SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 401 આવે છે અને તેઓનું એક વિશેષણ 'સલ્વખરસન્નિવાઈH' અર્થાત્ ' બધા જ અક્ષરોના વિવિધ પ્રકારના સર્વ સંયોગોથી બનનાર સર્વ વિદ્યાઓના જાણકાર' છે.૧૭ આ સૂરિમંત્રમાં શ્રી ગૌતમસ્વામી સિવાય શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, માનુષોત્તર પર્વતનિવાસિની ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી અર્થાત્ શ્રીદેવી, શ્રીયક્ષરાજ ગણિપિટક તથા ૨૪ તીર્થંકર ભગવંતોના શાસન–અધિષ્ઠાયક દેવ-દેવી અર્થાત્ યક્ષ-યક્ષિણીઓ, ૪ ઈન્દ્ર, નવ નિધાનના અધિપતિ, ૧૬ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ વગેરેની પણ આરાધના કરવામાં આવે છે. આ આરાધના કરનાર આચાર્યો મહાન પ્રભાવક બને છે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. વળી આચાર્યોએ જિનશાસનનું સુકાન સંભાળવાનું હોવાથી જિનશાસન ઉપર આવનારી આફતોનું નિવારણ કરવાનું સામર્થ્ય કેળવવું જરૂરી હોવાથી, આ મંત્રસાધના દ્વારા તેઓને દેવોની સહાય અને સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. અત્યારે આપણા સમાજનો એક વર્ગ એવો છે કે જે મંત્ર-તંત્ર-તંત્રમાં જ રચ્યોપચ્યો રહે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી તેનો લાભ ઉઠાવ્યા કરે છે. તો બીજો વર્ગ એવો છે કે જે મંત્ર-યંત્ર-તંત્રને સાવ ખોટાં માને છે. મંત્રવિજ્ઞાનને ઘણા લોકો સમજતા નથી. તેની ઠઠ્ઠા-મશ્કરી કરે છે, ઠેકડી ઉડાવે છે, ગપગોળા-વહેમ કહે છે. શબ્દ–ધ્વનિની શક્તિ કેટલી છે, તેની તેમને ખબર નથી હોતી એટલે મંત્રવિજ્ઞાનમાં માનનારા લોકોને મૂર્ખ–પછાત ગણે છે, ઉતારી પાડે છે. અત્યાર સુધી આ બંને વર્ગ પોતે પોતાની માન્યતાને જ સાચી માને છે. અલબત્ત, આમાં અત્યારે થોડું પરિવર્તન આવ્યું છે અને મંત્ર-યંત્ર-તંત્રને સાવ ખોટાં માનનાર વર્ગ ધીરે ધીરે પરંતુ નક્કર સ્વરૂપે મંત્ર-યંત્ર-તંત્રનો સ્વીકાર કરવા તૈયાર થયો છે. વસ્તુતઃ તેમની માન્યતાનો આધાર મંત્ર-યંત્ર-તંત્રની વૈજ્ઞાનિક સાબિતીઓ જ છે. અત્યારે પશ્ચિમના દેશોમાં મંત્ર-યંત્ર-તંત્ર વિષે વિશિષ્ટ કહી શકાય તેવું સંશોધન ચાલે છે. વિભિન્ન પુસ્તકો દ્વારા મંત્ર-યંત્ર-તંત્રનાં રહસ્યો વૈજ્ઞાનિક પદ્ધતિએ રજૂ કરવામાં આવે છે. . યંત્ર, એ મંત્રમાં રહેલા અક્ષરોના સંયોજન દ્વારા બનેલા શબ્દોના ધ્વનિનું આકૃતિ સ્વરૂપ છે.૧૦ હમણાં ઈંગ્લેન્ડથી પ્રકાશિત એક અંગ્રેજી પુસ્તક 'Yantra' જોવા મળ્યું. આ પુસ્તકમાં ' રોનાલ્ડ નામેથ' નામના એક વિજ્ઞાનીએ એક વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા ઇલેકટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડ (ELECTRONIC VIBRATION FIELD)માંથી શ્રીસૂક્તના મંત્રનો ધ્વનિ પસાર કર્યો અને તે ધ્વનિનું શ્રીયંત્રની આકૃતિમાં રૂપાંતર થઈ ગયું, તેનું સ્થિર ચિત્ર આપવામાં આવ્યું છે.૨૦ એનો અર્થ એ થયો કે, શ્રીયંત્ર એ શ્રીસૂક્તનું આકૃતિ સ્વરૂપ જ છે. જે રીતે ગ્રામોફોનની રેકર્ડમાં ધ્વનિને મુદ્રિત કરવામાં આવે છે તે જ રીતે કોઈપણ મંત્ર, જો ઉપર દર્શાવેલ સાધનમાંથી પસાર કરવામાં આવે તો તેનું આકૃતિ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે. વળી ગ્રામોફોનની રેકર્ડમાંથી પુનઃ ધ્વનિ પ્રાપ્ત કરી શકાય છે, તેમ મંત્રાકૃતિમાંથી મંત્ર પણ પ્રાપ્ત કરી શકાય છે, તેમ કેટલાકનું માનવું છે. વળી જે રીતે આધુનિક વિજ્ઞાનમાં શક્તિનું પુદ્ગલમાં (દ્રવ્યકણોમાં) અને દ્રવ્યકણો (પુદ્ગલ)નું શક્તિમાં રૂપાંતર થાય છે, તેમ યંત્રનું મંત્રમાં અને મંત્રનું યંત્રમાં રૂપાંતર શકય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy