SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 339 જૈનધર્મ ભારતનો અતિ પ્રાચીન ધર્મ છે. જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોએ પ્રાણીમાત્રના આત્મોત્થાન અર્થે ભારતવર્ષમાં વિચરીને મુક્તિમાર્ગનો જગતને પ્રબોધ આપ્યો. આવા પરમ ઉપકારી તીર્થકરોની સ્તુતિ ખુદ દેવી-દેવતાઓએ પણ કરી છે. દરેક દેવી-દેવતાની ઉપાસના મનુષ્યોને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિમાં સહાયક થાય છે. ભક્તજનોને સમૃદ્ધિ તરફ દોરી જાય છે અને સાધકના મનમાં શુભ લાગણીઓ તથા શુભ સંકલ્પો જગાડે છે. જેને મત પ્રમાણે આત્મા જ્ઞાનસ્વભાવ છે. કોઈ પણ જ્ઞાન બહારથી આવતું જ નથી. જ્ઞાન આપણી અંદર ભરેલું જ છે; પરંતુ કર્મોના આવરણને લીધે અંદર રહેલા જ્ઞાનનો અનુભવ આત્મા કરી શકતો નથી. કર્મો નાસે તો જ્ઞાન જાગૃત થાય. આ કર્મો દુર કરવામાં અનેક નાધનો પૈકી તપ મુખ્ય સાધન છે. તપ એટલે દેવ-દેવીઓની કૃપા વાચી નામસ્મરણમાં વિલીન થવું તે, જ્ઞાન અને તપનો આ પ્રકારનો સંબંધ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં કોઈ ઠેકાણે પ્રયોજાયેલો નથી. જૈનેતર દર્શનોમાં તેનો સામાન્ય ઉલ્લેખ છે. ક વિચારસરણી પુર:સર જ્ઞાનની મીમાંસા અને તથા પ્રકારે ધાર્મિક જીવનની ઘટના જૈન શાસકએ કરેલી છે. જૈન ધર્મ આત્માથી અલગ એવા ઈશ્વરમાં માનતો નથી. વ્યક્તિ જે કર્મો કરે તેનાં ફળ તેને ભોગવવાં પડે છે. કર્મોનો ક્ષય થાય એટલે આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે. જેનોની આ ધર્મપરંપરા છે. જૈનોમાં સામાજિક પરંપરા એ જુદી વાત છે. તે સમાજવ્યવસ્થા સાથે જોડાયેલી છે. દેવી-દેવતાઓની પ્રથા આ વ્યવસ્થા હે ળ અસ્તિત્વમાં આવી. અનંત મહાતારક શ્રી જિનશાસનમાં સાધનાનો હેતુ ઐહિક અને પારલૌકિક – પૌલિક સુખોની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ છે જ નહીં. ઉપાસકોનો આશય તો એ પણ હોય. છે કે બધાં કાર્યોમાં દેવ-દેવીઓની સહાયતાથી સફળતા મળતી રહે જે છળ-પ્રપંચ, દગા-ફટકા કે અસત્યનો આશ્રય ન કરવો . મહાપાપથી બચી જવાય અને દુર્ગતિના ભાજન ન થવું પડે. જૈન દર્શનમાં દેવોને પરાશક્તિ રૂપે કે પરમશક્તિ રૂપે સ્વીકારાયા નથી. સમ્યગ્દષ્ટિ દેવી-દેવતાઓનું મહત્ત્વ શાસનના સદાનિષ્ઠ સેવકો તરીકે સ્વીકારાયું છે. સાધના દ્વારા શક્તિ, શાતા મેળવવા આપણે પ્રયત્ન કરીએ તેમાં દેવી-દેવતાઓ અદશ્ય સહાયક બને છે. જૈન દર્શનમાં વિજય મેળવવાની જે વાત છે તે સ્થળ વિજય નહિ એ સ્વભાવવિજય, ઇન્દ્રિયવિજય, મનોવિજય અને વિશેષ તો ચિત્તમાં પડેલા રા દ્વેષ ! મકો દ કષાયો ઉપર વિજયની આ વાત છે. શાસનરક્ષક તે શા સેવી દેવ-દેવીઓની સહાય લાવવાથી સંયમમા પર સરળતાથી આગળ વધી શકાય છે. અનંતાનંત પરમ ઉપકારક, પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈને, સમવસરણમાં વિરાજમાન થઈને. અતિ મહાત રક ધર્મદેશના આપીને પૂજ્ય સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રમણ -પ્રધાન ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરી તે સમયે તીર્થંકર પરમાત્માના અનંત મહાપ્રભાવથી આ કઈ ને અનંત માતારક શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy