________________
286
તપાગચ્છાધિષ્ઠાયક
વગેરે પેટાપ્રકારો પથ્થરલેખના છે. સિક્કા માટે સોનું, ચાંદી, તાંબુ, પોટન કે સીસું વપરાયેલું જોવા મળે છે. પત્રલેખોના પેટા પ્રકારમાં તામ્રપત્ર સૌથી વધારે જાણીતું છે. તે ઉપરાંત રજતપત્ર, તાડપત્ર, ભૂર્જપત્ર, કર્પટ (કાપડ)પત્ર વગેરેનો સમાવેશ થાય છે. આમ માટી–પથ્થર–ખડક– ધાતુ-લાકડું-પાન વગેરે પદાર્થો ઉપર કોતરેલું લખાણ તે અભિલેખો. આ ભૂમિકાના સંદર્ભમાં અહીં શત્રુંજય ઉપરના અભિલેખોની ચર્ચા પ્રસ્તુત છે.
કંચનસાગરસૂરિનો પુરુષાર્થ - શત્રુંજયગિરિ ઉપર સ્થિત મંદિરો અને પ્રતિમાઓ ઉપરના લેખોનો સંગ્રહ આગમોદ્ધારક શિશુ આચાર્ય શ્રી કંચનસાગરસૂરિ મહારાજ લિખિત શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ -સ્થાપત્યકળામાં શ્રી શત્રુંજય' નામના સંવત ૨૦૩૮ (ઈસ્વી ૧૯૮૨ અને વીર સંવત ૨૫૦૮)માં આગમોદ્ધારક ગ્રંથમાળા-કપડવંજ તરફથી પ્રકાશિત થયેલા ગ્રંથમાં જોવા મળે છે. અહીં આ લેખમાં આ ગ્રંથમાં સંગૃહીત લેખોનો ઉપયોગ કર્યો છે.
મંદિરો અને પ્રતિમાઓ
જૈન પરંપરા મુજબ આ પર્વત ઉપર અનેક તીર્થંકરો, ચક્રવર્તીઓ, વિદ્યાધરો અને ખ્યાત રાજાઓ પદાર્પણ કરી ગયા છે. તેથી પશ્ચિમ ભારતનું આ સહુથી મહત્ત્વનું જૈનતીર્થ છે, જેના ઉપર નવ ટૂક છે. પ્રત્યેક ટૂક આગવી દીવાલથી રક્ષિત છે અને બધી ટ્રકોને આવરી લેતો સળંગ કોટ પણ છે. બધાં મળીને આશરે એક હજાર દેવાલયો અહીં છે અને બધી મળીને આશરે અગિયાર હજાર પ્રતિમાઓ એમાં પ્રતિષ્ઠિત છે, જેમાં ૫ પ્રતિમા ધાતુની છે. સથી વધુ પ્રતિમાઓ ૪૩૩૯ દાદાની ટૂંક ઉપર છે. બીજા નંબરે ૩૦૧૧ પ્રતિમા મોતીશાની ટૂક ઉપર છે અને સહુથી ઓછી, ૪૮ પ્રતિમા છીપાવસહીની ટૂક ઉપર છે. અહીં પાસે પાસે આવેલાં સંખ્યાબંધ દેવાલયોને કારણે આ પર્વત મંદિરનગર બન્યો છે. વિશ્વમાં કદાચ આવું ગિરિમંદિરનગર મળવું મુશ્કેલ છે. સરૂપ કલાઓની દષ્ટિએ પણ આ મંદિરનગર અભ્યાસીઓને આકર્ષે છે. આમાંનાં કેટલાંક મંદિર સોલંકીકાળ દરમિયાન અને મોટા ભાગનાં અર્વાચીન સમયમાં બંધાયેલાં છે. આ બધાં બાંધકામો (નવનિર્માણ) અને સમારકામો (જીર્ણોદ્ધાર)ની વિગતો વિશેષતઃ તો ચૌલુક્યા અને અનુચૌલુક્ય પ્રબંધસાહિત્યમાં વિસ્તારથી જોવા મળે છે. અભિલેખો પણ આમાંની કેટલીક માહિતીને સમર્થે છેઅહીંનાં મોટાભાગનાં મંદિરોનું એટલી હદે સમારકામ થયેલું છે કે જેને કારણે કલાના ઇતિહાસની દષ્ટિએ એણે મૂલ્ય ગુમાવ્યું છે. ઇતિહાસ-સંસ્કૃતિની દષ્ટિએ આંચકો આપે એવી આ હકીકત છે. આમ આ ઐતિહાસિક મંદિરનગરીનાં પૂર્વકાલીન સ્થાપત્યોએ એની પૂર્વકાલીનતાનો માહોલ ગુમાવી દીધો છે. એટલે આ ઇમારતોના સ્થાપત્યકીય અભ્યાસ માટે આપણે ડૉ. જેમ્સ બર્જેસના ગ્રંથ ' શત્રુંજય' (ઈ.સ. ૧૮૨૯)ની સહાય લેવી જ પડે.
આચાર્યશ્રી કંચનસાગરસૂરિજીના ગ્રંથમાં પ૮૬ લેખોનો પાઠ આપવામાં આવ્યો છે. આ બધા લેખોમાં સહુથી જૂનામાં જૂનો લેખ વિક્રમ સંવત ૧૧૯૦નો છે અને નવી ટૂકની સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org