SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ 270 તપાગચ્છાધિષ્ઠાયક સમવસરવાના છે, એવા પરમ પવિત્ર ગિરિરાજને કોટી કોટી વંદના હો ! શત્રુંજયના દુહામાં કહ્યું છે કે, " નેમ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા વિમલગિરદ, ભાવિ ચોવીશી આવશે, પદ્મનાભાદિ જિર્ણદ.” શ્રી શત્રુંજય તીર્થનો એવો દિવ્ય પ્રભાવ છે કે એની યાત્રાએ જવા માટે પોતાના દેશથી, પોતાના ગામથી, પોતાના ઘરથી નીકળે, એટલે ઘેરથી એક ડગલું શત્રુંજય બાજુ ભરે કે ક્રોડો જનમનાં કરેલાં પાપો ધોવાવા લાગે. વાહ! શું એનો દિવ્ય પ્રભાવ ! એક કવિ લખે છે કે, " એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ, ઋષભ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ.” શુદ્ધ શુભ ભાવવાળો માનવ, બીજાં તીર્થોમાં કોડ પૂર્વ પયંત શુભ ધ્યાન કરવાથી જે સત્કર્મ બાંધે છે એટલું સત્કર્મ શ્રી શત્રુંજય ગિરિરાજના શુભ ધ્યાન માત્રથી એક મુહૂર્ત માત્રામાં બંધાય છે. જેણે શ્રી શત્રુંજયગિરિનું સ્મરણ કર્યું તેને સર્વ તીર્થો, સર્વ પવિત્ર પર્વો અને અનેક પ્રકારનાં તપ તથા દાનધર્મ નિત્ય આરાધ્ય છે. ત્રણ જગતમાં આના જેવું બીજું પરમ તીર્થ એકેય નથી, જેનું એકવાર ફક્ત નામ સાંભળવા માત્રથી પણ પાપનો ક્ષય થાય છે. આ પવિત્ર ગિરિરાજ પ્રાણીઓના કાદવરૂપી કર્મોને ધોઈ નાખી તેને વિમલ કરે છે. તેથી તેને વિમલગિરિ કહેવાય છે. શ્રી આદીશ્વર પરમાત્માના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર સાધના કરી મુક્તિને વર્યા તેથી પુંડરીકગિરિને નામે પણ આ તીર્થ ઓળખાય છે. જે તીર્થની તસુએ તસુ જમીન મહાપવિત્ર મુનિવરોની સાધનાથી પવિત્ર બનેલી છે, જે ગિરિવરનું ધ્યાન ધરતાં ધરતાં અનંતા મુનિઓ મોક્ષપદને પામ્યા છે, એવા શ્રી શત્રુંજયગિરિરાજને હું કોટી કોટી વંદના કરું છું. પાપીને પણ પુન્યશાળી બનાવનાર, અધમને પણ ધન્ય બનાવનાર, પાપોથી ઘેરાયેલા આતમને બચાવનાર, અરે ! આ ભવરૂપી સમુદ્રમાંથી મુક્તિના કિનારે પહોંચાડનાર જહાજ સમાન શ્રી શત્રુંજય ગિરિવરનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. શ્રી શત્રુંજય તીર્થમાં અષ્ટપ્રકારી પૂજાનું ફળ જેઓ શીતલ અને સુગંધી જળથી પરમાત્માને અભિષેક કરે છે તેઓ પંચમજ્ઞાન અર્થાતુ કેવળજ્ઞાન મેળવી પાંચમી ગતિને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. જેઓ ચંદનપૂજા કરે છે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy