SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ 284 પ્રતિમાલેખોની ટૂંકી વહી અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. શત્રુંજય–એક મંદિરનગર ભાવનગર જિલ્લામાં શત્રુંજયની ગિરિમાળાની સોડમાં એક નગર–પાલિતાણા વસેલું છે. કુદરતી સૌંદર્યની દષ્ટિએ મનહર એવું આ સ્થળ જૈન તીર્થ તરીકે પ્રખ્યાત છે, જૈનેતરો માટે મહત્ત્વનું પ્રવાસધામ પણ છે. આ નગરનું મહત્ત્વ શત્રુંજયગિરિને કારણે છે. આશરે ૬૫ મીટર ઊંચા આ પર્વત ઉપર નાનાંમોટાં આશરે ૮૬૩ જિનમંદિરો છે. પર્વત ઉપર વસેલું મંદિરોનું આવું નગર વિશ્વની અજાયબીઓમાંની એક અજાયબી છે. તપાગચ્છાધિષ્ઠાયક પાલિતાણાનું પૂર્વનામ પાલિતાણા નગરનું પૂર્વનામ પાદલિપ્તપુર. જૈનધર્મના પ્રભાવક આચાર્ય પાદલિપ્તસૂરિ મૂળ પાટલીપુત્રના; પણ વિહાર કરતાં કરતાં ગુજરાતમાં ઢાંક નામના સ્થળે પધાર્યા હતા. અહીં જૈનાચાર્ય નાગાર્જુન પાસેથી રસસિદ્ધિ પ્રાપ્ત કરી અને ગુરુની યાદમાં શત્રુંજયગિરિ ઉપર એમની મૂર્તિ પધરાવી. તીર્થંકર શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરી અને તળેટીમાં પોતાની સ્મૃતિમાં પાદલિપ્તપુર નામનું નગર વસાવ્યું, જે આજનું પાલિતાણા. શત્રુંજયગિરિ ઉપર સંખ્યાબંધ જૈનાચાર્યોએ અંતિમ શ્વાસ લીધા હોવાનું (અનશન કરી કાળધર્મ પામ્યા હોવાનું) જણાય છે. પર્વત ઉપર આવેલાં જિનાલયોમાં સૌથી પવિત્ર અને મુખ્ય છે શ્રી આદીશ્વરનું મંદિર. શત્રુંજય ઉપરનાં જિનાલયોનું સ્થાપત્ય, એની કોતરણી, એમાં પ્રસ્થાપિત તીર્થંકરોની મનભર-મનહર પ્રતિમાઓ, તેમના શણગાર – આ બધું સ્વચ્છતા અને કુદરતી સૌન્દર્યના સાંનિધ્યમાં અનુપમ દીપી ઊઠે છે. કાર્તિકી પૂર્ણિમા, ફાગણ સુદ તેરસ, ચૈત્રી પૂર્ણિમા અને અક્ષય તૃતીયાના દિવસે અહીં મેળા ભરાય છે. શત્રુંજયતીર્થના નવાણું નામ શત્રુંજયતીર્થનાં ૧૦૮ નામોમાંથી ૯૯ ઉપલબ્ધ છે ઃ અકર્મક, અકલંક, અચલ, અજરામર, અનંતશક્તિ, અભયકંદ, અભિનંદ, અમરકેતુ, અષ્ટોત્તરગિરિ, આનંદ, આનંદઘર, ઇન્દ્રપ્રકાશ, ઉજ્વલગિરિ, કદંબગિરિ, કપર્દીવાસ, કર્મક્ષય, કર્મસૂદન, કંચનગિરિ, કેવલદાયક, કૈલાસ, કોડીનિવાસ, ક્ષેમંકર, ગજચંદ્ર, ગુણકેતુ, ચર્મગિરિ, જગતારણ, જયન્ત, જયાનંદ, જ્યોતિસ્વરૂપ, ઢંકિંગરિ, તમોકંદ, તાલધ્વજગિરિ, દુઃખહર, દૃઢશકિત, પર્વતરાજ, પાતાલમૂલ, પુણ્યકંદ, પુણ્યરાશિ, પુરુષોત્તમ, પુષ્પદંત, પુંડરીકગિરિ, પૃથ્વીપીઠ, પ્રિયંકરગિરિ, પ્રીતિમંડલ, બાહુબલી, ભગીરથ, ભદ્રંકર, ભવતારણ, ભવ્યગિરિ, મણિકાંત, મરુદેવી, મહાગિરિ, મહાજય, મહાતીરથ, મહાનંદ, મહાપદ્મ, મહાપીઠ, મહાબલગિરિ, મહેન્દ્રધ્વજ, મહોદય, માયવંત, મુક્તિનિકેતન, મુક્તિનિલય, મુક્તિરાજ, મેરુમહીધર, યશોધરિગર, રાજરાજેશ્વર, રૈવતગિરિ, લોહીગિરિ, વિજયભદ્ર, વિજયાનંદ, વિભાસ, વિમલાચલ, વિલાસભદ્ર, વિશાલ, વિદ્યાનંદ, શતકૂટ, શતપત્ર, શત્રુંજય, શાશ્વતગિરિ, શિવશંકર, શ્રીપદ, શ્રેષ્ઠગિરિ, સર્વકામદ, સર્વાર્થ સિદ્ધગિરિ, સહજાનંદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy