SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ 274 " તપાગચ્છાધિષ્ઠાયક કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, સાધુ અનંતા સિધ્યા રે, એ માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધા રે...... શ્રી શત્રુંજય ગિરિરાજના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે. તે ગણ્યા ગણાય નહિ તેટલા છે. છતાંય વર્તમાન અવસર્પિણીકાળમાં જે પ્રસિદ્ધ મહાત્માઓ શ્રી શત્રુંજય તીર્થે ધ્યાન ધરતાં ધરતાં મોક્ષે ગયા છે તેની કેટલીક વિગતો આ પ્રમાણે છે ઃ શ્રી ઋષભદેવ પરમાત્માના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિવરો સાથે ચૈત્રી પૂનમે મોક્ષમાં ગયા. શ્રી દ્રાવિડ અને વારિખિલ્લ ૧૦ ક્રોડ મુનિઓ સાથે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મોક્ષમાં ગયા. શ્રી શાંબ અને પ્રધુમ્ન સાડા ત્રણ ક્રોડ મુનિઓ સાથે ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષમાં ગયા. શ્રી નમિ—વિનમિ બે ક્રોડ મુનિઓ સાથે આસો સુદ પૂનમે મોક્ષમાં ગયા. શ્રી નારદજી ૯૧ લાખ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા. ભરત એક હજાર મુનિ સાથે વાસુદેવની પત્ની (સાધ્વી) ૩૫ હજાર સાથે, ભરતમુનિ પાંચ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. શ્રી અજિતનાથ પ્રભુના દસ હજાર સાધુઓ ચૈત્રી પૂનમે સિદ્ધિપદને પામ્યા. શ્રી પ્રદ્યુમ્નનાં પત્ની ( સાધ્વી) વૈદર્ભી ૪૦૦૦ સાથે મોક્ષમાં ગયાં. બાહુબલીના મુનિ પુત્રો ૧૦૦૮, થાવચ્ચાપુત્ર એક હજાર, થાવચ્ચા ગણધર એક હજાર, કંદંબ ગણધર એક ક્રોડ, શૈલકસૂરિ ૫૦૦, રામ અને ભરત ૩ ક્રોડ, સોમયશા ૧૩ ક્રોડ, સગરમુનિ એક ક્રોડ, અજિતસેન મુનિ ૧૭ ક્રોડ, શ્રી સારમુનિ એક ક્રોડ, આદિત્યયશા એક લાખ, શ્રી શાંતિનાથ પ્રભુના શિષ્યો દમિતારિ ચૌદ હજાર સાથે આ સિદ્ધગિરિ ઉપર મોક્ષમાં ગયા. આ ઉપરાંત શુક્ર પરિવ્રાજક એક હજાર, કાલિક એક હજાર, સુભદ્રમુનિ ૭૦૦, શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુઓ, શ્રી શાંતિનાથ પ્રભુના પરિવારના દસ હજાર સાધુઓ, ભરતના પુત્ર બ્રહ્મર્ષિ શાંતનુ રાજા ચાર પુત્રો સાથે, ચંદ્રશેખર રાજા, ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, વસુદેવના પુત્ર જાલિ–મયાલિ, ઉવયાલિ, સુવ્રત શેઠ, મંડકમુનિ, આનંદ ઋષિ, સાત નારદ તથા ભરતચક્રીની પાસે દીક્ષિત અસંખ્ય રાજાઓ ઇત્યાદિ અનંતા ત્યાગી આત્માઓ પરમ પવિત્ર આ ગિરિરાજ પર અનશન કરી કર્મોને ખપાવી મોક્ષે ગયા છે. કેટલાય આત્માઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું ધ્યાન ધરતાં ધરતાં દેવગતિને પણ પામ્યા છે. અહર્નિશ એ દેવો ગિરિરાજની ભક્તિ કરી રહ્યા છે. જેમ કે શ્રી શત્રુંજયગિરિના માહાત્મ્યને સાંભળીને દષ્ટિવિષસર્પ ઈશાન દેવલોકનો ઇન્દ્ર બને છે. આ હકીકત શ્રી શત્રુંજય માહાત્મ્ય નામના ગ્રંથમાં છે. Jain Education International શ્રી શત્રુંજયગિરિની યાત્રાએ નીકળેલા ઉજ્જૈનના માણેકશા શેઠ શત્રુંજય તીર્થના શાસનરક્ષક શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર બન્યા. આજે પણ તેઓ શ્રી શત્રુંજયની સેવા-ભક્તિ કરી રહ્યા છે. એક વખત પ્રથમ તીર્થપતિ ઋષભદેવ પરમાત્મા શ્રીપ્રભ ઉદ્યાનમાં પધાર્યા હતા. ત્યાં અનંત નામના નાગકુમારની સાથે ધરણેન્દ્ર આવ્યા. જગદ્ગુરુ પરમાત્માને વંદન કરી પ્રશ્ન કર્યો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy