SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 277 પગથિયું ચડતા જઈએ તેમ આત્મામાં અનેરો ઉલ્લાસ વધે, થાક દૂર દૂર ભાગી જાય, આત્મા પાવન થઈ જાય અને હૈયામાં એક શ્રી આદિનાથનું રટણ લાગી જાય. પરમાત્માના સહારે શ્રી શત્રુંજયગિરિનાં ગુણલા ગાતો આતમ દાદાના દરબારે પહોંચી જાય અને પરમાત્માનાં દર્શન કરી ધન્ય બની જાય. શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા જય તળેટીથી શરૂ થાય છે. જય તળેટીના પગથાળમાં બંને હાથીઓ જાણે યાત્રાળુઓને આવકારતા હોય એમ શોભી રહ્યા છે. ત્યાં પરમાત્માનાં પગલાં છે. ભાગ્યશાળીઓ ત્યાં ચૈત્યવંદન કરી ઉપર ચઢવા લાગે છે. થોડાંક પગથિયાં ચઢતાં જ અજીમગંજના રાયબહાદુર બાબુ સાહેબે પોતાનાં માતુશ્રીના સ્મરણાર્થે બંધાવેલું ભવ્ય દેરાસર) આવે છે, જે બાબુના દેરાસર નામે ઓળખાય છે. આ વિશાળ પ્રાસાદે મૂળનાયક શ્રી આદીશ્વર પરમાત્મા છે. વિ.સં. ૧૯૫૦ના મહા સુદિ દસમની અહીં પ્રતિષ્ઠા થઈ છે. બાબુના દેરાસરથી બહાર નીકળતાં સામે શ્રી સમવસરણ મહામંદિરનું ભવ્ય નિર્માણ થયું છે. અહીંથી ઉપર ચઢતાં, બીજા વિસામાની સામે ભરત ચક્રવર્તીનાં પગલાં છે. ત્રીજા વિસામે ચઢતાં શ્રી નેમિનાથ ભગવાન અને વરદત્ત ગણધર તથા શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. પાંચમા વિસામાની સામે શ્રી ઋષભદેવ સ્વામીનાં પગલાં છે. અહીં કુમારપાળ મહારાજાનો કુંડ છે. ત્યાંથી આગળ જતાં હિંગળાજનો હડો આવે છે. પહેલાં તો આ રસ્તો ખૂબ મુશ્કેલ હતો; પણ હવે નવો રસ્તો થવાથી ચઢાણ ઓછું લાગે છે. આગળ ચઢતાં છાલા કુંડના નાકે દેરીમાં ચાર શાશ્વતા પ્રભુનાં પગલાં છે. નવા રસ્તે આગળ વધતાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા પદ્માવતી દેવીનું મંદિર આવે છે. ત્યાંથી આગળ વધતાં જૂના-નવા રસ્તાના સંગમ પર દ્રાવિડ અને વારિખિલ્લની દેરી બાંધેલી છે. આગળ જતાં વિસામો અને કુંડ ઓળંગ્યા પછી દેરીમાં પાંચ કાઉસગ્ગિયા છે. હનુમાનધારા પર વડ નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. અહીંથી ડાબી બાજુએ રામપોળ તરફ જવાનો રસ્તો છે અને જમણી બાજુએ નવટૂક તરફ જવાનો રસ્તો છે. તળેટીથી શિખર પહોંચવાનો રસ્તો લગભગ સવા–બે માઈલનો છે. ૩૭૫૦ પગથિયાં છે. આ તીર્થનો સમગ્ર વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. રામપોળમાં પ્રવેશ કરતાં જ સામે પાંચ શિખરનું ભવ્ય દેરાસર છે. અહીંથી ચોક ઓળંગી પગથિયાં ચઢી વિમલવસહીમાં દાદાના દરબારમાં જવાય છે. સગારપોળ તેમ જ વાઘણપોળનો દરવાજો ઓળંગીને ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આગળ વધતાં શ્રી ચક્રેશ્વરી દેવીનું અને કવઠ્યક્ષનું દેરું આવે છે. એક પછી એક સંખ્યાબંધ જિનમંદિરો બંને બાજુ આવેલાં છે, જેમાં મુખ્ય ડાબી બાજુ શ્રી નેમિનાથની ચોરીવાળું, પુણ્ય પાપની બારી તથા જમણી બાજુ શ્રી અમીઝરા પાર્શ્વનાથ અને સમવસરણનું દેરાસર છે. ચોકમાં હાથીપોળના નાકે કુમારપાળ મહારાજાનું દેરાસર છે. સામે હાથીપોળ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy