________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
383
––૧૧
–-૧ર
--૧૩
––૧૪
––૧૫
--૧૬
–-૧૭
--૧૮
––૧૯
ભણે ભવાની તુજ ગુણ ગ્રામ, ચોસઠ જોગણી વહે તુજ નામ. જંબૂ ભરત અનોપમ ઠામ, આગલોલ વસે તિહાં ગામ; વસે લોક તિહાં વરણ અઢાર, રાજા સહસમલ સુખકારે. તસ ધરણી વીરબાઈ જિહાં, ચોસઠ કલા શુભલક્ષણ તિહાં તસ કૂખે અવતરિયો હંસ, રામસીંગ દીપાયો વંશ. તિહાં શિખરબંધ ઉંચો પ્રાસાદ, દેવલોકશું માંડે વાદ; સુમતિનાથ તીર્થંકર દેવું, ચોસઠ ઇન્દ્ર કરે જસ સેવ પુર બાહિર એક થાનક સાર, શિખરબંધ તિહાં છત્રાકાર; સત્તર તેત્રીસઈ (૧૭૩૩) મન ઉલ્લાસ, શાંતિસોમ રહ્યા ચોમાસ. નિશદિન મુનિવર કરે શુભ ધ્યાન, કરે તપ પણ નહિ અભિમાન; અચલ અબીલ રહે ઋષિરાજં, સારે પરભવ કેરા કાજે. માણિભદ્ર આરાધન કીધું, એકસો એક દિન પરસિદ્ધ) પરતક્ષ થયો દેવ તતખેવ, ત્રિણવાર કહે સ્વયમેવં. મા... હું તૂઠો આજે, સારું તુજ મનવાંછિત કાજે; કહે મુનિવર સુણ તું ખેત્રપાલ, તપ કરતાં તું કરે સંભાલ. મહિમા વધારે તું ઈણી ઠામ, ષ દરશણ જપે તુજ નામ; મહિમા વધે દેશ વિદેશ, શ્રી શાંતિસૂરિ મુનિ ઉપદેશ. સિદ્ધવડ સરીખો વડ છે જિહાં, માણિભદ્રનું થનક તિહાં; જીવજંતુ ઉગારણ હારં, તિણે થાનક પેલે પાર. આવે સંઘ મલી બહુ સાથે, કરે વિનતી જોડે હાથ; ગુલ પાપડી કરે સુવિચાર, લેવા આવે વર્ણ અઢાર. દીપ ધૂપ પુષ્પાદિક સારું, વધામણાં દીઈ બહુ વારં; તેલ સિંદૂર ચઢાવે ચંગ, કેસર ચંદન રૂડે રંગ. માણિભદ્ર તૂઠો છે દેવ, વંધ્યા સુત આપે તતખેવં; પિગલ પાટુ ટાલે સાથે, ચક્ષુહીનને ચક્ષુ દઈ નાથું. તુજ નામે જઈ વિષ પ્રમેહ, તુજ નામે થાયે નિર્મલ દેહં; વાય ચોરાથી વસમા રોગ, માણિભદ્ર નામે જાયઈ સોગં. કુષ્ટ અઢાર અને સ્વર બાર, તુજ નામે જાયઈ નિરધાર; હોયડા હોડીને કંઠમાલ, અંતરગલ પાઠાં વીસરાલ. વાય વાળો અને વળી સૂલ, વિસ્ફોટક જાય તે મૂલ; વ્યાધિ સંકટ ને સનેપાત તુજ નામઈ નિવારે ઉપઘાત. કામણ ટુંમણ મંત્ર યંત્ર, અક્ષર જોડાવલી તંત્રે; ડાકણી સાકણી ને ભૂતપ્રેત, તુજ નામે જાઈ રણખેત. ગ્રહ પીડા ન કરે તસ દેહ, ધરતી દોષ ટલે તસ ગેહ પૂરવજ થાઈ તે સનસુખ, માણિભદ્ર નામે શિવસુખ. મણિધર ફણિધર જે વિકરાલ, તુજ નામઈ થાઈ ફૂલમાલ;
––૨૦
*
--
––૨૩
--૨૪
૨૫
--
--૨૭
---૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org