SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 267 જંબૂદ્વીપના ભરતક્ષેત્રે સોરઠ—સૌરાષ્ટ્ર દેશમાં આવેલા અને જેના કાંકરે કાંકરે અનંતા સાધુ ભગવંતો સિદ્ધગતિને પામ્યા છે, એવા શ્રી સિદ્ધાચલ નામે ઓળખાતા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનાં ચરણોમાં–શરણોમાં આ મનુષ્યજન્મને સાર્થક કરવા હું કોટી કોટી વંદના કરું છું. સઘળા પર્વતોમાં જેમ મેરુ પર્વત, સઘળા દ્વીપોમાં જેમ જંબુદ્વીપ, સઘળી નદીઓમાં ગંગા નદી મુખ્ય છે તેમ સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજય તીર્થ મુખ્ય છે. જેમ સઘળા મંત્રોમાં નવકાર મહામંત્ર શ્રેષ્ઠ છે, જેમ ગગનમંડલમાં સૂર્ય અને ચંદ્ર શ્રેષ્ઠ છે, જેમ મનુષ્યના રૂપમાં કામદેવ શ્રેષ્ઠ છે તેમ સઘળાં તીર્થોમાં શત્રુંજય મહાતીર્થ સર્વશ્રેષ્ઠ છે. જેમ સર્વજિનોમાં આદિ જિન, સર્વ ચક્રવર્તીઓમાં ભરત ચક્રવર્તી, સર્વભવોમાં મનુષ્યભવ, સર્વ વર્ણોમાં (અક્ષરોમાં) કાર, સર્વવ્રતોમાં શીલવ્રત તેમ સર્વ તીર્થોમાં પ્રથમ શ્રી શત્રુંજય મહાતીર્થ કહેવાય છે. - શ્રી શત્રુંજયગિરિ ત્રણેય ભુવનમાં સર્વશ્રેષ્ઠ છે. જો એકવાર પણ તેનું દર્શન થઈ જાય તો પ્રાણીના પાપસમૂહનો નાશ થાય છે. શ્રી શત્રુંજયગિરિ પ્રાયઃ શાશ્વતો છે. આ તીર્થ સંસારસાગરમાં ડૂબતાં પ્રાણીઓને બચાવનાર છે, દુર્ગતિને દૂર કરનાર છે. આ તીર્થના દર્શન માત્રથી આત્મા પાવન અને પવિત્ર થાય છે. શ્રી શત્રુંજય ગિરિરાજનાં શું ગુણલાં ગાવાં! શું એનો દિવ્ય મહિમા છે! તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિ મોક્ષનો નિવાસ છે. અનંતકાળની અપેક્ષાએ અનંતા તીર્થંકરો અને કેવળજ્ઞાનીઓ અહીં આવીને મોક્ષે ગયા છે, અને આગળ જશે. આ તીર્થમાં આવી શ્રી જિનેશ્વરદેવની પૂજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy