SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ 376 શ્રી માણિભદ્રજીની છંદરચનાઓ શ્રી કવિનભાઈ શાહ – બીલીમોરા માનવ જીવનમાં સુખની સાથે દુઃખનો પણ સમન્વય સધાયેલો છે. પૂર્વના પુણ્ય પ્રતાપે વ્યક્તિને ભૌતિક જીવનની સુવિધાઓ મળવા છતાં કંઈક ખૂટતું હોય છે, જીવનની આકાંક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયત્નો થાય છતાં સરિયામ નિષ્ફળતા મળે ત્યારે મોટા ભાગના માણસો દેવ–દેવીઓની ઉપાસના, મંત્રનો જાપ કે નિમિત્ત કહેનારનો આશ્રય લે છે. નિમિત્તક કરતાં પણ પ્રગટ પ્રભાવી દેવ–દેવીઓના ઉપાસકોની સંખ્યા વૃદ્ધિ પામી છે. જેમ જેમ ભૌતિકવાદની પ્રબળતા વધશે તેમ તેમ આવી ઉપાસના અને ધર્મની આરાધનામાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાશે. દેવ–દેવીઓની વાત આવે ત્યાં ચમત્કાર અવશ્ય હોય છે. માણિભદ્રની ઉપાસના પ્રત્યક્ષ અને નજીકના ભવિષ્યમાં મનોવાંછિત પૂર્ણ કરે છે. આજે એમના ભાવિક ભક્તોની સંખ્યા વિશાળ છે. માણિભદ્રના છંદમાં એમનો વિશેષણયુક્ત પરિચય થાય છે. કેટલાંક વિશેષણો નમૂના રૂપે જોઈએ તો ચિંતામણિરતન, ચિત્રાવેલ, મોટો મર્દ, અષ્ટભયનિવારક. એમની ઉપાસનાથી દુઃખ-દારિદ્ર–રોગ નિવારણ-મનોવાંછિત પૂર્ણ થવાં, સૌભાગ્યપ્રાપ્તિ, યશવૃદ્ધિ, વેપારવૃદ્ધિ, વ્યંતર નિકાયના દેવોનો ત્રાસ વગેરેથી મુક્તિ મળે છે ને અંતે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ઘણાં દેવદેવીઓ છે છતાં માણિભદ્ર સમાન દેવ આ કળિયુગમાં અન્ય કોઈ નથી. કવિના શબ્દોમાં નીચે મુજબ અભિવ્યક્તિ થઈ છે : '' હરિહર દેવ ઘણાઈ હોય કલીમેં તુમ સરીખા નહીં કોઈ " –અડસઠ તીરથની યાત્રા સમાન માણિભદ્રને ભેટવાથી લાભ થાય છે. " કવિએ કળશ—રચનામાં માણિભદ્રના ગુણ ગાયા એમ જણાવવા માટે શબ્દાનુપ્રાસની વિશિષ્ટ રચના દ્વારા માણિભદ્ર પ્રત્યેનો ભક્તિભાવ પ્રગટ થાય છે. તપાગચ્છાધિષ્ઠાયક ગુણ ગાયા ગટ્ટગટ્ટ અન્ન ધન કપડાં આવે, '' ગુણ ગાયા ગટ્ટગટ્ટ પ્રગટ ઘર સંપદા પાવે. " ભક્તજનોની મનોકામના પૂર્ણ કરનાર માણિભદ્રદેવનો સાક્ષાત્કાર થાય છે. આ રીતે ઉપરોક્ત છંદમાં માણિભદ્રનો મહિમા ગાવામાં આવ્યો છે. માણિભદ્રનો વિશેષણયુક્ત પરિચય પ્રભાવ ને ચમત્કારનું નિરૂપણને કરીને તેના પ્રત્યે ભક્તિભાવ પ્રગટ થયો છે. જનસાધારણમાં આ દેવ પ્રત્યેની ભક્તિનું પ્રમાણ વિશેષ છે. છંદની ભાષા ગુજરાતી છે છતાં હિન્દી શબ્દપ્રયોગો પણ ધ્યાન ખેંચે છે. સીધી સાદી વાણીમાં છંદરચના દ્વારા માણિભદ્રનો મિતાક્ષરી પરિચય કલાત્મક બને છે. Jain Education International છંદ રચનાઓ સમાન સંસ્કૃતમાં સ્તોત્ર સાહિત્ય છે તેમાં પણ પ્રભુની સ્તુતિ, મહિમા ગુણગાનની સાથે એમની ઉપાસના–ભક્તિથી ઐહિક અને પારલૌકિક અંતે મોક્ષસુખ પ્રાપ્ત થાય છે તેવો ઉલ્લેખ થયેલો છે. અજ્ઞાનતાને કારણે ઐહિક ઇચ્છાઓથી ઉપાસના કરીને દશ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy