SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ (૪) ચોથા દેવલોકના અધિપતિ શ્રી મહેન્દ્રદેવે ચોથો ઉદ્ધાર કર્યો. (૫) પાંચમો ઉદ્ઘાર શ્રી બ્રહ્મેન્દ્રદેવે કરાવ્યો. (૬) છઠ્ઠો ઉદ્ધાર શ્રી ચમરેન્દ્ર દેવે કરાવ્યો. (૭) સાતમો ઉદ્ધાર શ્રી અજિતનાથ પરમાત્માના શાસનમાં સાગર ચક્રવર્તીએ કરાવ્યો. (૮) ચોથા તીર્થંકર શ્રી અભિનંદનસ્વામી પોતાના ચરણથી પૃથ્વીતલને પવિત્ર કરતાં કરતાં શત્રુંજય મહાતીર્થે પધાર્યા. રાયણ વૃક્ષ નીચે દેવતાઓએ ભક્તિથી એમનું સમવસરણ રચ્યું. ત્યાં બેસીને દેશનામાં તેમણે કહ્યું કે, " હે ભવ્યજીવો ! શ્રી શત્રુંજયગિરિ એ મહાતીર્થ છે. કામ, ક્રોધાદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર છે. જે કોઈ આ તીર્થની ભક્તિ કરે એનું જીવન ધન્ય બની જાય છે. " પરમાત્માની પ્રેરણાથી વ્યંતરેન્દ્રોએ આઠમો ઉદ્ધાર કરાવ્યો. '' (૯) શ્રી શત્રુંજય મહાતીર્થનો નવમો ઉદ્ગાર ચંદ્રયશા રાજાએ કરાવ્યો. (૧૦) દસમો ઉદ્ધાર શ્રી ચક્રધર રાજાએ કરાવ્યો. 273 (૧૧) અગિયારમો ઉદ્ધાર શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીએ કરાવ્યો. (૧૨) બારમો ઉદ્ધાર પાંડવોએ કરાવ્યો. (૧૩) તેરમો ઉદ્ધાર વર્તમાન પંચમકાળમાં વિક્રમ સંવત ૧૦૦૮ની સાલમાં મધુપુરી (મહુવા)ના શ્રી જાવડશાહે કરાવ્યો. સંઘપતિ જાવડશા પોતાની પત્ની સહિત પ્રતિષ્ઠા સમયે શ્રી આદીશ્વર ભગવાનના જિનપ્રાસાદે ધજા ચઢાવવાને શિખર પર ચઢયા તે વખતે તેમના મનમાં એવા દિવ્ય ભાવો આવ્યા કે, " હું ભાગ્યશાળી છું કે ત્રણેય જગતમાં સર્વશ્રેષ્ઠ એવા તીર્થના ઉદ્ધારનો મહાલાભ મને પ્રાપ્ત થયો. હું ધન્ય છું કે શ્રી આદીશ્વર પરમાત્મા જેવા દેવ મને પ્રાપ્ત થયા. વજ્રસ્વામી જેવા ગુરુ અને શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર ભવ્ય મંદિર બનાવવાનો શુભ અવસર મને પ્રાપ્ત થયો. મારું જીવન ધન્ય બન્યું.' આમ શ્રી શત્રુંજય મહાતીર્થનો દિવ્ય મહિમા ગાતાં ગાતાં આ પતિપત્ની અપૂર્વ પ્રભુભક્તિમાં, તીર્થભક્તિમાં લીન બની, હર્ષાવેશમાં નાચતાં નાચતાં, શ્રી શત્રુંજયગિરિના અંતિમ શરણે મરણ સ્વીકારી દેવલોકને પામ્યાં. (૧૪) વિક્રમ સંવત ૧૨૧૩માં ગુજરાતના મંત્રીશ્વર વાગ્ભટ્ટ (બાહડમંત્રી)એ કુમારપાળ મહારાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ હસ્તે આ તીર્થનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. (૧૫) વિ. સં. ૧૩૭૧માં સમરાશાહે નવું દેરાસર નૂતન પ્રતિમાજી પધરાવી પંદરમો ઉદ્ધાર કર્યો. (૧૬) વિ. સં. ૧૫૮૭માં વૈશાખ વદ ના દિવસે કરમાશાહે ભવ્ય મંદિર બંધાવી પ્રભુજી પધરાવ્યા. આ સોળમો ઉદ્ધાર થયો. ચોથા આરામાં બાર ઉદ્ધાર અને પાંચમા આરામાં ચાર ઉદ્ઘાર એમ સોળ ઉદ્ધાર થયા. જ્યારે સત્તરમો ઉદ્ધાર શ્રી દુપ્પસહસૂરિજીના ઉપદેશથી વિમળવાહન રાજાના હસ્તે થશે. શ્રી ઉદયરત્નવિજયજી મ. સા. એક સ્તવનમાં લખે છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy