SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ 352 સાત યાત્રા કરે તથા રાયણવૃક્ષ નીચે ધ્યાન ધરે અને રાયણમાંથી જો તેના ઉપર દૂધ ઝરે તે મનુષ્યોનો ભવ પરિમિત બને છે. ત્રીજે સાતમે કે આઠમે ભવે તેમની મુક્તિ થઈ જાય છે.” શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનો વિસ્તાર પૂર્વક મહિમાં સાંભળતાં માણેકશાહના હૈયામાં યાત્રાનો ઉત્કટ ભાવ જાગ્યો. મનમાં દૃઢ સંકલ્પ કર્યો," મારે પણ ચૌવિહાર ઉપવાસ, મૌનપણે, અડવાણે પગે છ'રી પાળવાપૂર્વક નવકારમંત્ર અને આદીશ્વર દાદાના સ્મરણ કરતા કરતા શત્રુંજય તીર્થની યાત્રા કરવી. પગે ચાલીને સિધ્ધાચલ જવું." આ દઢ સંકલ્પ અને ઉચ્ચ ભાવના પૂર્ણ કરવા ગુરુના શુભ આશીર્વાદ લીધા. ચાતુર્માસ પૂર્ણ થયે કાર્તિક સુદ પૂનમના દિને માંગલિક સાંભળ્યું. અને મહામંત્ર નવકારનું સ્મરણ કરી માણેકશાહે યાત્રા માટે પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા જિનમંદિરે દેવદર્શન-પૂજન, ગુરુવંદન તથા આવશ્યક ક્રિયાઓ ભાવોલ્લાસપૂર્વક કરતા. હૈયામાં શત્રુંજયનું ધ્યાન ધરતા અને મનમાં નમસ્કારનું રટણ કરતા આગળ વધતા. આજના સંસારી જીવોનું મન મોટા ભાગે ભાવથી રિક્ત, રંક અને રુક્ષ હોય છે. તેને ભાવથી ભરપૂર, સમૃદ્ધ અને સ્નિગ્ધ કરવાની ખૂબ જ જરૂર છે. દુઃખનું કારણ વિષમ ભાવો છે. જો તે સમ થાય તો સર્વ સુખ જ છે. ભવની ભાવઠ ભાંગવા, કષાયોની કાળાશ કાઢવા, આત્માની ઉત્ક્રાન્તિ પામવા, શાશ્વત શાન્તિને આણવા ભાવ એ તો અમૃતરસ છે. માણેકશાહના મનમાં શત્રુંજયની યાત્રા કરવાનો ભાવ જાગ્યો અને ઉત્કૃષ્ટ પુણ્ય ત્યાં જ બંધાઈ ગયું. તેઓ શત્રુંજયની યાત્રા કરવાના ભાવમાં એવા નિગ્મન બન્યા કે વેરણ વગડામાં ડાકુઓ તેમના ઉપર એકદમ તૂટી પડ્યા તોય ભાન ન રહ્યું. ડાકુઓની રાડ પણ કાને ન પડી. કેવું ભાવથી વિભોર મન યાત્રામાં રમતું હશે...! ન તપાગચ્છાધિષ્ઠાયક ડાકુઓ દ્વારા માણેકશાહ હણાયા. તેમના શરીરનાં મસ્તક, પગ અને ધડ જુદાં થઈ ગયાં.... તો પણ જિનશાસનના સાર સમા નવકારમંત્રના મન થતા રટણ અને શત્રુંજય યાત્રાના જીવતા જાગતા ભાવના પ્રભાવે, માણેકશાહ મૃત્યુ પામી ચાસઠ ઇન્દ્રોમાંના, વ્યંતરજાતિના એક ઇન્દ્ર બન્યા. અષ્ટસિદ્ધિ અને નવનિધિના માલિક બન્યા. ચોસઠ જોગણી અને બાવન વીરોના અધિપતિ માણિભદ્ર (મણિ = માણેક જેવા તેજસ્વી અને ભદ્ર = સહુનું કલ્યાણ કરનાર) દેવ બન્યા.... અને દેવ તે કેવા ? શાસન ઉપકારી સમકિત દેવ. ઉત્કૃષ્ટ શુભ ભાવોની અહીં કેવી પરિણતિ બતાવી છે! શ્રી નમસ્કાર મહામંત્રની આવી અસર, શ્રી શત્રુંજય-યાત્રાનું આવું માહાત્મ્ય, તથા ઉચ્ચ ભાવો, દૃઢ સંકલ્પ અને અનેરી શ્રદ્ધાનું આવું ઉત્તમ ફળ ખરેખર આશ્ચર્યજનક છે. કાર્ય તો પૂરું થયું જ નથી. શત્રુંજયની યાત્રા તો થઈ જ નથી; પરંતુ હૈયામાં ચાલી રહેલા યાત્રાના ભાવોના આંદોલનોનું અનુસંધાન કેવું ઉત્તમફળ મેળવી આપે છે ! ૫૨માર્થમાં જીવ જેવો ભાવ ભાવે છે, તે જ પળે તેનું કાર્ય બંધાઈ જાય છે. ભાવ અને કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy