SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 283 તનમનના શુદ્ધીકરણ માટે માનવજીવનમાં દરેક તબક્કે તીર્થસ્થાનો અને પ્રવાસધામોનું માહાભ્ય સ્વીકારાયું છે. પ્રત્યેક ધર્મ-સંપ્રદાયે પણ એનું મહત્ત્વ આત્મસાત્ કર્યું છે. જીવનની રોજિંદી ધાંધલ-ધમાલથી દૂર લઈ જઈ આત્મશાંતિ અર્પનાર તીર્થયાત્રા કે પ્રવાસસ્થાનની મુલાકાત એક અમોલ ઔષધિ છે. ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું માહામ્ય આથી સ્વાભાવિક જ અનેરું છે. આમ તો બધા લોકોમાં તીર્થસ્થાનનું મહત્ત્વ-મૂલ્ય સરખું જ છે. આથી ભારતમાં બધા ધર્મોના ભક્તોએ તથા સાધુઓએ તીર્થોના વિકાસમાં ફાળો આપ્યો છે. પેઢી દર પેઢી ભક્તો અને સંતો તીર્થોના શણગારને વધારતા રહ્યા છે. ટૂંકમાં તીર્થસ્થાન હંમેશાં વિકસતી પ્રક્રિયા છે. ભાવનગર જિલ્લામાં આવેલું નગર પાલિતાણા અને ગિરિ–પર્વત શત્રુંજય આવું એક વિકસતું તીર્થ છે. જૈનધર્મમાં તીર્થયાત્રાઓનું મહત્ત્વ સવિશેષ પ્રાપ્ત થાય છે. આ ધર્મના શ્રમણસંઘે અને શ્રાવકસંઘે તીર્થોની જાળવણી અને નવરચનામાં ખૂબ જ ઉમદા ફાળો આપ્યો છે. જૈન સાધુઓના વિહાર અને ચાતુર્માસ જૈન સાધુઓ કોઈ પણ સ્થળે લાંબા સમય સુધી સ્થાયી રહી શકતા નથી. ફક્ત ચાતુર્માસ દરમિયાન જ તેઓ જે તે સ્થળે સ્થાયી રહી શકે છે. આ રીતે જૈન સાધુઓ વર્ષનો મોટો ભાગ વિહારમાં–વિચરવામાં વ્યતીત કરે છે. તેઓ આ પગપાળા વિહાર દરમિયાન એક ગામથી બીજે ગામ, એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જાય છે, તેથી તેમને વિધવિધ સ્થળો–સ્થાનો–નગરો-ગામોનો પરિચય થાય છે, વિવિધ સંસ્કૃતિઓનો સમાગમ થાય છે. આ ઉપરાંત વિહાર દરમિયાન માર્ગમાં આવતાં શિલ્પ-સ્થાપત્યો, પુરાતન અવશેષો, ઐતિહાસિક સ્થળો વગેરેનો અભ્યાસ કરવાની તક સાંપડે છે. સમાજની વિભિન્ન રહેણીકરણી અને રીતરિવાજોનો પરિચય થાય છે. આ સાથે માર્ગમાં આવતાં ગામોના જ્ઞાનભંડારોનો અલભ્ય લાભ પ્રાપ્ત થાય છે, જેથી અન્વેષણની અનુકૂળતા રહે છે. વળી ચાતુર્માસના સ્થાયી વસવાટથી લેખન-સર્જનકાર્ય પણ સારી રીતે સંપન્ન કરવાની તક મળે છે. આમ જૈન સાધુઓને વિહારની અનુકૂળતા અને ચાતુર્માસના સ્થિરવાસની મળેલી વિશિષ્ટ તક, તેમાંના ઘણાખરાની જિજ્ઞાસાવૃત્તિ અને પ્રવૃત્તિશીલતા તેમ જ ઇતિહાસ પ્રત્યેની રુચિ અને દષ્ટિને પોષક નીવડી છે. તેથી તીર્થસ્થાનોનો સામાન્ય પરિચય, મંદિરો અને પ્રતિમાઓનું સૂક્ષ્મ વર્ણન તેમ જ મંદિરરચના અને પ્રતિમા–સ્થાપનના લેખોનું વાચન તથા સંપાદન જેવા ઇતિહાસ અને સંસ્કૃતિના ઘણા ગ્રંથોમાં જૈન સાધુઓનો વિશિષ્ટ ફાળો રહ્યો છે. જો કે ખાસ કરીને તીર્થો અને તીર્થસ્થાનોનું વર્ણન અને તેના માહાભ્યનું ગૌરવ ગાતા ગ્રંથોનું બાહુલ્ય સવિશેષ છે. ઇતિહાસની દષ્ટિએ પણ આ પ્રકારનાં પુસ્તકોનું મહત્ત્વ જરાય ઓછું નથી; કારણ, તેમાં માત્ર તીર્થોનું કે મંદિરો-પ્રતિમાઓનું વર્ણન જ નથી, પણ પ્રતિમાલેખો કે મંદિરલેખોનો અભ્યાસ, સ્થળોનું ભૌગોલિક વર્ણન, સ્થળનામોનો પૂર્વકાલીન–સમકાલીન પરિચય, તત્કાલીન રાજકારણનો આછો ઉલ્લેખ, સમાજજીવનનું આલેખન અને જૈનેતર તીર્થોનાં વર્ણનોનો સમાવેશ જેવી ઇતિહાસોપયોગી ઘણી માહિતી મળે છે. આ દષ્ટિએ શત્રુંજયગિરિ સ્થિત મંદિરલેખો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy