SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 334 તપાગચ્છાધિષ્ઠાયક ' અધિષ્ઠાયક દેવદેવીઓની આરાધના વિધિકાર શ્રી મફતભાઈ ડભોઈવાળા આરાધનાના હેતુઓ, વિવેક, અધિષ્ઠાયક દેવ-દેવીઓનું કર્તવ્ય-કાર્ય, વર્તમાનમાં પ્રચલિત દેવો, માણિભદ્ર દેવનું સંક્ષિપ્ત જીવન વગેરેની તલસ્પર્શી જાણકારી આ લેખમાં નિરૂપવામાં આવી છે. દેવ-દેવીઓની આરાધના પૂજન-મહાપૂજનો દ્વારા પણ કરવામાં આવે છે. લેખક શ્રી મફતલાલભાઈ વિધિકાર હોઈ પૂજનોના અને દેવ-દેવીઓની આરાધના-ઉપાસનાના પણ ઊંડા જાણકાર-જ્ઞાતા છે. વિયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મદિસિમાહિગરાણ– આરાધનાના આ ત્રણ હેતુ દ્વારા તેઓએ આપેલ સ્પષ્ટ માર્ગદર્શન આ વાતની પ્રતીતિ કરાવે છે. - સંપાદક મોક્ષમાર્ગની ઉપાસના માટે દેવ-ગુરુ-ધર્મ પરમ ઉપાસ્ય અને આરાધ્ય છે. વીતરાગી સર્વજ્ઞ દેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને શ્રુતચારિત્રરૂપ ધર્મ તથા ચતુર્વિધ સંઘ ધર્મરૂપ છે. દેવતત્ત્વમાં સર્વોપરિ–સર્વોચ્ચ-સર્વોત્કૃષ્ટ સ્થાને બિરાજિત-સહાયભૂત થનાર સમ્યગ્દષ્ટિ દેવોની વિવિધ પ્રકારે ઉપાસના મોક્ષમાર્ગમાં સહાયક બને છે. માટે જ જયવંતા એવા જિનશાસનમાં શ્રી આદિનાથ ભગવંતથી શ્રી મહાવીરસ્વામી ભગવંત પર્યન્ત શાસનની રક્ષા કરવા કાજે યક્ષ-યક્ષિણીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે શ્રીસંઘ ઉપર ઉપદ્રવ-વિદન આવે ત્યારે તેઓ શાસનની રક્ષા કરે છે. સમ્યગ્દષ્ટિ દેવોની આવી મૃતિની સાથે જ્યારે કાઉસગ્ગરૂપે ધ્યાન કરવામાં આવે છે ત્યારે ત્રણ હેતુઓ સ્પષ્ટપણે સૂચિત થાય છે. વૈયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મદિટ્ટિસમાહિગરાણે. શાસનદેવો-અધિષ્ઠાયકો-શાસનરક્ષક સર્વ દેવ-દેવીઓનું શાસનપ્રેમી–મોક્ષમાર્ગી આરાધકો પ્રત્યે શું કર્તવ્ય હોય છે તે સૂચિત બને છે કે (૧) શાસનનું વૈયાવૃત્ય, (૨) શાંતિપ્રદાન અને (૩) સમ્યગદષ્ટિ આત્માને સમાધિપ્રદાન. આ ત્રણ કાર્યોથી ધર્મતત્ત્વમાં સમાવિષ્ટ થતા દેવો-સ્વર્ગવાસી આત્માઓ ધર્મમાર્ગમાં સહાયક હોવાથી વંદનીય-સન્માનનીય-ઉપાસનીય બન્યા છે. આ સમ્યગૃષ્ટિ દેવો માત્ર તેઓશ્રીની સ્તવના-ઉપાસનાના ફળરૂપે જ ઉપાસકને ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy