SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ 400 તપાગચ્છાધિષ્ઠાયક પ્રભુ પાસે પોતાનો ભાગ માગવા ગયા, પરંતુ પ્રભુ મન અને ધ્યાનસ્થ રહેતા હોવાથી તેઓની સેવા કરવા લાગ્યા. એક વખત નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા ગયા ત્યારે નમિ-વિનમિની સેવાથી પ્રસન્ન થઈ કહ્યું, " પ્રભુ તો ત્યાગી છે. હવે એમની પાસે આપવા જેવું કશું નથી. પણ પ્રભુની તમોએ કરેલ ભક્તિથી પ્રસન્ન થઈ, હું તમોને ૪૮૦૦૦ વિદ્યાઓ આપું છું." આ પ્રમાણે કહી, વિદ્યાઓ આપી તેઓને વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણિ અને દક્ષિણ શ્રેણિમાંવિધાધરોનાં નગરો વસાવી ત્યાંનું સુકાન–રાજ્ય સોંપ્યું અને તેઓ વિદ્યાધર કહેવાયા.૧૧ તેઓનું કુળ પણ વિદ્યાધર કુળ કહેવાયું. પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે.૧૩ આ પ્રમાણે મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક કોડાકોડી સાગરોપમ વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. જૈન આગમ પરંપરામાં દ્વાદશાંગી – બાર અંગને મુખ્ય માનવામાં આવે છે. તેમાં પણ બારમું અંગ દષ્ટિવાદ સૌથી વિશિષ્ટ છે. અલબત્ત આ અંગ અત્યારે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયેલ છે. આમ છતાં તેમાં ૧૪ પૂર્વ અગત્યનાં હતાં. એ ૧૪ પૂર્વમાં વિધા પ્રવાદ નામે એક પૂર્વ હતું. આ પૂર્વ સંપૂર્ણપણે તેના નામ પ્રમાણે મંત્રવિદ્યાનો અખૂટ ભંડાર હતો. ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ " આ જ પૂર્વમાંથી ગ્રહશાંતિસ્તોત્ર ઉદ્ધત કર્યું જૈન પરંપરાના ચોવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પટ્ટ–પરંપરામાં ઘણા મહાન પ્રભાવક આચાર્યો થઈ ગયા છે, જેઓ મંત્ર-યંત્ર-તંત્રના જ્ઞાતા હતા. કલ્પસૂત્રની ટીકામાં – સ્થવિરાવલીમાં જણાવ્યા પ્રમાણે આર્ય વજસ્વામી વૈક્રિય લબ્ધિ (વિદ્યા) તથા આકાશગામિની વિદ્યાના ધારક હતા. તે સિવાય શ્રી સ્થૂલિભદ્રજી, શ્રી પ્રિયગ્રંથસૂરિ, ષડુલક રોહગુપ્તના ગુરુ શ્રી ગુપ્તાચાર્ય, આર્ય સમિતસૂરિ વગેરે પણ મંત્ર અને તંત્રના જ્ઞાતા હતા તેવો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.' આ સિવાય મંત્રવિદ્યાના જાણકાર-નિષ્ણાત આચાર્યો તરીકે શ્રી વૃદ્ધવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી માનતુંગસૂરિ, શ્રી નંદિપેણ, શ્રી માનદેવસૂરિ, શ્રી સ્કંદિલાચાર્ય, શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી નાગાર્જુન, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ વગેરે અનેક આચાર્યો પ્રખ્યાત છે. જૈન પરંપરાના મંત્રસાહિત્યનો વિચાર કરીએ છીએ ત્યારે નમસ્કાર મહામંત્ર કલ્પ, લોગસ્સ કલ્પ, નમુત્થણે કલ્પ, ઉવસગ્ગહરં સ્તોત્ર કલ્પ, સંતિકર કલ્પ, તિજયપહત્ત કલ્પ, ભક્તામર કલ્પ, કલ્યાણમંદિર કલ્પ, ઋષિમંડળ કલ્પ, હુંકાર કલ્પ, વર્ધમાનવિદ્યા કલ્પવગેરે ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત બનેલ સાહિત્ય દષ્ટિગોચર થાય છે. જૈનાચાર્ય માટે સૂરિમંત્રની આરાધના–સાધના મુખ્ય–આવશ્યક માનવામાં આવે છે. આ સૂરિમંત્રમાં મુખ્યત્વે અનંતલબ્ધિના ધારક ગણધર શ્રી ગૌતમસ્વામીની આરાધના કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી વગેરે સર્વ ગણધરો જેઓ દ્વાદશાંગીના રચયિતા છે તથા ચૌદ પૂર્વના ધારક સર્વ આચાર્ય ભગવંતોને શ્રુતકેવલી કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy