SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ વૈમાનિક દેવલોક :- શનિના ગ્રહના વિમાનની ધજાથી દોઢ રાજ ઉપર વિસ્તારમાં ગણોદધિના અને સાડી–ઓગણીશ ગણરજુ જેટલા આધાર પર જંબૂઢીપના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પ્રથમ સુધર્મ દેવલોક અને ઉત્તર દિશામાં બીજો ઈશાન દેવલોક આવેલો છે. આ બંને દેવલોકમાં ૧૩–૧૩ પ્રતર છે. જેમ મકાનમાં મજલા (માળ) હોય તેમ દેવલોકમાં પ્રતર હોય છે. જેમ માળની અંદર ઓરડા હોય છે તેમ દેવલોકમાં વિમાન હોય છે. ૧) સુધર્મ દેવલોક :- પહેલા દેવલોકનું નામ સુધર્મ દેવલોક છે, જેના ઇન્દ્રનું નામ શકે છે. આઠ અગ્રમહિષી છે. દેહમાન ૭ હાથ, શરીર વર્ણ રકત–સુવર્ણ, મુગુટ-ચિહ્ન મૃગ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ, જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. વિમાનનો વર્ણ પંચવર્ણી રત્નોનો છે. વિમાનની ઊંચાઈ ૫૦૦ યોજન છે. ૨૭ યોજનના ભોંયતળિયાવાળાં ૩ર લાખ વિમાનો આવેલાં છે. સૌધર્મ દેવલોકમાં શાશ્વતા ૩ર લાખ જિનપ્રાસાદ છે. પાંચ સભા સહિત દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. (૨) ઈશાન દેવલોક – જેમાં ૧૩ પ્રતર છે. ૨૮ લાખ વિમાન છે, જેના ઇન્દ્રનું નામ ઈશાન ઇન્દ્ર છે. ૭ હાથનું દેહમાન છે. રક્ત-સુવર્ણ વર્ણ છે. મુગુટ પર પાડાનું ચિહ્ન છે. વિમાનનો વર્ણ પંચવર્ણી છે. આઠ અગ્રમહિષી છે. દેવીઓ બીજા દેવલોક સુધી જ હોય છે. તેથી ઉપરના દેવલોકમાં હોતી નથી. ઈશાન દેવલોકમાં ૨૮ લાખ જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. (૩) સનત્કુમાર દેવલોક :- સનતકુમાર દેવલોકના ઇન્દ્રનું નામ સનતકુમાર ઇન્દ્ર છે, જેમાં બાર પ્રતર છે. 500 યોજન ઊંચા અને ર900 યોજન ભૂમિતલ સવારો અને ૧૨ લાખ વિમાનો આવેલાં છે. ૬ હાથનું દેહમાન, શરીરનો વર્ણ કમળ-કેશર જેવો છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૨ સાગરોપમનું હોય છે. વિમાનનો વર્ણ લાલ-પીળાલીલા–વાદળી રંગનો હોય છે. સનતકુમાર દેવલોકમાં ૧ર લાખ પ્રાસાદ અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. (૪) મહેન્દ્ર દેવલોક:- મહેન્દ્ર દેવલોકમાં ૧ર પ્રતર છે. દ00 યોજન ઊંચાઈવાળાં આ વિમાન છે. વિમાનનો આધાર ધનવાત છે. ઇન્દ્રનું નામ મહેન્દ્ર છે. દ હાથનું દેહમાન છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ, જઘન્ય આયુષ્ય ર સાગરોપમથી વધુ હોય છે. વિમાનનો વર્ણ લાલ-પીળા-લીલા–વાદળી રંગનો છે. મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ પ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. (૫) બ્રહ્મલોક દેવલોક – બ્રહ્મલોક દેવલોકમાં પ્રતર છે. તેમાં ૭00 યોજન ઊંચાં અને રપ00 યોજન ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું આયુષ્ય ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy