SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 285 સહસ્ત્રકમલ, સહસ્ત્રપત્ર, સિદ્ધક્ષેત્ર, સિદ્ધરાજ, સિદ્ધશેખર, સિદ્ધાચલ, સુભદ્ર, સુમતિ, સુરકાંત, સુરગિરિ, સૌંદર્યગિરિ, હસ્તગિરિ અને હેમગિરિ. બે નામ વિશેષ જાણીતાં અહીં એ નોંધવું જોઈએ કે આ બધાં જ નામના જે અર્થ થાય છે તે બધાં જ લક્ષણો આ તીર્થને લાગુ પડે છે. અર્થાત્ નામ પ્રમાણેના ગુણ આ તીર્થગિરિમાં જોવા મળે છે. આ તીર્થની આ જ વિશેષતા છે. સંભવ છે કે જગતના કોઈ તીર્થસ્થળ કે પર્વત કે નગરને આટલાં બધાં નામ સંપ્રાપ્ત ભાગ્યે જ થયાં હશે. પણ આ નવાણું નામોમાંથી બે નામ લોકમુખે વિશેષ ચડેલાં છે. તે છે શત્રુંજય અને પુંડરીક. ' શ્રી શત્રુંજય લઘુકલ્પ' નામના પ્રાકૃતભાષી ગ્રંથમાં રપમાંથી પ્રથમ બે શ્લોક આ પર્વતના વર્ણન સંબંધે ધ્યાનાર્હ છે: अइमुत्तय केवलिणा कहियं सित्तुंजय तित्थ माहप्पं । नारयरिसिस्स पुरओ, तं निसुणह भावओ भाविआ ।।१।। सेत्तुंजे पुंडरिओ सिद्धो मुणि कोडि पंच संजुत्तो । चित्तस्स पुण्णिमाओ, सो भणइ, तेण पुंडरिओ ।।२।। અર્થાત્ જેનું વર્ણન શ્રી અઈમુત્તા કેવલી ભગવાને નારદઋષિ સમક્ષ મુક્તકંઠે કર્યું છે એવા શત્રુંજય તીર્થનું માહાભ્ય ભાવપૂર્વક સાંભળો (૧) શ્રી શત્રુંજય તીર્થ ઉપર ચૈત્રી પૂર્ણિમાને દિવસે પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિદ્ધ થયા તેથી તે (શત્રુજય) પુંડરીકગિરિના નામથી ઓળખાય છે (૨). શત્રુંજયગિરિની અજોડતા અને અદ્વિતીયતા વિશે પણ બે શ્લોક ધ્યાનાર્હ છે : यस्तुगैरति शोभते जिनगृहै: पंक्तिस्थितैरुज्वलै नान्यो येन समो गिरिस्त्रिभुवने प्रौढप्रभावान्वितः ।। यस्मिन् सिध्धिवधूता मुनिवरैः श्री पुंडरीकादिभि स्तं शत्रुजयशैलराजमनिशं वन्दे मुदा पावनं ।। અર્થાત્ ઊંચા, શોભાયમાન, પંક્તિબદ્ધ રહેલા અને ઉજ્વલ એવાં જિનમંદિરો વડે આ ગિરિરાજના સરખો પ્રૌઢપ્રતાપયુક્ત બીજો ગિરિ ત્રણ ભુવનમાં નથી, કારણ કે આ ગિરિરાજ ઉપર શ્રી પુંડરીક ગણધર વગેરે મુનિવરો મોક્ષવધૂને પામેલા છે. એવા આત્માને પવિત્ર કરનાર શ્રી શત્રુંજય ગિરિરાજને હર્ષથી હંમેશાં વંદન કરું છું. (શ્રી આગમોદ્ધારક વિરચિત). અભિલેખોના અધ્યયનનું મહત્ત્વ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ તેમ જ આલેખનમાં અભિલેખો એક શ્રેષ્ઠ સાધન ગણાયું છે. અભિલેખોના મુખ્ય ત્રણ પ્રકાર છે : પથ્થરલેખ, સિક્કાલેખ અને પત્રલેખ, શિલાલેખ, ખડક (શેલ)લેખ, સ્તંભલેખ, પ્રતિમાલેખ, સ્મારક (પાળિયા)લેખ, મુર્ભાલેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy