________________
266
તપાગચ્છાધિષ્ઠાયક
માણેકશા જેના પર પ્રભાવે માણિભદ્ર યક્ષેન્દ્ર બન્યા એવા
'શ્રી શત્રુંજય ગિરિરાજનું દિવ્ય મહિમાગાન
- શ્રી જશુભાઈ જે. શાહ (જૈનવિધિકાર), દહેગામ
અનંતાનંત આત્માઓને સિદ્ધિપદની પ્રાપ્તિ કરાવનાર મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય એ આ જગતનું સર્વશ્રેષ્ઠ મૂલ્યવાન જવાહિર છે.
સંસારસાગરથી તરીને સિદ્ધશિલાને પહોંચવા માટે નીકળેલા અનંતા યાત્રિકોને સહીસલામત સામે કિનારે પહોંચાડી દેવાની જોખમભરી જવાબદારી સંપૂર્ણપણે અદા કરવામાં અગ્રેસર રહેનાર જો કોઈપણ તીર્થ હોય તો તે શત્રુંજય છે.
આ પવિત્ર ગિરિરાજની ભૂમિના કણેકણમાં સધાયેલી પૂજનીયતા, પવિત્રતા અને પ્રભાવનો ત્રિવેણીસંગમ માણવા જેવો છે.
અત્રે લેખકશ્રીએ શત્રુંજયના માહાભ્યની રસલહાણ કરાવી છે.
જે તીર્થના ધ્યાને માણેકચંદમાંથી માણિભદ્રવીર બન્યા એ તીર્થનો મહિમા શાસ્ત્રનાં પાનાં ખોલી ખોલીને અહીં સંક્ષેપમાં બતાવાયો છે.
સંસારીને સિદ્ધ બનવા માટેનું આહ્વાન આપતા ઊંચે ઊભેલા આ ગિરિરાજ શત્રુંજયની તોલે કોઈ આવી શકે તેમ નથી.
-સંપાદક
શ્રી શત્રુંજય ગિરિરાજનો દિવ્ય અપરંપાર મહિમા ગાવા માટે, કહેવા માટે એમ કહેવાય છે કે હજારો જીભ હોય, કરોડો વર્ષનું આયુષ્ય હોય, સાગરના પાણી જેટલી શાહી હોય અને પૃથ્વી જેટલો કાગળ હોય તો પણ તેનાં ગુણગાન, તેનો મહિમા વર્ણવી ન શકાય તેવો છે – અર્થાત્ કેવળી ભગવંતો જે પોતે જાણી શકે છે, અનુભવી શકે છે છતાં શબ્દોની અંદર તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે, એવાગિરિરાજનું દિવ્ય મહિમાગાન જ્ઞાનરૂપી સાગરમાંથી એક નાનકડા બિંદુ સમાન આ લેખમાં હું કરી રહ્યો છું.
" સિદ્ધાચલ સમરું સદા સોરઠ દેશ મોઝાર, 'મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org