________________
260 .
તપાગચ્છાધિષ્ઠાયક
षड्रीयुता यत्र च नैकसङ्घाः, आयान्ति भक्त्या विविधप्रदेशात् । कुर्वन्ति यात्राः सविधिं हि यस्य, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २९ ॥
જ્યાં દરી' ના નિયમો [ જેને છેડે 'રી' અક્ષર આવે છે તેવા નિયમો (૧) સમ્યકત્વધારી (૨) પાદચારી (૩) એકાશનકારી (૪) સચિત્ત પરિહારી (૫) ભૂમિસંથારી () બ્રહ્મચારી ] થી યુક્ત એવા અનેક સંઘો ભક્તિપૂર્વક વિવિધ પ્રદેશોથી આવે છે અને જેની વિધિ સહિત યાત્રાઓ કરે છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ર૯.
शत्रुञ्जयाऽऽख्या सलिला हि यत्र, हरत्यघानि प्रभुपूजकानाम् । स्वकीयनीरेण पवित्रितेन, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३० ॥
જ્યાં શત્રુંજય નામની નદી સિદ્ધાચલજીના પરમાણુઓથી પવિત્ર બનેલા પોતાના પાણી દ્વારા, પ્રભુની પૂજા કરનારાઓના પાપોને દૂર કરે છે... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩૦.
विराजते यत्र च सूर्यकुण्डः, प्रभावतो यस्य स कुर्कुटोऽपि । विहाय तिर्यक्त्वमवाप नृत्वं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३१ ॥
કામણપ્રયોગથી કૂકડો બનાવાયેલા એવા ચંદ્રરાજા પણ જેના પ્રભાવથી તિર્યચપણું છોડીને પુનઃ મનુષ્યપણાને પામ્યા એવો સૂર્યકુંડ જ્યાં શોભી રહ્યો છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩૧.
साक्षात् सरस्वत्यपि यत्प्रभावमलंभवेद्वर्णयितुं हि नैव । गुरुः सुराणामपि न क्षम: स्यात्, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३२ ॥
જેના અદ્ભુત પ્રભાવને સંપૂર્ણ રીતે વર્ણવવા માટે સાક્ષાત્ સરસ્વતી, દેવોના ગુરુ બૃહસ્પતિ પણ સમર્થ થઈ શકતા નથી... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩૩.
अचलगच्छपाथोधिसमुल्लासनचन्द्रमाः। गुणाब्धिसूरयो नित्यं, जयन्तु जगतीतले ॥ ३३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org