SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 287 પૂર્વેનો છેલ્લામાં છેલ્લો લેખ વિક્રમ સંવત ૧૯૭૫નો છે. આમ વિક્રમની બારમી સદીથી આરંભી વિક્રમની વીસમી સદી સુધીમાં પ્રત્યેક સદીના ઠીક ઠીક સંખ્યાના લેખો આ ગિરિરાજ ઉપર એકસાથે જોવા મળે છે. આ બધા અભિલેખો કાં તો સંસ્કૃતમાં છે કાં તો જૂની ગુજરાતીમાં છે કાં તો સંસ્કૃત-ગુજરાતી મિશ્રભાષામાં છે. મોટે ભાગે બધા અભિલેખો ધાર્મિક સ્વરૂપના છે. પરંતુ થોડા ઐતિહાસિક લેખોય છે જેમાં વિક્રમ સંવત ૧૨૮૮ના વસ્તુપાલ-તેજપાલના બે લેખો ધ્યાનાર્ડ છે. આ બધા લેખોના પાઠ આચાર્યશ્રી કંચનસાગરસૂરિજીએ સ્વયં ઉતાર્યા છે. સદીવાર લેખોનું વિભાજન આ લેખોમાં બારમી સદીનો માત્ર એક જ લેખ છે, જે દેરી નંબર પર/રના પરિકર ઉપર છે. તેરમી સદીના બાર લેખો છે. ચૌદમી સદીના છાસઠ લેખો છે. પંદરમી સદીના ઈકોતેર લેખો છે. સહુથી વધુ લેખો સોળમી સદીના છે જેની સંખ્યા એકસો એસીની છે. સત્તરમી સદીના એકસો અગિયાર લેખો છે. અઢારમી સદીના પાંત્રીસ, ઓગણીસમી સદીના ઓગણચાલીસ અને વીસમી સદીના વીસ લેખો છે. વર્ષનિર્દેશ વિનાના એકાવન લેખો છે. આ બધા લેખોમાં ક્રમાંક ૧,૧૦,૧૫,૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૫, ૩૧, ૧૨૮, ૧૩૯, ૧૦, ૧૭૩, ૪૮૭, ૪૮૯, ૪૯૦, ૪૯૪, ૪૯૫, ૫૪ અને ૫૫૩ના લેખો પ્રમાણમાં મોટા છે, જેમાંથી રેખાંકિત છ લેખો વિશેષ મોટા છે. લેખાંક ૪૩ થી ૫૮, ૬૦ થી ૭૦, ૭ર થી ૭૫, ૭૭ થી ૮૭, ૯૦ થી ૧૦૮, ૧૧૦ થી ૧૧૩, ૧૧૬ થી ૧ર૩, ૧૨૯ થી ૧૩૪, ૧૧ થી ૧૩, ૧૫ થી ૧૬૮ અને ૧૭૩ થી ૩૭ના લેખો બે ત્રણ કે ચાર પંક્તિથી મોટા નથી. લેખાંક ૩૭૭ થી ૪૦૦ સુધીના તો એક એક લીટીના છે. તો લેખાંક ૪૦૧ થી ૪૮૮ સુધીનાં લખાણો ઘણાં નાનાં છે. લેખાંક ૫૦૧ થી પ૪પના લેખો ખૂબ જ નાના અને અધૂરા લખાણયુક્ત છે. ૫૪૫ થી ૫૫ લેખાંકો પણ આ જ પ્રકારના છે. લેખાંક પદ થી પ૮નાં લખાણો સંપૂર્ણ પાઠયુક્ત છે. રાજકીય માહિતી લેખાંક ૧ ઐતિહાસિક છે, જેમાં મુસ્લિમ અને હિન્દુ શાસકોનાં નામોનો નિર્દેશ છે. લેખાંક ૧૧ માં બાબુરી બાદશાહ અકબરે યાત્રાકર માફ કર્યાનો ઉલ્લેખ છે અને સકલ જંતુને અભયદાન બક્ષ્યાનો નિર્દેશ છે. લેખાંક ૧૧, ૨૧, ૩ર, ૧૨૭, ૧૪૩, ૧૪૩ અને ૫૮માં બાદશાહ અકબરનો અને લેખાંક ૧૩, ૧૫ થી ૧૮, ૨૧-રર, ૨૫, ૫૯, ૧૨૮, ૧૪૧, ૧૪૩, ૧૫૮ અને ૧૭૩માં બાદશાહ જહાઁગીરનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ગોહિલવંશ (લેખાંક ૧૬૪) કલ્યાણમલજી (લેખાંક ૪૫) ગોહિલરાજ (લેખાંક ૧ર૬), પ્રતાપસિંઘ (લેખાંક ૧૫૩) માનસિંઘ (લેખાંક ૩૯) વગેરે રાજાઓના નિર્દેશો જોવા મળે છે. આ ઉપરાંત કુંભરાજા, મઝાદખાન, બહાદુરશાહ, મદાફરશાહ (સંભવતઃ મુઝફફરશાહ), મહિમૂદ (અર્થાત મહમૂદ) જેવાં રાજનામો પણ હાથવગાં થાય છે. લેખાંક ૪૮૯ અને ૪૯૦ વસ્તુપાલ-તેજપાલના છે અને તે વિક્રમ સંવત ૧૨૮૮ના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy