SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ 306 તપાગચ્છાધિષ્ઠાયક ' અધિષ્ઠાયક દેવોની દુનિયામાં એક દષ્ટિપાત પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજ ડગલે ને પગલે સંકટોમાં અને મુસીબતોમાં સપડાતો કયો માનવી દેવતાઈ સહાય ન ઝખે? પુન્યબળ પરવારી ગયું હોય, તમામ જાતના પ્રયત્નો નિષ્ફળ ગયા હોય ત્યારે જેમ " ડૂબતો તરણું ઝાલે " એ ન્યાયે દેવી-દેવતાઓને રીઝવવાના છેલ્લી ઘડીના પ્રયત્નો શીધ્રપણે થતા જોવામાં આવે છે. પણ શું આ દૈવી તત્ત્વ સહાય કરે છે? કયા દેવતાઓ કોને અને કયારે સહાયક બને છે, તેની આછેરી ઝલક આ લેખમાં અત્રે પ્રસ્તુત છે. દાખલા-દલીલ સાથે દેવતાઈ દુનિયાનું વર્ણન, દશ્ય, અદશ્ય, સહાયકભાવ, શાસન પ્રત્યે તેમની ભક્તિ, શિષ્ટ અને દુષ્ટ તત્ત્વની સાચી ભેદરેખા, વર્તમાનકાળે પણ ઉપદ્રવોમાંથી મુક્ત થવાના ઉપાય અને તેના જીવંત દાખલાઓથી આં લેખ ખરેખર સભર છે. આ એક લેખના વાંચનથી દેવતા અને તેની ભક્તિના પ્રકારો સંબંધી પ્રવર્તતી તમામ જાતની શંકા-કુશંકાઓ દૂર થઈ જશે એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. જેમણે મંગલ ધર્મ અપનાવ્યો છે તેને દેવતાઓ પણ નમન કરતા હોય છે. આ લેખના લેખક પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી ધર્મારાધનામાં ખૂબ જ આગળ વધેલા છે. જૈન સંસ્કૃતિના અઠંગ અભ્યાસી છે. જ્ઞાનને ક્ષેત્રે પ્રૌઢ પ્રતિભા ધરાવે છે. તેમનું અધ્યયન-મનન ચિંતનાત્મક રહ્યું છે. તેમની તેજસ્વી કલમે લખાયેલ આ લેખની કેટલીક વાતો વારંવાર વાગોળવા જેવી છે. - સંપાદક સવાલ: અધિષ્ઠાયક દેવ કોને કહેવાય? જવાબઃ જે દેવ કોઈપણ વસ્તુ કે વ્યક્તિમાં પોતાનું અધિષ્ઠાન-આધિપત્ય જમાવે તે દેવ અધિષ્ઠાયક દેવ કહેવાય છે. આ દેવતાઓ કેટલાક સ્વામીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે તો કેટલાક સેવકપણાનો. કેટલાક સમ્યગુદૃષ્ટિ હોય છે તો કેટલાક મિથ્યાદૃષ્ટિ, કેટલાક હલકી કોટિના હોય છે તો કેટલાક ઉમદા હોય છે, કેટલાક નિયત હોય છે તો કેટલાક અનિયત કેટલાક સ્વાર્થી હોય છે તો કેટલાક પરાર્થી, કેટલાક બલીબાકળાથી ખુશ થનાર હોય છે તો કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy