________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
391
(રાગ- હું નટવો થઈને નાટક એવાં)
હે.. બાવન વીરમાં બહુ બળવંતા, વીર વસે આગલોડમાં હે... આગલોડમાં મગરવાડ સ્થાને વીર વસે આગલોડમાં–ટેક.
સાબરકાંઠે શોભતું આગલોડ મોટું ગામ દૂર દૂર ઊંચા ડુંગરે, માણિભદ્રનું ધામ.
વીર વસે આગલોડમાં –- ૧
સાખી
ચમત્કાર તુજ જોઈને, આવે નર ને નાર, ભાવ ધરી ભક્તિ કરે, તો થાયે બેડો પાર.
એવો દેવ દીઠો દુનિયામાં સાચો, વીર વસે આગલોડમાં –- ૨ ઊંચાં ને અલબેલડાં, મંદિર બે સોહાય, સુમતિ પાસરનાથને, નિત નિત લાગું પાય.
ત્યાં-કલ્યાણ ગોડી-ચિંતામણિ પાર્શ્વ વસે આગલોડમાં ––૩ ભોજનશાળા ચાલતી ધર્મશાળાની પાસ, વહીવટ સંઘ મળી કરે, સગવડ મળતી ખાસ.
આવો દરશન કરવા દોડી દોડી, વીર વસે આગલોડમાં –– ૪ યોગાશ્રમ આનંદનું તપ જપ કેરું સ્થાન, મંગળ પૂજા આરતી, કરી ધરીએ રૂડું ધ્યાન.
વીર વસે આગલોડમાં –- ૫ શ્રી માણિભદ્રવીરની આરતી (રાગ : જય જય આરતી આદિ જિર્ણોદા.)
જય જય આરતી માણિભદ્ર ઈદ્રા, બાવન વીર શિર મુગટ જડીંદ્રા. તપગચ્છ અધિષ્ઠાયક વિખ્યાતા, અતિય વિઘન દુઃખ હરો વિધાતા, - તુમ સેવકનાં સંકટ ચૂરો, મનવાંચ્છિત સુખસંપદા પૂરો.
ખગ ત્રિશૂલ ડમરૂ ગાજે, મુગલ અંકુશ નાગ બિરાજે. ષટ્ ભુજા ગજ વાહન સુંદર, લોઠી પોશાળ સંઘ વૃદ્ધિ પુરંદર, વિનવે શ્રી આણંદસોમસૂરિ ધીર, આશા પૂરો મગરવાડીઆ વીર; આશા પૂરો ઉજ્જયનીઆ વીર આશા પૂરો આગલોડીઆ વીર.
આરતી (જયો જયો મા જગદંબે-એ રાગ) જય જય નિધિ, જય માણિક દેવા, જય માણિક દેવા, હરિહર બ્રહ્મ પુરંદર, કરતા તુજ સેવા, જયદેવ જયદેવ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org