SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ 342 શ્રી જિનશાસનની સુરક્ષા તેમ જ મહાચમત્કારિક અનેકવિધ અજોડ મહાપ્રભાવને કારણે વ્યંતર નિકાયના છઠ્ઠા ઇન્દ્ર મહારાજા શ્રી માણિભદ્રજીનું નામ શ્રી જિનશાસનમાં તપાગચ્છરક્ષક અને મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે. માણિભદ્રવીરનું પ્રાકટય કેમ થયું તે વિષે તથા તેમના ચમત્કારિક પરોપકાર વિષે સંક્ષેપમાં વિચારીએ. તપાગચ્છાધિષ્ઠાયક જૈન, બ્રાહ્મણ તથા બૌદ્ધ પરંપરામાં ઉજ્જૈન નગરી એક ધાર્મિક સ્થાન છે. આ નગરીમાં માણેકચંદશા નામે એક શ્રેષ્ઠી વસતા હતા. યુવાવસ્થા પ્રાપ્ત થતાં ધારાનગરીની એક સુકન્યા નામે આનંદરતિ સાથે તે પાણિગ્રહણથી જોડાયા. શરૂશરૂમાં તે જૈનધર્મી હતા. માણેકચંદના પિતા જેમ ધર્મ–આરાધના કરતા તે જ રીતે માણેકચંદ પણ શ્રદ્ધાપૂર્વક અને ઉલ્લાસથી ધર્મની આરાધના કરતા હતા. એક સમયે કેટલાક લોંકાયત યતિઓ માણેકચંદશા શેઠને ત્યાં આવ્યા. તેઓએ રાત્રિ સમયે ધર્મચર્ચા કરી. ઉટપટાંગ કુતર્કો તથા કુયુક્તિઓથી માણેકચંદને ધર્મવિમુખ બનાવ્યા. કેટલાક મુનિ-યતિઓના ધર્મ પ્રતિ શિથિલાચારો જોઈ માણેકચંદની શ્રદ્ધા ધર્મમાંથી ઊઠી ગઈ. અલબત્ત માણેકચંદ શાનાં માતાજી તેમ જ ધર્મપત્ની આનંદરતિ ભગવાન મહાવીરના શાસનમાં અપાર શ્રદ્ધા ધરાવતાં હતાં. ધર્મવિમુખ થયા પછી માણેશચંદશાએ મૂર્તિપૂજા, સેવા, પ્રભુભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, તપ – જપ -- વ્રત વગેરેનો ત્યાગ કર્યો. પત્ની આનંદરતિને પતિના આ પરિવર્તનની જાણ થતા, ધર્મ પ્રતિ પુનઃ શ્રદ્ધા ધરાવવા પતિને વારંવાર વિનંતી કરી, પરંતુ માણેકચંદ પર તેની કશી અસર થઈ નહિ. અંતે સમજાવટ નિષ્ફળ જતી જોઈ આનંદરતિએ છ વિગઈનો ત્યાગ કર્યો. છ વિગઈનો અભિગ્રહ ત્રણ વર્ષ સુધી ચાલ્યો. આવડી તપશ્ચર્યા થતી હોવા છતાં આનન્દરતિ ઉલ્લાસથી જીવન ગુજારતાં હતાં. માણેકચંદશાનાં માતાજીને પુત્રવધૂ આનંદરતિના ત્યાગની ખબર પડી. શા માટે આ ઉગ્ર તપ તે આચરી રહી છે તેની તપાસ કરતાં સાચા કારણની તેમને જાણ થઈ. કારણ જાણી આ સુશ્રાવિકાને અપાર દુ:ખ થયું. પુત્રને સન્માર્ગે વાળવા માટે તેમણે પણ છ વિગઈના ત્યાગનો અભિગ્રહ કર્યો. આમ ને આમ છ માસનો સમય વ્યતીત થઈ ગયો. તેટલામાં પોતાનાં પવિત્ર અને પૂજ્ય માતાજી આટલું કષ્ટ વેઠી રહ્યાં છે તેની જાણ માણેકચંદશા શેઠને થઈ. માતૃભક્ત પુત્રને આ ત્યાગનું કારણ જાણી પારાવાર દુઃખ થયું. તરત જ તે માતા પાસે ગયા અને પારણું કરવા વિનમ્ર ભાવે અનુનય કર્યો. છેવટે માતાજીએ કહ્યું, ' તું પરમ પૂજ્ય ગુરુમહારાજ પાસેથી પુનઃ ધર્મ અંગીકાર કર તથા ધર્મ-આરાધના કર. તું એ પ્રમાણે કરીશ એનું મને વચન આપ અને તું પરમ પૂજ્ય ગુરુ મહારાજની સબહુમાન ઘેર પધરામણી કરે અને તેમને પ્રતિલાભ તો જ હું પારણું કરીશ.' માણેકચંદે કહ્યું : 'ગુરુ મહારાજ મારી શંકાનું સમાધાન કરી આપે તો હું પુનઃ પ્રભુપૂજા અને તપાગચ્છીય આમ્નાય પ્રમાણે ધર્મ-આરાધના ચાલુ કરું.' આ અરસામાં યોગાનુયોગ પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીશ્વરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy