SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન એ શું છે ? શાસન સમ્રાટ, સમુદાયના સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી ધર્મધુરન્દરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મહારાજ. જો કે નંદીસૂત્ર, આવશ્યક નિયુક્તિ તથા અન્ય આગમોમાં પણ અવધિજ્ઞાન તથા કેવળજ્ઞાન વિષે વિસ્તૃત માહિતીઓ મળી રહે છે. છતાંયે તેનો આંશિક આધાર લઈ તત્ત્વસભર આ લેખ પૂ. આચાર્યશ્રી કુંદકુંદસૂરિજી મહારાજના ભાવનગર–શાસ્ત્રીનગરના ચતુર્માસ દરમ્યાન વારંવાર કરેલી અમારી વિનંતીનો સ્વીકાર કરી પાઠવેલો આ લેખ ગ્રંથની વિવિધ વેરાયટીઓમાં વિશિષ્ટ પ્રકારનો લેખ રજૂ થાય છે. વર્તમાન ભવમાં શ્રી માણિભદ્રદેવ અવધિજ્ઞાની છે અને આવતા જ ભવમાં કેવળજ્ઞાની બની મોક્ષે જનાર છે, તે હકીકતને ખ્યાલમાં લઈને આ લેખ આ ગ્રંથ માટે ખરેખર આવકારદાયી બન્યો છે. લેખના લેખક પૂ. આચાર્યશ્રી કુંદકુંદસૂરિજી મ. સા. સાથેનો અમારો અઢી દાયકા જૂનો સંપર્ક રહ્યો છે. મહુવાના સંઘવી પરિવારમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. બાલ્યકાળથી જ સંસ્કૃત ભાષા ઉપર અને ધર્મારાધના પરત્વે રુચિ વધતી ગઈ, વિ. સં. ૨૦૧૪ માં સંયમજીવનનો અંગીકાર કર્યો. આગમશાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. ભક્તિ અને વૈયાવચ્ચ દ્વારા અનેક આચાર્યોના આશીર્વાદ મેળવ્યા—પૂજાઓમાં તેમના મધુર કંઠથી શ્રોતાઓ આત્મવિભોર બની જાય છે. તેમના ભાવવાહી સ્તવનોથી હંમેશાં હું તેમના તરફ આકર્ષાયો છું. રાજસ્થાન-ગુજરાત આદિ અનેક સ્થળોએ વિહાર કરી ધર્મદેશના આપી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પૂજ્યશ્રી અગ્રેસર રહ્યા છે. વિ. સં. ૨૦૫૧માં અમદાવાદ મુકામે હઠીભાઈની વાડીમાં સકલ સંઘની ઉપસ્થિતિમાં આચાર્યપદવીથી વિભૂષિત થયા. વર્તમાનકાળે જિનશાસનના અગ્રગણ્ય, પ્રભાવક વિદ્વાન મહાપુરુષોમાં સન્માનનીય સ્થાન ધરાવે છે. ખૂબ જ સૌમ્ય અને પ્રેમાળ સ્વભાવના છે. Jain Education International જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા રે, તત્ત્વ સંકેત રે ન લહે પ્રાણી આરાધો વર જ્ઞાન . 293 બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ; જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહ . For Private & Personal Use Only સંપાદક www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy