SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ 250 તપાગચ્છાધિષ્ઠાયક * નવમા ઉદ્ધારની ભાવના આઠમા ચંદ્રપ્રભુના શાસનકાળમાં ચંદ્રયશા રાજવીને થઈ જે પૂર્ણ કરી. * તે પછી સોળમા શ્રી શાંતિનાથજીની પાસે તેમના પુત્ર ચકાયુધ રાજવીએ આ ક્ષેત્રનું વર્ણન જાણી, ઇન્દ્રની પ્રેરણાથી દસમો ઉદ્ધાર કરાવ્યો. પ્રભુએ અહીં ચાતુર્માસ પણ કર્યું હતું. * ૧૧મો જીર્ણોદ્ધાર વીસમા મુનિસુવ્રતસ્વામીના શાસનકાળ વખતે ભરતમુનિ સહ એક હજાર મુનિઓના નિર્વાણ સમાચાર સાંભળી શત્રુંજયે આવેલ શ્રીરામે કરાવ્યો, સંયમ લઈ અહીં જ વળી બન્યા. * પાંચ પાંડવો જ્યારે મહાભારત યુદ્ધના વિજયી બની કંતા માતાના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે ગોત્રધ્વંશના પાપનું પ્રાયશ્ચિત્ત લેવા સિદ્ધગિરિની જાત્રા કરવાનું સૂચન માતાના મુખે સાંભળી થયેલ પાપથી ધ્રૂજી ગયાઃ શત્રુંજય આવ્યા, જિનાલયો જોયાં ને જીર્ણોદ્ધાર કરાવ્યો. જડ પથ્થરની કુદરતી આ રચના છતાંય કેટલી જીવંત સ્પંદનોયુક્ત છે કે જેની જીર્ણતા થતાં જ કોઈને કોઈદેવતાઈ શક્તિ સ્વયં ફુરણાથી મળી આ તીર્થની સેવા કાજે દોડી આવી છે. આ પ્રમાણે ચાલુ પાંચમા પડતા કાળવાળા આરામાં પણ ચાર ઉદ્ધાર થઈ ગયા છે. * ચક્રેશ્વરી દેવી જાવડશાને પ્રગટ થયાં, જેમની પાસે માર્ગદર્શન મેળવી જૂના કપર્દી યક્ષે વેરેલ હાડચામથી તીર્થની અપવિત્રતા દૂર કરવા કમર કસી. જ્ઞાનવંત ગુરુ મળ્યા વજસ્વામી. તેઓશ્રીની નિશ્રામાં મદિરાના મોહમાં મરેલ વણકર જે નવો કપર્દી યક્ષ બન્યો હતો તેની સહાય વડે એકવીસ વાર કવડ દેવેં ઉતારી દીધેલ આદીશ્વરની પ્રતિમાને ફરી ઉપર ચડાવી ને જીર્ણોદ્ધાર કર્યો. * ચૌદમો ઉદ્ધાર કુમારપાળ રાજાના મંત્રી ઉદયનની મરણવેળાની ભાવના પૂર્ણ કરવા મંત્રીપુત્ર બાહડે શ્રીસંઘની સહાય લઈ તેરમા સૈકાના પ્રારંભમાં કરાવ્યો. ગુરુ હતા પૂ. હેમચંદ્રાચાર્યજી. * ફક્ત અઠ્ઠમ તપ કરી દેવીને સાધી સમરાશાએ પંદરમો ઉદ્ધાર ચૌદમા સૈકામાં શ્રી સિદ્ધસેનસૂરિજીના નેતૃત્વ નીચે કરાવ્યો ને મુસ્લિમ સરદારોએ ખંડિત કરેલ જિનબિંબ -જિનાલયોને નવાં કરાવ્યાં. * આજના દેખાતા પ્રતિમાજીને પધરાવી પ્રતિષ્ઠા કરાવનાર શ્રેષ્ઠી થયા કર્માશા, જેમના વડે થનાર ઉદ્ધારની આગાહી તેમના પિતા તોલાશાને ધર્મરત્નસૂરિજીએ વિશિષ્ટ જ્ઞાનબળે કરી હતી. તે સૂરિજીની પાટે આવેલ આચાર્યશ્રી વિદ્યામંડનસૂરિજી તથા ઉપાધ્યાય વિનયમંડનગણિએ પ્રતિષ્ઠાનો વાસક્ષેપ કર્યો. * વિ. સં. ૧૫૮૭ના વૈશાખ વદ ના થયેલ પ્રતિષ્ઠા પછી તેજપાલ સોનીએ પણ કેટલાંક જીર્ણ જિનાલયોનો ઉદ્ધાર કરાવ્યો. હવે છેલ્લો ઉદ્ધાર વિમલવાહન રાજા પૂ. આચાર્યશ્રી દુષ્પહસૂરિજીની પ્રવચનવાણીથી પ્રેરિત થઈ કરાવશે તેવું શાસ્ત્રવચન છે. નાગાર્જુન નામના ક્ષત્રિય યુવાને શ્રી પાદલિપ્તસૂરિજીનું શિષ્યત્વ સ્વીકારી તેમના દ્વારા પ્રાપ્ત થયેલગગનગામિની વિદ્યાના ઉપકારને યાદ કરી પાદલિપ્તપુરી વસાવી. આ તીર્થનો ઇતિહાસ, ચંદરાજા જેવા ચમત્કારો, ઘટેલ અનેક સત્યકથાઓથી ખીચોખીચ ભરેલો છે. ગાગરમાં સાગર સમાય તે શી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy