SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ 276 તપાગચ્છાધિષ્ઠાયક " ઈન્દ્ર સરીખા એ તીર્થની ચાકરી ચિત્તમાં ચાહે રે, કાયાની તો કાસળ કાઢી, સૂરજકુંડમાં નાહે રે.. શત્રુંજય દીઠો રે." શ્રી શત્રુંજય ગિરિરાજનો દિવ્ય મહિમા સાંભળી અનેક સંઘપતિઓ ગુરુ ભગવંતોની નિશ્રામાં સેંકડો-હજારો યાત્રાળુઓને લઈ છરી પાળતા સંઘ સાથે શત્રુંજયગિરિની યાત્રાએ આવ્યા છે અને શ્રી શત્રુંજય તીર્થની સેવાભક્તિ ને પરમાત્માનાં દર્શન કરી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા છે, જેમાંના મુખ્ય સંઘપતિઓ નીચે પ્રમાણે છે ભરત ચક્રવર્તી, પાંચ પાંડવો, વિક્રમ મહારાજા, કૃષ્ણ મહારાજા, રામચંદ્રજી,વસ્તુપાળ તેજપાળ, સંઘવી હેમરાજ, ગુણરાજ શ્રાવક, થરાદના આભુ સંઘવી, ઝાંઝણમંત્રી, સમ્રાટ ચંદ્રગુપ્ત, સંપ્રતિ મહારાજા, કુમારપાળ મહારાજા, શેઠ હેમાભાઈ, જેસલમેરના પટવા ભાઈઓ-આમ અનેક સંઘપતિઓએ હજારો યાત્રાળુઓ સાથે શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી જીવનને ધન્ય ધન્ય બનાવ્યું છે. ધન્ય છે આવા મહાપુરુષોને! આજે પણ ભારતભરનાં જુદાં જુદાં શહેરો અને ગામોથી છ'રીપાલિત સંઘમાં હજારો ભાવિક ભક્તો શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરવા માટે જઈ રહ્યા છે. અને આજના આ ભૌતિકવાદમાં પ્રાપ્ત સુખસાહ્યબી, સાધનસામગ્રી તેમ જ દુનિયાની સઘળી જંજાળ છોડી અને અનેક કષ્ટો સ્વીકારી પગપાળા ચાલી શ્રી શત્રુંજય તીર્થની યાત્રાથી જીવનને ધન્ય બનાવે છે. દિવસોના દિવસો અને માઈલોના માઈલો, છતાં નથી ત્યાં કોઈ થાક, નથી ત્યાં કોઈ ચિંતા. બસ એક જ ભાવના છે – શ્રી આદીશ્વર દાદાને ભેટવાની.. " દાદા આદેશ્વરજી! દૂરથી આવ્યો, દાદા દરિસણ દો." શ્રી શત્રુંજયગિરિની પાવન છાયામાં આત્માનું કલ્યાણ કરવા સંકડો સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા પાલીતાણામાં ચાતુર્માસ કરે છે. રોજ શ્રી શત્રુંજયગિરિને જોઈ જોઈ, તેનાં ગુણલાં ગાઈ, તેની તળેટીનાં દર્શન કરી શ્રી શત્રુંજયગિરિને કોટી કોટી વંદના કરી યથાશક્તિ તપજપ પૂર્વક શ્રી શત્રુંજયની ભાવયાત્રા કરતાં કરતાં પોતાના જીવનને ધન્ય બનાવે છે. આ જ રીતે હજારો પુન્યવાન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ શ્રી શત્રુંજય ગિરિવરની છઠ્ઠના તપથી સાત સાત અને અઠ્ઠમના તપથી પાંચ પાંચ યાત્રા આદિ નિયમો અને વિધિ સહિત નવ્વાણું યાત્રા કરી જીવનને ધન્ય બનાવે છે. આનો મહિમા ગાતાં શ્રી પદ્મવિજયજી મહારાજ એક સ્તવનમાં કહે છે, " યાત્રા નવ્વાણું કરીએ, વિમલગિરિ યાત્રા નવ્વાણું કરીએ." શ્રી શત્રુંજય ગિરિવરની પવિત્ર ધરતીનો એવો દિવ્ય પ્રભાવ છે કે ત્યાં યાત્રા માટે નીકળેલા આતમને અધિષ્ઠાયક દેવોની સહાય આપોઆપ મળે છે. અનેક આત્માઓને એની દિવ્ય અનુભૂતિ થાય છે. શરૂઆતમાં ગિરિવર ચડતાં થાક લાગે, શ્વાસ ચઢે, પણ જેમ જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy