SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ 324 તપાગચ્છાધિષ્ઠાયક જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્ય હોય છે તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની કિલ્વિષી' નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા– બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગરના આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા કિલ્પિષી હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે. દેવગુરુ-ધર્મની નિંદા કરનાર અને તપ-સંયમની ચોરી કરનારા મરીને કિલ્પિષી દેવ થાય છે. પૃથ્વીલોક ઉપર રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઇન્દ્રોને સામાનિક દેવ હોય છે, જે ઇન્દ્રની સમાન શક્તિશાળી હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવ હોય છે. સલાહકાર મંત્રીની પેઠે અત્યંતર પરિષદના દેવ હોય છે. સઘળાં કામો કરનાર બાહ્ય પરિષદના દેવો હોય છે. દ્વારપાલ સમાન ચાર લોકપાલ દેવો હોય છે. સેના સમાન ૭ અનિકાના દેવો હોય છે. તેઓ પોતપોતાના અધિકાર મુજબ હાથી-ઘોડા–રથ–પાયદળ આદિનાં રૂ૫ બનાવી ઇન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટક અણિકાના દેવ મનોરમ નૃત્ય કરે છે. આમિયોગિક દેવ ઇન્દ્રના આદેશથી તમામ કામ કરવામાં તત્પર રહે છે અને પ્રકીર્ણ દેવવિમાનમાં રહેનાર દેવો પ્રજા સમાન હોય છે. દરેક ઈન્દ્રનું જે દેવલોકના ઈન્દ્ર હોય તે પ્રમાણેનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. ઇન્દ્ર દેવતાની અગાધ શકિત :- દેવગતિ નામકર્મના ઉદયને લઈને પોતાના વિમાનવાસી દેવો ઉપર જે આધિપત્ય ભોગવે છે તે ઇન્દ્ર કહેવાય છે. આ ઇન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે? તેનો ઉત્તર શાસ્ત્રોમાં આ પ્રમાણે છે : ૧૨ શૂરવીર યોદ્ધાનું બળ = ૧ આખલામાં ૧૦ આખલાનું બળ = ૧ ઘોડાનું બળ ૧૨ ઘોડાનું બળ = ૧ પાડાનું બળ ૫) પાડાનું બળ = ૧ હાથીનું બળ પ00 હાથીનું બળ = ૧ સિંહનું બળ ૨000 સિંહનું બળ = ૧ અષ્ટાપદનું બળ(આઠ પગવાળું પ્રાણી) ૧૦,00,000 અષ્ટાપદનું બળ = ૧ વાસુદેવમાં બળ હોય છે. ૨ વાસુદેવનું બળ = ૧ ચક્રવર્તીમાં બળ હોય છે. ૧,00,000 ચકીનું બળ = ૧ નાગલોકના અધિપતિમાં = ધરણેન્દ્રમાં ૧ ક્રોડ નાગાધિપતિનું બળ = ૧ ઇન્દ્રમાં (વૈમાનિકના) નવ રૈવેયક દેવલોકનાં વિમાનો – અગિયારમા–બારમા દેવલોકથી બે રાજ ઉપર અને ૮ ગણર વિસ્તારમાં ગાગરબેડાને આકારે ઉપરાઉપરી આકાશને આધારે નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનો આવેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy