SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ सिद्धाचलं तं प्रणमामि भक्त्या (તે સિદ્ધાચલ પ્રણમ્ ભક્તે ) श्री सिद्धाचलमहातीर्थ - स्तुति द्वात्रिंशिका रचयिता- अचलगच्छाधिपति परमपूज्याऽऽचार्य भगवच्छ्रीगुणसागरसूरीश्वरविनेयः मुनिमहोदयसागरो गणि: (गुणबालः ) Jain Education International પ્રસ્તુત છે સરળ સંસ્કૃત ભાષામાં રચાયેલી છત્રીસી, જેના રચયિતા સ્વયં અચલગચ્છીય ગુણાનુરાગી ગણિવર મહોદયસાગરજી મ.સા. છે; જેઓએ ઠીક ૩૬ શ્લોકો દ્વારા સ્તવના કરી છે ગરવા ગિરિરાજની; પણ ઠીક મધ્યના ૧૮મા શ્લોકમાં તીર્થપ્રભાવનો પ્રતિભાવ દર્શાવતા માણિભદ્ર દેવેન્દ્રને પણ પોતાની આ રચનામાં યાદ કરી લીધા છે. ગણિ મહારાજશ્રીએ સ્વયં વિ.સ. ૨૦૩૫માં આ જ ગિરિરાજની ૯૯ યાત્રાઓ એક હજારથી વધુ શ્રાવક—શ્રાવિકાઓને સોલ્લાસ કરાવી અચિંત્ય પુણ્યોપાર્જન કર્યું છે. ઉપરાંત તેઓએ અમારી માગણીને લાગણીપૂર્વક વધાવી શીઘ્રરચિત છત્રીસી દ્વારા તે જ તથ્ય સૌની સમક્ષ મૂકવા પ્રયાસ કર્યો છે કે જિનશાસનના જગતમાં જગજાહેર શત્રુંજયના દર્શન–સ્મરણ—સ્પર્શનનો પણ કેવો અદ્ભુત પ્રભાવ છે કે કોઈક ભવ્યાત્માઓને તે જ તીર્થે દેવાધિદેવનું બિરુદ અપાવ્યું, જ્યારે ભવિતવ્યતાયોગે કોઈક ભાગ્યશાળી માણેકશા મટી દેવેન્દ્ર બન્યા. 253 સંપૂર્ણ છત્રીસીનો ગુજરાતી ભાવાર્થ વાંચ્યા પછી આશ્ચર્ય નહિ રહેવા પામે કે કેવી રીતે તીર્થ તારણહાર બની શકે છે. રચયિતા ગણિવર્યશ્રી સ્વયં વિદ્વાન છે. દીક્ષા પૂર્વે જ વ્યાકરણ, ન્યાય તથા ષદર્શનનો અભ્યાસ કર્યો અને દીક્ષા પછીના છઠ્ઠા વર્ષમાં તો ગુરુકૃપા પ્રાપ્ત કરી ફક્ત તેર માસમાં જ સર્વે આગમો સ્વયં ભણી ગયા. તે સમયે ૧૨–૧૫ કલાકનો અભ્યાસ મૌનપૂર્વક કર્યો જ, ઉપરાંત વિ.સ. ૨૦૩૭ના કોટડા (કચ્છ)ના ચાતુર્માસ દરમ્યાન પાંચ માસ સંપૂર્ણ મૌન સાધના કરી. દર્શનયોગમાં વર્ધમાન શક્રસ્તવ, અરિહંત વંદનાવલિ વગેરે દ્વારા પ્રભુભક્તિના પ્રેમી છે. જ્ઞાનયોગમાં ૪૫ આગમોના અભ્યાસી છે, ઉપરાંત ' જેના હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર " ઉપરાંત પ્રમોદપ્રધાન પુસ્તકો " બહુરત્ના વસુંધરા’ ભાગ–૧–૨–૩–૪ ના સર્જક છે. ચારિત્રાચારમાં પુરુષાર્થી છે. તપાગચ્છીય શાસનદેવ માણિભદ્રજીના ગ્રંથ હેતુ અચલગચ્છીય પૂ. ગણિવર્યશ્રીએ આત્મીયતા દર્શાવી આ છત્રીસીની રચના કરી તે સૌજન્યતા જ પ્રમોદભાવનાના પ્રતીક રૂપે પ્રતિભાસે છે. સૌને પ્રસ્તુત છત્રીસી અવગાહવા નમ્ર નિવેદન સાથે સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy