SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ 280 તપાગચ્છાધિષ્ઠાયક ઊજમબાઈની ટૂક : નંદીશ્વર દ્વીપની ટૂક તરીકે ઓળખાતી હેમાભાઈ શેઠનાં બેન ઉજમબાઈએ આ ટૂક બંધાવી છે. વિ.સં. ૧૮૯૩માં આ મંદિર તૈયાર કરેલું છે. ચૌમુખજીની ટૂકઃ આ ટૂક સવા-સોમચંદજીની ટૂક તરીકે પણ ઓળખાય છે. સૌથી ઊંચું શિખર આ ટૂકનું છે. વંથલીના શેઠ સવચંદ અને અમદાવાદના શેઠ સોમચંદે આ ટૂક બંધાવી છે, જેની પાછળ ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. આ ઉપરાંત શ્રી શત્રુંજય ઉપર શેઠ સાકરચંદની ટૂક, કેશવજી નાયકની ટૂક અને છીપાવસહીની ટૂક આવેલી છે. આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ પર સેંકડો જિનમંદિરો આવેલાં છે. વળી, એ મંદિરોની કારીગરોની કારીગરી, તેનું શિલ્પ, તેની સજાવટ, તેનો એક એક ગોખ અને સ્થંભ બહુમૂલ્ય ગણાય છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં મંદિરો અને પરમાત્માનાં દર્શન થાય છે. આથી જ આ ગિરિરાજને જિનમંદિરોનું નગર કહેવામાં આવે છે. આ બધાં મંદિરો એ સમયે.બંધાયેલાં છે કે જે સમયમાં આજના જેવાં સાધનો અને વાહનો નહતાં. માનવબળ, બુદ્ધિ, શ્રદ્ધા અને દિવ્ય ભાવનાઓ દ્વારા આ ભવ્ય મંદિરોની નગરી ઊભી થઈ છે. આ મંદિરો એટલાં ભવ્ય છે કે દર્શન કરતાં મન ધરાતું નથી. ' શ્રી શત્રુંજી મહાતીર્થની દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની પ્રદક્ષિણા દ્વારા પણ યાત્રા થાય છે. શ્રી શત્રુંજયની અનેક પાગ છે. ઘેટીની પાગ, રોહીશાળાની પાગ અને શત્રુંજય નદીની પાગ મુખ્ય ગણાય છે. ઘેટીની પાગ કે જ્યાં જવા માટે ગિરિરાજની પશ્ચિમ બાજુની બારીએથી ઊતરવાનો રસ્તો છે. નીચે ઊતરે એટલે મૂળ ઘેટીની ટૂકે શ્રી ઋષભપ્રભુનાં પગલાં છે. હવે તો ત્યાં પણ ભવ્ય મંદિરો બંધાયાં છે. શ્રી શત્રુંજય ગિરિરાજના કોઈપણ ભાગ ઉપર ઊભા રહી જોઈએ તો હજારો મંદિરોનું બહુ સુંદર દિવ્ય અને આશ્ચર્યજનક દશ્ય દેખાય છે. આજે જગતમાં ભાગ્યે જ એવો કોઈ પર્વત હશે જેના ઉપર આવાં પ્રાચીન, અલૌકિક, સેંકડો ભવ્ય મંદિરો હોય. પર્વત ઉપરથી ચારે બાજુ મનોહારી દશ્ય નજરે પડે છે. પશ્ચિમ દિશા તરફ જોતાં બાવીસમા તીર્થપતિ શ્રી નેમિનાથ પ્રભુની દિવ્ય તપોભૂમિ રેવતગિરિ ગિરનાર દેખાય છે. એક બાજુ કદમ્બગિરિના, બીજી બાજુ હસ્તગિરિના, તો ત્રીજી બાજુ તાલધ્વજ ગિરિનાં સુંદર દર્શન થાય છે. નીચે હસતી, રમતી ખેલતી વિશાળ પટ્ટમાં વહેતી શેત્રુંજી નદી દેખાય છે. કેવું એ સુંદર, અનુપમ દેશ્ય છે! શ્રી સિદ્ધાચલ શત્રુંજયગિરિનાં દર્શન, વંદન, સ્પર્શન કરતાં કરતાં પરમ પાવન શ્રી તીર્થાધિરાજનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવનો અને સમર્પણવૃત્તિનો મહાસાગર હિલોળે ચઢે છે. આ મહાતીર્થ જુગજૂના ઉજ્વલ ઇતિહાસનો સાક્ષી છે. એના અણુએ અણુમાં પવિત્રતાનો પ્રકાશ ભર્યો છે. કાંકરે કાંકરે અનંતા આત્માઓએ સિદ્ધિપદને પામી આ જગ્યા પાવન કરી છે. ભવ્યજીવોનાં જનમોજનમનાં પાપને ભસ્મીભૂત કરનાર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિનાં સ્તવન, પૂજન, અર્ચન, વંદન, વર્ણન અને મહિમા આત્માના અનંતાઅનંત પાપસમૂહનો નાશ કરનારા 9 શ્રી શત્રુંજય મહાતીર્થની પવિત્રતા કેટલી મહાન હશે? જેનાં ગુણલાં શ્રી અરિહંત પરમાત્મા પોતે ગાય. ધન્ય છે એવા મહાપવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનાં ગુણલાં ગાનારને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy