ધાંતો સાથે તેઓ શ્રીયંત્રની તુલના કરી રહ્યા છે. શ્રીયંત્રમાં સૌથી વચ્ચે એક બિંદુ બતાવવામાં આવે છે, જેને મહાબિંદુ કહેવામાં આવે છે. વૈદિક પરંપરા પ્રમાણે તેને બ્રહ્માંડના શૂન્ય સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. વૈશ્વિક ઇચ્છાથી બિંદુ વિભાજિત થાય છે. અર્થાત્ શિવની બીજભૂત શક્તિ સુષુપ્ત દશામાંથી ક્રિયાશીલ થાય છે. બિંદુ વિભાજિત થતાં વિસર્ગમંડળનું સર્જન થાય છે, જે શિવ-શકિત અથવા અગ્નિ-જળ અથવા પુરુષ-પ્રકૃતિના યુગ્મ સ્વરૂપે ઓળખાય છે. મૂળ ત્રિકોણ–વૈશ્વિક ત્રિપુટીને રજૂ કરે છે. સકળ શક્તિ પદાર્થોના ઉત્પત્તિસ્થાન તરીકે તે છે. શિવ- અગ્નિ-પુરુષ તથા શક્તિ – જળ-પ્રકૃતિ સ્વરૂપે પુરુષ અગ્નિ પ્રકૃતિ જળ મૂળત્રિકાશનું વિભાજન–એકીકરણ અને વિકાસ." શિવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy