SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 311 અચૂક આવતા જ હોય છે. (૫) શ્રી માનદેવસૂરિજી મ.ના એક ખભે લક્ષ્મીદેવી અને બીજા ખભે સરસ્વતી બિરાજમાન રહેતાં હતાં. (૬) લોકાપવાદથી થતી જિનશાસનની હીલના અટકાવવા અણસણ કરી જીવન ટૂંકાવતા શ્રી અભયદેવસૂરિજીનો કોઢરોગ શાસનદેવીએ દૂર કર્યો હતો. (૭) આર્યરક્ષિતસૂરિ પાસે દેવેન્દ્રના આગમનનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં મળે છે. (૮) મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા રાષ્ટ્રપ્રેમીઓને દેવીઓએ દેખા દઈ સંકેત કરી રાષ્ટ્રરક્ષા કરવાનો ઉપાય સૂચિત કર્યો હતો. (૯) વજસ્વામીને દેવતાએ આકાશગામિની વિદ્યા તથા વૈક્રિયલબ્ધિ અર્પણ કરી હતી. (૧૦) અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્મભક્તિમાં તલ્લીન બનેલા રાવણ સમક્ષ ધરણેન્દ્રદેવ પ્રત્યક્ષ થયા હતા. (૧૧) ચિત્તોડના ચૈત્યના થાંભલામાં રહેલા રહસ્યપૂર્ણ માંત્રિક ગ્રંથોને બહાર કાઢતાં શ્રી સિદ્ધસેનદિવાકરને દૈવી તત્ત્વએ જ અટકાવ્યા હતા. (૧૨) આબુના મંદિરનિર્માણમાં આવતાં વિદ્ગોને દૂર કરવા મંત્રી વિમળ અટ્ટમ કરી અંબિકાદેવીનું સાંનિધ્ય મેળવ્યું હતું. (૧૩) શ્રી બપ્પભટ્ટસૂરિજીના સાંનિધ્યમાં સરસ્વતીદેવી હાજરાહજૂર હતાં. ગિરનારતીર્થની માલિકીના વિવાદ પ્રસંગે પણ શ્રી બપ્પભટ્ટસૂરિજીએ અંબિકાનું સાંનિધ્ય મેળવી ગિરનારતીર્થ શ્વેતાંબરોને અપાવ્યું હતું. (૧૪)તક્ષશીલામાં મારી (મરકી)નો ઉપદ્રવ ફાટી નીકળતાં શ્રાવકોએ શાસનદેવીની આરાધના કરી તેમને પ્રત્યક્ષ કરી ઉપાય પૂછ્યો હતો અને નિરુપદ્રવ થયા હતા. (૧૫)" જે વાદમાં હાથ ઊંચો રાખીને વાદ કરશો તેમાં નિશ્ચિત વિજય મેળવશો." આવું વરદાન આચાર્ય શ્રી શાંતિસૂરિજીને સરસ્વતીદેવીએ આપ્યું હતું. આમ દેવતાઈ સાંનિધ્યમાં આવાં તો ઢગલાબંધ દૃષ્ટાંતો શાસ્ત્રોમાં મોજૂદ છે. આજે કાળ પડતો છે. ચારિત્રની વિશુદ્ધિ જોઈએ તેવી રહી નથી. સાચા મંત્રો, આમ્નાયો કે તેના જાણકારો ગોત્યા જડતા નથી. મંદિરોમાં આશાતનાનો પાર નથી. એટલે દેવોની પ્રત્યક્ષ સહાય ન દેખાય તે સહજ છે; છતાં પરોક્ષ રીતે દેવતાઈ સહાય જણાતી જ હોય છે. શરત એટલી જ છે કે પ્રાર્થના ઉચિત જોઈએ, હૃદય નિર્મળ જોઈએ અને કાર્યમાં સ્વાર્થ કે સ્પૃહાની બદબૂ ના જોઈએ. પૂ. આચાર્ય શ્રી વિજયહિમાંશુસૂરિજી મ. ૯૨ વર્ષની જૈફ વયે છેલ્લાં પંદર વર્ષથી એકધારા આયંબિલ કરી રહ્યા છે. તેમનો પડતો બોલ કુદરત ઝીલી રહી છે. દેવતાઈ સહાય વગર આ શક્ય જ નથી. જેને શાસન ઉપર વણકલ્પી આફતો અને આક્રમણોનાં એંધાણ વર્તી રહ્યાં છે. ચારેબાજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy