SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરના ઓરડેથી ! માણસને ત્રણ પ્રકારે ઓળખી શકાય– આકૃતિ, પ્રકૃતિ અને કૃતિથી ! આકૃતિ, પ્રકૃતિ બને ભૂંસાઈ જાય કિન્તુ કૃતિ એટલે સર્જન કરવું! આકૃતિ ઈતિહાસનાં પૃષ્ઠો પર અંકિત થાય છે! ઓળખવા માટે કૃતિ ઉપરથી પહેચાન થાય! અમારા પૂ. આચાર્યદેવો, શાસનપ્રભાવક, વિદ્વાન, આદરણીય-પરમોપકારી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ.સા. વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. સાહિત્યકલારત્ન વિજયયશોદેવસૂરીશ્વરજી મ.સા. સપરિવાર પાલીતાણામાં ચાતુર્માસ બિરાજમાન હતા [૧૯૭૭] પૂ. આચાર્યદેવ પાસે નંદલાલભાઈ બેઠેલા. મને કહે, આ સાહિત્યના સર્જક છે. મેં આછા-આછા જોયા, તેઓએ નત મસ્તકે વંદન કયાં. મારું ચાતુર્માસ જેતપુર હોઈ ચાતુર્માસમાં ભગવતી મા પદ્માવતી ગ્રંથ છપાઈ રહ્યો છે, તે વિષે પત્ર આવેલ કિન્તુ મારી તબિયત નરમ રહેતી હતી તો બીજી બાજુ મારાં શિષ્યા સાધ્વીજી જુકળાશ્રીજી મ.ની સ્થિતિ પણ જીવલેણ બીમારીની હતી!ત્રણ વરસમાં પાછું સ્મરણમાં પણ નહોતું રહ્યું! સાધ્વીજીનું દેહાવસાન થયું, હૃદય વ્યથિત થયું. અમરેલી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંઘ તરફથી અત્યાગ્રહ થયો. અમરેલી આવેલ. ૨૦૫૦ની સાલમાં સૌરાષ્ટ્ર સમાચારમાં – નાગપુર ખાતે ગ્રંથનું વિમોચન થયું વગેરે સમાચાર જાયા. ભાવનગર પત્ર લખી શ્રી પદ્માવતી માતાના ગ્રંથની બે નકલ મંગાવી. શ્રી નંદલાલભાઈને પ્રત્યક્ષ રૂબરૂ નથી જ મળાયુંકિત પત્રવ્યવહારથી વધુ જાણ્યા ! તેમનો સાહિત્ય પ્રત્યેનો અદમ્ય ઉત્સાહ-ઉમંગ કોઈ અનેરો છે. છેલ્લા ત્રણેય ગ્રંથોમાં કોઈ અનેરી ભાત પાડી છે! દેશમાં વિવિધ સ્થળે જઈ જૈન ધર્મનાં પુસ્તકો, એને લગતી તમામ સામગ્રી એકઠી કરવી, અનેક પૂ. આચાર્ય ભગવંતોની પાસે જવું, તેમ જ ગ્રંથની સજાવટ કરવી વગેરે કાર્યોમાં તન-મન-ધન દ્વારા જે ભોગ આપી રહ્યા છે તે આપણા સંઘ માટે ગૌરવની વાત છે. તેમની જૈન ધર્મ અને જૈન દર્શન પર કેટલી અદ્દભુત-અખૂટ શ્રદ્ધા છે એ આવા મહામૂલા ગ્રંથો કહી આપે છે. શ્રી પદ્માવતીજી માતાનો ગ્રંથ, મહાઅચિંત્ય ગણધર ગૌતમસ્વામી ગ્રંથ અને પક્ષેન્દ્ર શ્રી માણિભદ્રવીર દેવ ગ્રંથ ! શ્રી નંદલાલભાઈએ કમાલ કરી છે, આપણને આશ્ચર્યમાં મૂકી દીધા છે ! એવું અનુપમ સર્જન કરી આપણા સંઘને–સંઘના ચરણે ઝવેરાત-રત્નનું ભેટલું ધર્યું છે ! તેઓની સૂઝ—બઝ ઉપર ઓવારી જવાય છે! બધું જ સરળ-સહેલું છે કિન્તુ ગ્રંથ પાછળ આર્થિક સહયોગ પ્રાપ્ત કરવો કઠિન છે ! તે માટે ભગીરથ પરષાર્થ–પ્રયત્ન જોર-જોરથી કરવો પડે છે! ખરેખર તે જ અનુમોદનીય છે!પ્રશંસાને પાત્ર છે !વધુ શું લખવું! પરમ તારક ૫રમાત્માની અનુપમ કૃપા તમારા પર વરસ્યા જ કરો! પૂ. ગુરુવર્યોના આશીર્વાદનો સ્ત્રોત વહેતો જ રહે ! ધર્મના પ્રભાવે તમારાં કાર્યોમાં શાસન સંરક્ષક દેવ-દેવીઓનું સાંનિધ્ય સદાય રહે ! એ જ મારા અંતરના ખોબલે-ખોબલે-ખોબલે આશીર્વાદ છે! શ્રદ્ધાબળ, વૈર્યબળ, આયુષ્યબળની વૃદ્ધિ થાઓ ! વિદુષી સાધ્વીજી પ્રિયંવદાશ્રીજી. મ.સા.નાં શિષ્યા, કરોડો મંત્રજાપના આરાધક સાધ્વીરત્ના સરળ સ્વભાવી પૂ. પદ્મયશાશ્રીજી મ.ના ધર્મલાભ, અમરેલી, શ્રી નેમિનાથ દેરાસર, આરાધના ભવન, હવેલી ચોક, સંવત ૨૦૫ર પોષ સુદ ૧૫ ગુરુવાર તા. ૨૩–૧–૯૭ (જન્મદિન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy