SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ 340 જિનશાસનની પરમ સુરક્ષા, આરાધના અને પ્રભાવના કાજે ભિન્ન ભિન્ન ચોવીસ અચિન્ત્ય શાસનદેવો અને શાસનદેવીઓ સ્વયં પૂજ્ય અને સેવાભાવે ઉપસ્થિત રહેતાં આવ્યાં છે. મહાશક્તિ સમાન એ દેવી—દેવતાઓ અનંત મહાનાયક શ્રી જિન—આજ્ઞાનું પરમ સબહુમાન અક્ષરશઃ પાલન કરવાની તત્પરતા ધરાવનાર પરમપૂજ્ય સાધુ-સાધ્વીઓ અને શ્રાવક–શ્રાવિકાઓને ધર્મમાં સ્થિર કરવા કાજે અનેકવિધ સહાયતા કરતાં આવ્યાં છે. એ કારણથી દેવી દેવતાઓનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો અને સામર્થ્રો ધર્મશાસ્ત્રોમાં વર્ણવાયાં છે. તપાગચ્છાધિષ્ઠાયક વીતરાગ શાસનમાં અધિષ્ઠાયક દેવ–દેવીઓનું મહત્ત્વ ખૂબ જ નોંધપાત્ર છે. તીર્થંકર દેવોની ઉપસ્થિતિમાં તીર્થ—સ્થાપના વખતે જ ગણધર ભગવંતોની સ્થાપના કરવામાં આવે છે. આથી અધિષ્ઠાયક દેવ-દેવીઓ સ્વયં હાજર થાય છે. ત્યારે ગણધર ભગવંતોને શાસન સોંપવામાં આવે છે અને સહાયક રૂપે, ચિંતામણિ રત્ન સમાન અધિષ્ઠાયક દેવ–દેવીઓ અખંડપણે પ્રભુશાસનની સુંદર સેવા બજાવે છે. તીર્થંકર ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે ગણધરો, આચાર્યો અને ચૌદ પૂર્વધરો ઘણા જ શક્તિમાન અને સમર્થ હતા. ત્યારે દેવ–દેવીઓની સહાયતા બહુલતયા તેમને લેવી ન પડતી. શ્રી શાસનદેવ–દેવીઓ સ્વયં સેવાભક્તિથી પરમાત્માના સાંન્નિધ્યમાં રહેતાં હતાં. શ્રી જિનશાસનમાં સમ્યગ્દષ્ટિ દેવ–દેવીઓનું સ્થાન અને તેઓની સ્થાપના એ કોઈ સ્વાર્થાંધ લેભાગુથી શરૂ કરાયેલી કુપ્રથા નથી પરંતુ અનંતાનંત પરમ તારક દેવાધિદેવથી થયેલી સુપ્રણાલિકા છે. જૈન દર્શનમાં શ્રી સિદ્ધચક્રજી મહાપૂજન એ પ્રાચીન પૂજન છે, જૈન શાસન માટે સાર છે, પ્રાણ છે. આ સિદ્ધચક્રમાં રહેલાં દેવ–દેવીઓ, અઢાર અધિષ્ઠાયક દેવો, આઠ જયાદિ દેવીઓ, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણીઓ, ચાર દ્વારપાલ, ચાર વીરદેવો, દસ દિક્પાલ દેવો, નવ ગ્રહ અને નવ નિધિનાં સ્થાન આવેલાં છે. પ્રાચીન સમયમાં જૈન મંત્રસાધકો શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એમ છ દેવીઓની સાધના કરતા હતા. જૈન તંત્રસાધકો સોળ વિદ્યાદેવીઓ તથા તીર્થંકરોનાં શાસનદેવ– દેવીઓની સાધના કરતા મળ્યા છે. આ સાધનાથી અનેક પ્રકારની સિદ્ધિઓ સાંપડે છે. પ્રત્યેક તીર્થંકરની જેમ ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીજીએ ચતુર્વિધ સંઘરૂપે જૈનશાસનની સ્થાપના કરી હતી. એ જૈનશાસન અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે. આ શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ મુજબ ચાર વિભાગ છે. તેમાં સાધુ-સાધ્વીઓને તો સવારે અને સાજું દરરોજ ફરિજયાતપણે પ્રતિક્રમણાદિ છ આવશ્યક કરવાનાં હોય છે. એ જ રીતે શ્રાવક—શ્રાવિકાઓ માટે પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. આ પ્રતિક્રમણવિધિ માટે જે સૂત્રોની રચના કરવામાં આવી છે તેમાં ભગવાનની અને દેવ–દેવીઓની સ્તુતિ બોલવામાં આવે છે. લઘુશાંતિ સ્તોત્રમાંથી એક શ્લોક જોઈએ : भवतु नमस्ते भगवति, विजये सुजऐ परापरै रजिते, अपराजिते जग्त्यां, जयतीत जयावहे भवति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy