SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ 4 યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ભુજંગ છંદને કંઈક મળતી ચાલનો છંદ મગરવાડ મધે વીર બિરાજે. ઉજયેણ આગલોડ અધિક નિવાજે; પ્રતિયસ્થાને અતિ તેજ ફાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. પ્રથમ ઉત્પન્ન માલવ દેશે, તીહાંથી આવ્યા આગ્રા વિશેષે; શ્રી શત્રુંજય વીરતંત શ્રવણ સુખ પાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે વિમલગિરિ મહાત્મ્ય અભિગ્રહ લીધો, મગરવાડ આવી જીહાં વાસ કીધો; ઉત્પન્ન શુભ ભાવે દેવલોક જાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. એકાવતારી તું વીર સાચો, તપગચ્છ મંડળ ઉતરંગ આછો; તાહરું તેજ દેખી વિશશી ચમત્કાર પાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. ૪ સંસાર રૂપી તું હેતુ સદાઈ, રાખો ભેખકી ટેક સદા વધાઈ; એ અરજ માનો કરું ભક્તિ ભાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. બાવન વીરા સેવા કરે તાહરી, કૈઈ દેવદેવી રમે પાયછાં હરી; તેજ રૂપ જોતાં અદ્ભુત કહાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. મહીપતિ તું છે વડવીર મોટો, તાહરું ધ્યાન ધરતાં ન રહે કોઈ ટોટો; જયો જયો વી૨ રોગ સોગ વિઘ્ન મિટાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. અધર્મી દુષ્ટી મિથ્યાત્વી પાપી, તેહ તણાં નાખજે તું મૂળ કાપી; માણિભદ્ર પૂજ્યા શત્રુ મુખ શ્યામ થાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. તુમ તણો દાસ દોલત કહે વિનંતી, માનજો પ્રેમસું બાવજી એ કિંમતી; નમો નમો વી૨ કાર્યસિદ્ધિ ચઢાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. શ્રી માણિભદ્રદેવની થોય · શ્રી માણિભદ્રદેવ– જિનશાસન રક્ષક દેવ છે. જાગતા દેવ છે. → તેમની સામે રોજ ૧ નવકારનો કાઉસ્સગ્ગ કરી, તેમની થોય બોલવી જોઈએ. · કાઉસ્સગ્ગની વિધિ :– [ ખમાસમણું દીધા વગર, ઊભા ઊભા બોલવું ] વૈયાવચ્ચગરાણું, સતિગરાણં, સમદિટ્ટિસમાહિગરાણ, કરેમિ કાઉસ્સગ્ગ.... અન્નત્ય ઉસસિએણં, નિસસિએણ.. ખાસિએણં.. [સંપૂર્ણ અન્નત્થ બોલી– ૧ નવકારનો કાઉસ્સગ્ગ ] [ કાઉસ્સગ્ગ પારીને –] નમો અરિહંતાણં, નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ પછી– થોય બોલવી Jain Education International For Private & Personal Use Only ૧ ૨ ૫ $ ૭ ८ 2 ૯ 385 www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy