SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 249 બાર ને પાંચમા આરામાં બાકીના જે ચાર ઉદ્ધાર થયા તેનાં કારણોનાં રહસ્યો પણ જાણીએ તો ખ્યાલ આવ્યા વગર ન રહે કે દેવો અને દેવાધિદેવોએ પણ આ તીર્થશ્રીને વાણી-કહાણી વડે નવાજવામાં કશુંય બાકી નથી રાખ્યું, જેમ કે * અહીંની અવસર્પિણીના પ્રથમ સંઘપતિ મહારાજા જ્યારે નાભ નામના ગણધરની સાથે જાત્રાએ પ્રથમ વાર પધાર્યા ત્યારે શુભ ભાવ ઇન્દ્રરાજને જાગ્યો, જેમની વિનંતીથી "રૈલોક્ય વિભ્રમ" નામે સુવર્ણમય ભવ્ય પ્રાસાદ બન્યો અને શ્રી નાભ ગણધરશ્રીએ પ્રાસાદોની પ્રતિષ્ઠા કરી આપી. ભાવવિભોર ભરતરાજા જ્યારે ઈન્દ્રને પ્રસંગ પછી ભેટી પડ્યા ત્યારે વિદાય વખતે તે દેવેન્દ્રએ જ ભરતરાજાના સ્થાપેલ સ્થાપત્યની સુરક્ષા માટે ગોમુખયક્ષ અને ચક્રેશ્વરી દેવી સ્થાપિત કર્યા. * દ્વિતીય ઉદ્ધાર કરવાનો ભાવ પણ સૌધર્મઇન્દ્રને આવ્યો. માધ્યમ બનાવ્યા દંડવીર્ય રાજાને. દૈવી શક્તિથી ત્રણ વાર રસોડાની બધીય રસોઈ સફાચટ કરી, ફરી હજારો મણ ખાઈ નાખી તે પછી ઋષભદેવના ભક્ત રાજાની વિનંતીથી પ્રત્યક્ષ દર્શન આપી ખુશ કર્યાને શત્રુંજયનો ઉદ્ધાર કરાવવા પ્રેરણા કરી. જીર્ણ મંદિરોના જીર્ણોદ્ધારમાં મિથ્યાષ્ટિ દેવો નડ્યા. તેને હંફાવી દેવેન્દ્ર કાર્ય સધાવ્યું. *બીજા દેવલોકના ઈશાનેન્દ્ર મહાવિદેહમાં પરમાત્માના શ્રીમુખે મહિમા સાંભળી, સ્વયં ફુરણાથી રાયણ વૃક્ષને પ્રદક્ષિણા દઈ, વંદન કર્યા પછી ત્રીજો ઉદ્ધાર કર્યો. * તે પછી શત્રુંજય સુહસ્તિ નામની કપટદેવીથી છિન્નભિન્ન થયું. તીર્થપ્રેમી દેવો પણ ડરી ગયા. ચોથા દેવલોકના દેવેન્દ્ર પાસે બયાન કજૂ કરતાં ઇન્દ્ર આવ્યા. તેમને મૂંઝવવા દેવીએ એક હજાર શત્રુંજય વિકવ્ય. ઇન્દ્ર મહાકોપ જ્વાળા મૂકી. તેથી બળતી બળતી તે દેવીએ જ્યારે આદિનાથનું શરણું લીધું ત્યારે વચન લઈ મુક્ત કરીને પોતે ક્ષત-વિક્ષપ્ત થયેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. પાંચમા દેવલોકના ઈન્દ્રને પાંચમો ઉદ્ધાર કરવાની પ્રેરણા તેમના સેવક દેવોથી થઈને ઉદ્ધાર થઈ ગયો. * ભવનપતિના ચમરેન્દ્રને સપરિવાર નંદીશ્વર દ્વીપની જાત્રાએ જતાં બે વિદ્યાધર મુનિ મળ્યા, જેમણે શત્રુંજયનો મહિમા ગાયો, તે સમયે ઇન્દ્ર યાત્રા કરી, સર્વે જિનાલયોનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો. * સાતમો ઉદ્ધાર કરાવવાનો ફાળો ચક્રવર્તી સગરને ગયો. તેમણે પોતાના સાઠ હજાર પુત્રોનું સામૂહિક મૃત્યુદુઃખ દૂર કરવા અજિતનાથ પ્રભુની દેશના સાંભળી, તે પછી શત્રુંજય માહાભ્ય તેમના મુખે સુણી ઉલ્લાસ વધતાં લવણસમુદ્રનો અંશ શત્રુંજય સુધી લાવ્યા ને જૂનાં થયેલ જિનાલયો જુહારી ઉદ્ધાર કર્યો. * આઠમો ઉદ્ધાર ચોથા અભિનંદનસ્વામીની વાણી સુણી વ્યત્તર નિકાયના ઇન્દ્રોએ મળી કરાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy