SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 343 મહારાજ સાહેબ તથા તેઓશ્રીના પટ્ટધર શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ સ્વસાધુ-સમુદાય સાથે ભર્તુહરિની ભૂમિ એવી ઉજૈની નગરીમાં પધાર્યા હતા. નગર બહાર આવેલ ગાંધર્વ સ્મશાનમાં રાત્રિ સમયે એ સૌ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા હતા. માણેકચંદશાને ગુરુજી પધાર્યા છે એવા સમાચાર તો મળ્યા પણ શિથિલાચારની ગ્રંથિ તેમના મનમાં બંધાઈ હોવાથી સ્મશાનમાં જ ગુરુદેવની કસોટી કરવાની કુમતિ તેમના મનમાં ઊપજી. પોતાના સાગરીતો સાથે હાથમાં સળગતી મશાલ લઈ તે સૌ સ્મશાનમાં આવ્યા. ધ્યાનસ્થ ગુરુજી આનંદવિમલસૂરિજીની દાઢીમાં મશાલ ચાંપી દીધી. દાઢીના વાળ ભડભડ બળવા લાગ્યા. અગ્નિની અસરથી મુખ પરની ચામડી પણ દાઝવા લાગી; પરંતુ આચાર્યશ્રીના મુખ પર વેદનાની નાની રેખા પણ ન ઊપસી. સંસારના સર્વોત્તમ તપસ્વી ભગવાન મહાવીરના પરમ અનુયાયી હોવાથી તેમનું ચિત્ત પ્રશાંત ભાવ ધારણ કરી રહ્યું. આવું ઘોર કૃત્ય કરી ઘેર આવેલા માણેકચંદશા શેઠને શાંતિ પ્રાપ્ત ન થઈ. તેમનો અંતરાત્મા જાગૃત થયો અને હૃદયપરિવર્તન થયું. પ્રભાત થતાં જ ગુરુદેવ પાસે આવી તેમનાં ચરણો પકડી માણેકચંદશા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. દુષ્કૃત્યની ક્ષમા કરવા તથા ઘેર આવી માતાજીને લાભ આપી પારણું કરાવવા પ્રાર્થના કરી. એક શબ્દ પણ ઠપકારૂપે કહ્યા વિના હર્ષપૂર્વક પૂજ્ય ગુરુદેવો માણેકચંદશા શેઠ સાથે તેમને ઘેર આવ્યા. ગુરુદેવે માણેકચંદ પ્રતિ વાત્સલ્યનાં અમીઝરણાં વહાવ્યાં. આવી સમતા, સરળતાની માણેકચંદશાના મન પર ખૂબ જ સારી અસર થઈ અને ફરીથી તે ગુરુદેવના અનન્ય ભક્ત બન્યા. પુનઃ ઉલ્લાસપૂર્વક પૂજા–સેવા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વ્રત, તપ, જપ, આદિ ધર્મ-આરાધના કરવાનો મંગળ આરંભ કર્યો. માણેકચંદ ગુરુદેવને ચાતુર્માસ કરાવ્યું. ત્યાર બાદ તેમને શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાની અભિલાષા જાગી.માણેકચંદે એકલપંડે આ વિકટ યાત્રાનો પ્રારંભ કર્યો. સાતમે દિવસે તેઓ ગુજરાતમાં સિદ્ધપુર નજીકના મગરવાડા ગામે પહોંચ્યા. મગરવાડામાં અત્યલ્પ સંખ્યામાં માણસો વસતા હતા. ઘેઘૂર વનરાજિના કારણે તે ગામ બીહડ વન જેવું ભયંકર ભાસતું હતું. અહીં તેઓ વિશ્રામ કરતો હતો ત્યારે ચોર–લૂંટારા લોકોએ માણેકચંદ ઉપર હુમલો કર્યો. હુમલામાં માણેકચંદશા શેઠ એટલા ઘવાયા કે સિદ્ધગિરિરાજના શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને વ્યંતરનિકામાં શ્રી માણિભદ્રજી નામે છઠ્ઠા ઇન્દ્ર મહારાજ થયા. - ઈન્દ્ર માણિભદ્રજીનું શરીર શ્યામ વર્ણની ઝાંયવાળું અને ચાર ભુજાયુક્ત છે. વરાહનું સ્વરૂપ ધરાવતું મુખ જિનેન્દ્ર પરમાત્માની જમણી ભુજા તરફ સદા રહેતું હોય છે. તેમનાં હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ અને જીભ માનોન્માનયુક્ત મનોહર છે અને દર્શનાર્થીઓને અતિ પ્રિય લાગે છે. તેમનો વર્ણ રક્ત છે. મસ્તક પર મહાતેજસ્વી માણેક આદિ દિવ્ય રત્નોથી જડિત સુવર્ણમય મુકુટ ધારણ કરેલો છે. અંગ-ઉપાંગ દિવ્ય રત્નોથી જડિત વિવિધ પ્રકારનાં આકર્ષક આભૂષણોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy