SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અખંડ લક્ષ્મીયુક્ત થઈ કીર્તિરૂપી સુગંધ પ્રાપ્ત કરે છે. બરાસથી પૂજા કરનાર જગતમાં શ્રેષ્ઠ બને છે. સુગંધી પુષ્પ વડે પરમાત્માની પૂજા કરવાથી પાપરૂપી દુર્ગધ દૂર થઈ પુન્યરૂપી સુગંધ પ્રાપ્ત થાય છે. ધૂપપૂજા કરવાથી પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે. પ્રભુની વાસક્ષેપ-પૂજા કરવાથી દિવ્યતા પ્રાપ્ત થાય છે. અખંડ અક્ષતોથી પરમાત્માની ભક્તિ કરનારા અખંડ સુખ-સંપત્તિને પામે છે. દીપકપૂજા કરનારા દેહની સુંદર કાંતિ પ્રાપ્ત કરે છે. નૈવેદ્યપૂજા કરનાર અણાહારીપદ પ્રાપ્ત કરે છે અને ફળપૂજા કરનારા મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે. અરે ! આ તીર્થમાં પ્રભુને નમનાર આત્માઓ સૌના નમનને યોગ્ય બને છે. પ્રભુનાં ગુણલા ગાનારાઓ અન્યોને ગાવા યોગ્ય બને છે. પરમાત્માની ભક્તિ કરનાર ભક્ત ભગવાન બની જાય છે, આત્મા પરમાત્મા બની જાય છે. સંસારી સંસાર છોડી સિદ્ધ બની જાય છે. માટે તો આ તીર્થનું નામ સિદ્ધગિરિ છે, જે સંસારનાં બંધનોમાંથી મુક્ત બનાવી આત્માને સિદ્ધ બનાવે છે. આવો દિવ્ય મહિમા છે. આ તીર્થાધિરાજ શત્રુંજયનો. જે પાપી અને અભવી જીવો છે તે આ તીર્થને ભાવથી જોઈ શકતા નથી. એક સ્તવનમાં શ્રી પદ્મવિજયજી મહારાજ લખે છે કે – 'પાપી અભવી નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ, વિમલગિરિ યાત્રા નવ્વાણું કરીએ. ' આ તીર્થનું દર્શન થવું એ પણ એક મહાન પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યારે જ થાય. " ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ અપાવે.” શ્રી શત્રુંજય ગિરિરાજનાં દર્શન મહાભાગ્યશાળી હોય તે જ કરી શકે છે. અને એના દર્શન કરવાથી જનમોજનમનાં પાપ ધોવાય છે. કર્મોના બંધનમાં અનંતા કાળથી બંધાયેલો આત્મા મુક્ત બની શાશ્વતાં સુખોને પ્રાપ્ત કરે છે. શ્રી શત્રુંજયગિરિ પર સંખ્યાબંધ જિનમંદિરો આવેલાં છે, તેથી શત્રુંજય ગિરિરાજ જાણે કોઈ ગગનમાં આવેલું દેવમંદિરોનું નગર હોય તેવું અલૌકિક લાગે છે. જે કાળમાં એક નાનું સરખું મંદિર બંધાવવામાં, જૂનાં મંદિરોના જીર્ણોદ્ધારકાર્યમાં કેટકેટલી કઠિનાઈઓ પડતી હતી અને તે સમયે આજના જેવાં યાંત્રિક સાધનો કે વાહનવ્યવહારનાં સાધનો ન હતાં ત્યારે સેંકડો મીટરની ઊંચાઈએ આવેલા ગિરિરાજ ઉપર ગગનચુંબી ભવ્ય જિનમંદિરો બનાવનાર પુણ્યવાનોના પવિત્ર હૃદયમાં કેટકેટલી પ્રભુભક્તિ ભરી હશે! કેવી અપૂર્વ ઉદારતાનાં નિર્મલ, વિશુદ્ધ ઝરણાં વહેતાં હશે! આખી જિંદગી મહેનત-મજૂરી કરી પાઈ-પાઈ ભેગી કરી જે પુણ્યાત્માઓએ ગિરિવરના દિવ્ય મહિમાથી પ્રભાવિત થઈ પોતાના જીવનનું સર્વસ્વ સમર્પણ કરી ભવ્ય મંદિરો તૈયાર કરાવ્યાં તેઓની કેવી હશે દિવ્ય ભાવના! કેવી હશે તીર્થ પ્રત્યેની અદ્ભુત સમર્પણ–ભાવના ! એક એક મંદિર પાછળ ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. મંદિરનો એક એક પથ્થર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy