SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 262 તપાગચ્છાધિષ્ઠાયક 'સિદ્ધાચલસિધ્યા સાધુ અનતાઝોડ 'આગમ અનુસાર વંદું બે કર જોડ – મુનિ રત્નત્રયવિજયજી મહારાજ મરુધર દેશમાં આવેલ ઝાલોર જિલ્લામાં માલવાડા ગામ જે નગરમાં આજ સુધીમાં ચાલીસ જેટલી દીક્ષા થયેલ છે. આ પવિત્ર ભૂમિ માલવાડાના વતની પ.પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિના શિષ્ય પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજ જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં ખૂબ જ રસ ધરાવે છે. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી માટે અને પુસ્તકોનાં અવનવાં પ્રકાશનો દ્વારા તેમનું સંપાદનકાર્ય અખલિતપણે ચાલુ જ છે. અત્રે સંકલિત કરેલી સિદ્ધાચલજીની વિગતો શત્રુંજયના મહિમાની પ્રતીતિ કરાવે છે. – સંપાદક • સોમદેવ રાજા ૮00 સેવકો અને ૫૦ રાજાઓ સાથે ચંદ્રસૂરિ પાસે સંયમી બની શત્રુંજય ઉપર મોક્ષે ગયેલ. • વીર રાજા શંત્રુજયનો મહિમા સાંભળી સંયમ લઈ વીરસૂરિ બન્યા. અંતે ૩ લાખ સાધુઓ મોક્ષે ગયા. • ઢંકસૂરિને કેવલજ્ઞાન થયા પછી શત્રુંજયે નિર્વાણ પામ્યા તે સાંભળી તેમનો પુત્ર હરરાજા અસંખ્ય સંઘો સાથે શત્રુંજય ગયો. ત્યાં આઠ કરોડ દ્રવ્ય ખર્ચા જિનાલય બંધાવ્યું. એક વખત આ રાજા ઘેર બેઠાં બેઠાં (આ પર્વતનું નામ ઢંક હોવાથી) ઢક ઢંક એ પ્રમાણે ધ્યાન ધરતાં કેવલજ્ઞાન થયું. તે વખતે બે કરોડ મુનિઓ શત્રુંજયે મોક્ષ પામેલ. • એક વખત અજિતનાથ ભ. આ તીર્થે દેશના આપતા હતા તે વખતે ૩ લાખ સાધુઓ મોક્ષ પામેલ. • આ તીર્થ ઉપર શાંતિનાથ ભ.નું ધ્યાન ધરતા વજૂદંબ નામના મુનિ એક લાખના શિષ્ય-પરિવાર સાથે મોક્ષ પામેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy