SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ 272 તપાગચ્છાધિષ્ઠાયક પરમાત્મભક્તિનાંદિવ્ય ગાન ગાઈ રહ્યો છે. મંદિરના શિખર પર રણકતી ઘંટડીઓ તીર્થાધિરાજનાં ગુણગાન ગાઈ રહી છે. મંદિરના શિખર પર ફરકતી ધર્મધજાઓ મુક્તિનો શુભ સંદેશ આપી રહી છે. આ મંદિરો બંધાવનારા મહાભાગ્યશાળી આત્માઓ ધર્મને સમર્પિત બની અને સંપત્તિનો સદુપયોગ કરી ઈતિહાસમાં અમર બની ગયા. ધન્ય છે એમની શ્રદ્ધાને, ધન્ય છે એમની ભક્તિને! ધન્ય છે તે પુન્યશાળીઓની શ્રી શત્રુંજયગિરિ ઉપરની દિવ્ય ભાવનાને! શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર એવું દિવ્ય આભામંડળ રચાયેલું છે કે જેનો સ્પર્શ થતાં મનનાં અશુભ પરિણામો શુદ્ધ બની જાય છે. શ્રી શત્રુંજય ગિરિવર ઉપર અનંતા આત્માઓ સાધના કરી સિદ્ધ ગતિને પામ્યા હોઈ તેનો અણુએ અણુ પવિત્ર બન્યો છે. શ્રી શત્રુંજય મહાતીર્થનું સમગ્ર વાતાવરણ જ એટલું શુદ્ધ અને પાવન છે કે જેથી ત્યાં પ્રવેશતાં જ આત્મા દુર્ગાનમાંથી નીકળી ધર્મધ્યાનમાં પ્રવેશ કરે છે. મહાપાપી એવા આત્માના મનનાં પરિણામ ત્યાં જઈ બદલાઈ જાય છે. એના મનની ભાવનાઓ શુદ્ધ બને છે. એના જીવનમાં શુભ ભાવ પેદા થાય છે. હૈયામાંથી વાસના અને વિકારો દૂર દૂર ભાગી જાય છે. - અહીં સંખ્યાબંધ ઉદ્ધારો થઈ ગયા છે. અનાદિકાળની અપેક્ષાએ અસંખ્યાતા છતાં વર્તમાન અવસર્પિણીકાળમાં જેના સોળ મોટા ઉદ્ધાર થયેલા છે, જે આ પ્રમાણે છે : (૧) આ અવસર્પિણીકાળમાં શ્રી શત્રુંજય તીર્થનો દિવ્ય મહિમા શ્રી ઋષભદેવ પરમાત્માના મુખથી સાંભળી શ્રી ભરત ચક્રવર્તીએ ઇન્દ્ર મહારાજાની સૂચના અનુસાર ભવ્ય "રૈલોક્યવિભ્રમ" નામનોજિનપ્રાસાદબનાવી, શ્રી ઋષભદેવ પરમાત્માની અલૌકિક પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી.આ પ્રથમ ઉદ્ધાર થયો. (૨) દંડવીર્ય રાજાને શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર માટે સૌધર્મેન્દ્ર દેવે પ્રેરણા આપી. શ્રી દંડવીર્ય ભાવ સહિત પોતાના સમગ્ર પરિવાર સાથે શ્રી શત્રુંજયગિરિ આવ્યા અને જીર્ણ થઈ ગયેલા પ્રાસાદોને જીર્ણોદ્ધારપૂર્વક નવા કરાવ્યા. આ બીજો ઉદ્ધાર થયો. - (૩) ત્યારબાદ કેટલાક કાળે, એક વખત ઈશાનેન્દ્ર શ્રી અરિહંત પરમાત્માને વંદન માટે મહાવિદેહક્ષેત્રમાં ગયા. અરિહંત પરમાત્મા શ્રી સીમંધરસ્વામીએ પોતાની પાંત્રીસ ગુણોથી યુક્ત વાણીથી દેશના દેવાનો આરંભ કર્યો? હે ભવ્યજનો! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ અને મહાપવિત્ર શ્રી શત્રુંજય મહાતીર્થ આવેલું છે. ત્યાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ પરમાત્મા બિરાજમાન છે. તે ભરતક્ષેત્રને ધન્ય છે કે જ્યાં શ્રી શત્રુંજયતીર્થ છે. એ શત્રુંજય મહાતીર્થનાં દર્શન, યાત્રા કરનાર ભાગ્યશાળીને પણ ધન્ય છે. જેનાં દર્શન અતિ દુર્લભ છે એવા શ્રી શત્રુંજય મહાતીર્થનું તમે રોજ સ્મરણ, દર્શન, પૂજન કરી જીવનને ધ્યેય બનાવો. પરમાત્માના મુખથી શ્રી શત્રુંજયનો દિવ્ય મહિમા સાંભળી ઈશાનેન્દ્ર શ્રી શત્રુંજયગિરિ પર આવ્યા. પરમાત્માનાં દર્શન કરી ધન્ય ધન્ય બની ગયા. ત્યાં જિનપ્રાસાદોને જીર્ણ થયેલા જોઈ ઈશાનેન્દ્ર દિવ્ય શક્તિથી શ્રી શત્રુંજય મહાતીર્થનો જીર્ણોદ્ધાર કર્યો, જે ત્રીજો ઉદ્ધાર થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy