SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ – માણિભદ્ર મંગલ પાઠ – (કૃતિકાર : આ. વારિષણસૂરિ, અંતરિક્ષજી તીર્થ) માણિભદ્રને વંદું આજ સારે મારાં સઘળાં કાજ આપે સદા સુખનું રાજ રાખે મારી અહોનિશ લાજ–૧ તેના નામે પુનિત કાય જેના ધામે શીતલ છાંય પ્રેમે પ્રણમો ટૂંક ને રાય સુખ સમાધિ પાછળ ધાય–૨ નવકાર મંત્રથી મંગલ થાય મંત્ર માણેકનો પૂરે આય વિના માણિભદ્ર દુઃખી થાય સમરે સૌ એ વિઘ્નો જાય–૩ તપાગચ્છ ગગને ચમત્કારી છે. પ્રાતઃ સ્મરણ પાવનકારી છે. કલિયુગમાં વિપદા વિદારી છે. સૂરિવરને સદા મંગલકારી છે –૪ Jain Education International દેવોનો તું દેવ શોભે ભકતોનાં મન તું લોભે પાપો કરતાં સૌ થોભે તારા ગુણો ગાજે નભે–૫ માણિભદ્ર માગું મુકિત યુવાની યશસ્વી યુકિત ક્ષમાશીલતાની શકિત ભવ ભ્રમણ ભાજે ભકિત-૬ અંતરિક્ષ તીર્થ આવો નાથ ભકતોને ભવમાં આપો સાથ કર્મોના છોડાવો બૂરા બાથ બાળકોના બડભાગી પકડો હાથ-૭ લબ્ધિ આપે જપતાં નામ ભુવન તિલકનાં સુધારે કામ ભદ્રંકર બતાવે પુણ્ય ધામ વારિષણ સ્મરે થવા નિષ્કામ-૮ શ્રી માણિભદ્ર સ્તુતિ (શ્લોક) –પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મહારાજ શ્રદ્ધા ભર્યા હૈયે સદા સેવા તમારી જે કરે, દુઃખ, દર્દ, ચિંતા, આપદા, તુરંત તેની તું હરે; છે દિવ્ય શક્તિ નામમાં ચિંતન થકી ચિંતિત હરે, હે માણિભદ્ર દેવેન્દ્ર ! ઘો વરદાન મુક્તિ ઝટ મળે. 395 HEEEEEEEEEEછws HHHHHHU Bl For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy