SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ 282 તપાગચ્છાધિષ્ઠાયક ' શa જય મહાતીર્થ અને 'અભિલેખોથી પ્રાપ્ત માહિતી ડૉ. રસેશ જમીનદાર અલબત્ત, જૈન શ્રમણોએ લખેલાં તીર્થવર્ણનો, ધર્મગ્રંથો, પ્રવાસ–વૃત્તાતો કે અભિલેખો જૈનધર્મને કેન્દ્રમાં રાખીને લખાયાં હોવા છતાંય એમાંથી ઇતિહાસોપયોગી વિગતો ઓછેવત્તે અંશે હાથવગી થતી જ રહે છે. આ દષ્ટિએ ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં શત્રુંજયનું આગવું મહત્ત્વ રહ્યું છે. આ મંદિરનગરની સ્થાપત્યકલા અને અભિલેખોની વિપુલતા અન્વેષકો માટે એક પ્રયોગશાળાનું સ્થાન ધરાવે છે. અહીંનાં મંદિરો અને મૂર્તિઓ ઉપર ઉકીર્ણ એવા ૫૮ અભિલેખોના પૃથક્કરણનો પ્રયાસ થયો છે. આ બધા લેખોમાં સૌથી જૂનો લેખ વિ.સં. ૧૧૯૦ નો છે; જ્યારે છેલ્લો લેખ વિ.સં. ૧૯૪૦નો છે. ઈશુની ૧૨મી સદીથી આરંભી લગભગ પ્રત્યેક સદીના ઠીક સંખ્યાના લેખો પર્વતસ્થિત આ મંદિરનગરમાં જોવા મળે છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષાના, ધાર્મિક સ્વરૂપના અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પૃથક્કરણાત્મક રીતે પ્રસ્તુત થયેલ આ લેખના લેખક ડૉ. રસેશભાઈ જમીનદાર ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના સન્માનનીય રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. અભિલેખો અને સિક્કાવિજ્ઞાન એમના અન્વેષણના મુખ્ય વિષયો છે. દફતરવિદ્યાના વિકાસમાં એમનો ફાળો નોંધપાત્ર છે. દિલ્હીસ્થિત ભારતીય ઇતિહાસ અન્વેષણની સંસ્થા ઈડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એમની સેવા લીધી છે. ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકેની ત્રણ દાયકાની તેમની યશસ્વી અન્વેષણ કારકિર્દી પ્રશંસનીય બની છે. અભિલેખવિદ્યા અને દફતરવિદ્યાના ક્ષેત્રે ડૉ. જમીનદારનું પ્રદાન ધ્યાનાર્હ છે. વીસેક જેટલા ગ્રંથો અને ત્રણસોથી વધારે અન્વેષિત લેખો દ્વારા એમણે ગુજરાત અને ભારતના ઇતિહાસ અંગેના ઘણા બધા યક્ષપ્રશ્નો વિષે ભારે મોટું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. - સંપાદક તીર્થસ્થાનનું મહત્ત્વ આપણી સંસ્કૃતિનાં પ્રવાસધામો અને તીર્થસ્થાનો આગવાં અંગો છે. ભ્રમણવૃત્તાંતોએ આ બંનેનો મહિમા પ્રસ્થાપિત કર્યો છે. કોઈ પણ રાષ્ટ્રના ઇતિહાસમાં ભ્રમણવૃત્તાંતો સારી પેઠે પ્રમાણભૂત મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy