________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
307
ભક્તિથી ખુશ થનારા હોય છે.
જૈનદર્શનની માન્યતા મુજબ નીચલી કક્ષાના મિથ્યાદૃષ્ટિ વ્યંતર દેવો (કે જે લોકમાં ભૂત-પિશાચ તરીકે પ્રસિદ્ધ છે) અસંખ્યાતા છે. કુતૂહલવૃત્તિ અને હલકી મનોવૃત્તિના કારણે ઘણા દેવો ચારે બાજુ ભટકતા હોય છે. કોઈપણ સારી વસ્તુ કે સારું સ્થાન દેખાતાં તેના ઉપર તેઓ અધિષ્ઠિત થઈ જતા હોય છે.
કયારેક શયનખંડમાં ઘૂસી ખાલી પથારી ઉપર કબજો જમાવી દે છે તો ક્યારેક ઘટાદાર વૃક્ષમાં આવાસ બનાવે છે. ક્યારેક ખાલી મહેલોના માલિક બની જાય છે તો ક્યારેક મૂર્તિમાં પણ ઘૂસી જાય છે. માટે જ મંદિર તૈયાર થઈ ગયા બાદ આઠ જ દિવસમાં પ્રતિષ્ઠા કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે જેથી કોઈ વ્યંતરદેવ મંદિરનો કબજો જમાવી ન લે.
લોકવાયકા પણ એવી છે કે, પીપળાના ઝાડ નીચે સંડાસ જવું નહીં. કારણ, તેના ઉપર ભૂત બેઠા હોય છે. જંગલમાં જતાં પાછળ રહેલી વ્યક્તિને એમ ના કહેવાય કે " ચાલ જલદી" -કારણ, આજુબાજુ રહેલાં ભૂત-પિશાચ પણ આ આમંત્રણને સ્વીકારી આપણી સાથે ચાલવા લાગે, શરીરમાં પ્રવેશ કરી જાય.
આવા દેવો જેમ સારી વસ્તુમાં માલિકીપણાનું અધિષ્ઠાન જમાવે છે તેમ વ્યક્તિઓના અંતરમાં પણ કબજો જમાવે છે. પૂર્વભવના સારાનરસા સંસ્કારો અને સંબંધોના આધારે આ દેવતાઓ કાં તે વ્યક્તિને ન્યાલ કરી દે છે કાં તો પાયમાલ કરી દે છે.
છીછરી વૃત્તિના ધારક આદેવો બહુસંખ્યક હોય છે. બહુધા મિથ્યાત્વી હોય છે. દેવલોકમાં તેમનાં સ્થાનો પણ નિયત હોતાં નથી. બલબાકળાથી ખુશ થનાર સ્વાર્થપરાયણ હોય છે, સ્વપૂજાના આકાંક્ષી હોય છે, અધર્મપ્રેમી અને ધર્મષી હોય છે. આ થઈ હલકા દેવોની વાત. વાસ્તવમાં તેમને અધિષ્ઠાયક દેવ ન કહેવાય, ઉપચારથી કહેવાય.
હવે સાત્ત્વિક અધિષ્ઠાયકો વિચારીએ. ચોવીશ તીર્થંકરનાં ક્ષયક્ષિણીઓ તથા શાસનભક્ત-શાસનરક્ષક દેવીદેવતાઓને સાચા અર્થમાં અધિષ્ઠાયક દેવો કહેવાય.
પૂર્વભવમાં સંઘ-શાસન કે તે તે પરમાત્મા પ્રત્યે ગાઢ પ્રીતિ અને ગાઢ પ્રેમના સંસ્કાર ઊભા કર્યા હોય છે તેના પ્રભાવે તે તે સ્થાનના અધિષ્ઠાતા બને છે.
તેઓ નિયમા પરમાત્માના ભક્ત અને સમકિતી હોય છે. પરમાત્માની ભક્તિ કરનારાઓને સહાય કરવામાં પોતાની ફરજ સમજતા હોય છે. પરમાત્માની સામે પડનાર પ્રત્યનિકોને પછાડવામાં કે સીધા કરવામાં તેઓ પાછી પાની કરતા નથી.
સવાલ: દુષ્ટ અને શિષ્ટ દેવોના આચારવિચારની ભેદરેખા શું છે?
જવાબ : હલકા દેવો માલિકીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે, જ્યારે સાત્વિક દેવો સહાયકપણાનો ભાવ પ્રસ્થાપિત કરે છે.
હલકા દવોની બહુમતી છે. સાત્ત્વિક દેવો પ્રમાણમાં ઘણા ઓછા છે. હલકા દેવો પાસે દુષ્ટ આસુરી શક્તિ છે. ભક્તદેવો સાત્ત્વિકદેવી શક્તિના સ્વામી છે. હલકાદેવીદુષ્ટતા અને અસત્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org