SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ 278 તપાગચ્છાધિષ્ઠાયક રતનપોળમાં દાદાનાં દર્શન સન્મુખ જતાં પગથિયાં ચઢતાં મોટો ચોક ઓળંગી દાદાના દરબારમાં દાખલ થવાય છે. શ્રી આદીશ્વર ભગવાનનું આ મુખ્ય દેરાસર ખૂબ જ ભવ્ય છે. ગગનચુંબી ઊંચા મનોહર શિખરવાળું, ઘુમ્મટોની હારમાળાઓથી સુશોભિત આ મુખ્ય મંદિર જેની અંદર ચૌદમા ઉદ્ધારના સમયની મૂળનાયક શ્રી આદીશ્વર પરમાત્માની પ્રતિમા અલૌકિક અને ચમત્કારી છે. | "માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂરતી મારું મન લોભાણું છે." શ્રી આદીશ્વર દાદાનાં દર્શન કરતાં હૃદય નાચી ઊઠે છે. આત્મા પ્રફુલ્લ બને છે, જગતનાં સુખદુઃખ ભૂલી જવાય છે, ભાવનાઓનાં દિવ્ય સંગીત હૈયામાં ગુંજવા લાગે છે. પરમાત્માનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરવાની ઊર્મિઓ જાગૃત થાય છે. એવો તો અપૂર્વ આનંદ ઊભરાય છે કે દર્શન કરતાં મન ધરાતું નથી. બસ જોયા જ કરીએ, જોયા જ કરીએ-જાણે હૈયામાંથી અવાજ ગુંજતો હોય, "તને છોડીને કયાં જઈએ પ્રભુજી મારા, તને છોડીને કયાં જઈએ." શ્રી આદીશ્વર દાદાના મંદિરની પાછળ રાયણવૃક્ષ નીચે શ્રી આદીશ્વર પરમાત્માનાં પુનિત પગલાં છે. આ પગલાં કર્માશાએ સંવત ૧૫૮૭માં પધરાવેલાં છે. " રાયણ રૂડી રે, જિહાં પ્રભુ પાથ ધરે, વિમલગિરિ વંદો રે, દેખત દુઃખ ટળે." આ રાયણવૃક્ષ ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુથી ભૂષિત છે. આ પવિત્ર વૃક્ષની નીચે શ્રી ઋષભદેવ પરમાત્મા અનેક વખત સમવસર્યા હતા. તેના દરેક પત્ર, પુષ્પ અને શાખા પર દેવતાઓનો વાસ છે. આ વૃક્ષ ' મહાસિદ્ધિ ને આપનાર છે. દાદાની મુખ્ય ટૂકમાં ત્રણ પ્રદક્ષિણા દેવાથી નાનાંમોટાં મંદિરો અને પ્રતિમાઓનાં દર્શન થાય છે, જેમાં મુખ્ય મંદિરો આ પ્રમાણે છે – (૧) સહકૂટનું મંદિર, (ર) સીમંધરસ્વામીનું મંદિર, (૩)નવા આદીશ્વરનું, (૪) મેરુશિખર, (૫) સમેતશિખર, (૬) ગણધર પગલાં, (૭) ભાથાનું મંદિર, (૮) બાજરિયાનું મંદિર, (૯) વીસ વિહરમાન, (૧૦) અષ્ટાપદનું મંદિર, (૧૧) પુંડરીકસ્વામીનું મંદિર અને (૧૨) નવું બનેલું શ્રી આદીશ્વર પરમાત્માનું મંદિર, - દાદાની ટૂકમાં નાનાંમોટાં ૫ દેરાસરો અને લગભગ ૩૦૦ દેરીઓ છે, જેમાં પ૭00 જેટલી પ્રતિમાઓ છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પર આવેલાં જુદાં જુદાં મંદિરોના જૂથને ટૂક નામથી ઓળખવામાં આવે. જેમ કે, નરશી કેશવજીની ટૂકઃ આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૨૧માં થઈ છે. આ ટ્રકમાં મુખ્ય બે દેરાસર છે. લગભગ ૭૫ દેરીઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy