________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
333
ઈન્દ્રનું નામ
સામાનિક દેવતાઓની સંખ્યા (૧) ચમેન્દ્ર
૬૪,000 (૨) બલીન્દ્ર
૬૦,૦૦૦ (૩) ધરણ
ક,000 (૪) ભૂતાનંદથી મહાઘોષ ૬,૦૦૦
સુધીના દરેક ઇન્દ્રના
આત્મરક્ષક દેવતાઓની
૨,૫૬૦૦૦ ૨,૪૦,૦૦૦
૨૪,૦૦૦ ૨૪,000
પહેલી રત્નપ્રભા નામના નરકના ૧૩થાપડા છે અને ૧ર આંતરા છે. તે આંતરા માંહેનું પહેલું અને છેલ્લે ખાલી છે અને વચ્ચેના દસ આંતરામાં દસે નિકાયના ભવનપતિ દેવો અલગ અલગ રહે છે.
આ દસ ભવનપતિઓ પૈકી અસુરકુમાર મોટે ભાગે આવાસોમાં અને ક્વચિત્ ભવનમાં રહે છે, જ્યારે નાગકુમાર આદિ બાકીના ભવનપતિઓ મોટે ભાગે ભવનમાં અને કવચિતું આવાસોમાં રહે છે. અહીં પ્રશ્ન થવા સંભવ છે કે આવાસો અને ભવનમાં ફેર શો? તેનો ઉત્તર એ છે કે આવાસો મોટા મંડપો જેવા અને મણિ તથા રત્નના દીપક વડે દિશાઓના સમુદાયને પ્રકાશિત કરનારા હોય છે, જ્યારે ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકા જેવાં હોય છે.
ભવનવાસી દેવો સામાન્ય રીતે મૃદુ, મધુર ગતિવાળા તથા ક્રિીડાશીલ હોય છે અને જોવામાં કુમારની માફક મનોહર તથા સુકુમાર લાગે છે એટલે તેમના નામને છેડે કુમાર શબ્દ લગાડવામાં આવે છે, પરંતુ અસુરકુમારમાં એક વર્ગ એવો છે કે પરમ અધર્મને સેવનારો હોઈ પરમાધાર્મિક તરીકે ઓળખાય છે. તેના પંદર પ્રકારો છે અને તે બધા નરકના મંત્રીઓ તરીકે કામ કરે છે. પરમાધાર્મિક (પરમાધામી) દેવો ત્રીજી નરક સુધીના નારકી જીવોને વિવિધ પ્રકારનાં દુઃખો આપે છે. તેઓ મૃત્યુ બાદ સમુદ્રની અતિશય અંધારી ગુફાઓમાં અંડગોલિક તરીકે જન્મ પામે છે.
આ દસ જાતિના ભવનવાસી દેવોનાં સાત કરોડ બોતેર લાખ ભુવનો છે; એ મહાસુગંધી, મહા રમણીક, અને મહા ઉદ્યોતરૂપ છે; તેટલી જ સંખ્યાના (૭,૭૨,૦૦,૦૦૦) જિન ચેત્યાલય છે તથા દસ પ્રકારનાં ચૈત્યવૃક્ષો જિનપ્રતિમા વડે બિરાજિત હોય છે.
સર્વ જીવો સુખને પામો, સર્વ જીવો મોક્ષને પામો. 'જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્'.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org