SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ 252 દ્રવ્યયાત્રા અધૂરી રહી પણ ભાવયાત્રામાં ભંગાણ ન પડ્યું, તેથી સિદ્ધગિરિવરના તથા મહામંત્રના ધ્યાનમાં જ મૃત્યુ વરી તેઓ જાણે સિદ્ધગિરિથી સિદ્ધશિલા સુધીની સફળ સફર કરતાં લાગેલ શ્રમનો વિશ્રામ કરવા વ્યંતર નિકાયના દેવેન્દ્ર માણિભદ્ર બની ગયા અને આવતા જ ભવમાં માનવભવ પામી કેવળી બની સિદ્ધ પણ થઈ જશે. તપાગચ્છાધિષ્ઠાયક સ્વાનુભૂતિના સહજ સંભારણાં પૂરાં એકસો ને આઠ નામોથી નવાજાયેલા શ્રી શત્રુંજય ગિરિરાજની સ્પર્શના સૌથી વધુ વાર સંયમજીવનમાં કરી પોતાને અને ગિરિવરને પણ પાવન કરનાર પાવક પુરુષ આદિનાથજીની જન્મતિથિ ચૈત્ર વદની ૮, એ પ્રથમ વાર જ કરેલ જાત્રાની તિથિ ફાગણ સુદ ૮ સાથે સુંદર સમન્વય ધરાવે છે. ફાગણ વદ ૮ની તિથિ વર્ષીતપની પ્રારંભતિથિ તથા સુદ પક્ષમાં અને તેમાંય પૂર્ણિમાના દિને મોક્ષ જે તિર્થથી સાધકોએ સમૂહમાં સાધ્યું તે તીર્થાધિરાજની જાત્રા કરતાં કરતાં... ખડું થઈ ગયું સાંસારિક અવસ્થાનું સત્ય ચિત્ર; કારણ કે કૉલેજ પછીની અવસ્થામાં હજુ પ્રવેશ પામ્યો હતો ત્યારે શત્રુંજય ગિરિવરનો એક ફોટો હાથમાં આવી ગયો. ચિત્રકળા ને રંગોળી કાઢ વાનો જબ્બર શોખ. ફાગણ સુદ બારસની એબપોર હતી કે જ્યારે તેરસને ઊજવવાની તૈયારી બેંગ્લોરમાં આવેલ એક પાઠશાળાના ઉપક્રમે ઊજવી ભાવયાત્રા કરવાની હતી. બસ અચાનક જ ગિરિરાજનાં કોઈ દર્શન કર્યાં જ ન હતાં. છતાંય અનેરા અગમ્ય આકર્ષણથી ખેંચાઈ મેં સિદ્ધગિરિનું ચિત્ર આલેખવાનું પ્રારંભ કર્યું. તે ચિત્ર લગભગ ૧૨' × ૨૦' જેવા પૂંઠા ઉપર ૪–૫ કલાકમાં તૈયાર થઈ ગયું, ત્યાં સાંજ પડી ને તે પછી ધાર્મિક નિત્યક્રમમાં ૨ કલાક જેટલા વિતાવી, રાત્રિના પ્રારંભમાં જ તે ચિત્રમાં કલ્પનાચિત્રના પ્રાણ પૂરવા ચિત્તને એકાગ્ર કરી રંગબેરંગી રંગો ભરવા લાગ્યો. રાત્રે લાગટ ૪ વાગ્યા સુધી જાગી ચિત્રકામની પૂર્ણાહુતિ કરી હતી, ને ફાગણ સુદ તેરસના વહેલી સવારે તે કૃતિને પાઠશાળાએ પહોંચતું કરી જાણે અકુશળ હસ્તકળા છતાંય ગૌરવ અનુભવ્યો હતો. આ બધુંય ઘણાં વરસો પછી સ્મૃતિમાં સ્ફુરી આવ્યું. સિદ્ધગિરિનો સચોટ પ્રભાવ કહું કે પ્રતાપ કે સંયમાવસ્થામાં પ્રથમ વાર જ આ ગિરિસમ્રાટની સ્પર્શના વખતે પરમ પુણ્ય પુરુષ આદીશ્વર પ્રભુની પ્રથમ પગયાત્રાનું મનથી સ્મરણ કરી હું પણ જ્યારે ફાગણ સુદ ૮ના દિને આદીશ્વરજીને ભેટી આવી ઊતરી રહ્યો હતો, ત્યારે ઘણા ભૂતકાળમાં ખોવાઈ ગયો. યાદ આવી ગઈ મારી માસૂમ બાળ અવસ્થા કે જ્યારે મને મારા તરણતારણ ગુરુદેવનો પણ પરિચય પ્રાપ્ત થયો ન હતો ને ધર્મ સાથે ઝાઝું સગપણ સધાણું ન હતું. પણ ત્યારે જ જાણે કેમ અમારા સાંસારિક નિવાસસ્થાન ઝરિયા શહેરના એક શ્રાવકની ઑફિસમાં ગોઠવાયેલ શ્રી સિદ્ધગિરિ તથા શ્રી સમ્મેતશિખરજી તીર્થના ફોટા જોઈ રાજી—રાજી થઈ જતો હતો તે સ્મૃતિની સુષુપ્ત અવસ્થા ન જાણે કે આજે જ અચાનક જાગૃત થઈ ઊઠી, ન જાણે પૂર્વભવમાં તે ગિરિવર સાથે શું લેણાદેણી બંધાણી હશે કે અબૂઝ બાળદશામાં પણ ગિરરાજ ઘણો જ ગમી ગયો. જીવનની આ ધન્ય પળો કદાચ કયારેય નહિ ભુલાય. પણ આવી અપૂર્વ અનુભૂતિમાં શ્રી તીર્થરાજના શુભ્ર અણુઓ જ અદમ્ય અસર કરી ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy