SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 246 તપાગચ્છાધિષ્ઠાયક જ્ઞાનબળે માણેકશાહની ઉત્તમતાનો તાગ મેળવી લીધો અને મનોમન તેમને યોગ્ય પ્રાયશ્ચિત પ્રદાન કર્યું. પ્રવચનની પ્રવાહધારા ચાલી. તે વખતે જ શેઠે મૂર્તિપૂજાના પક્ષ-પ્રતિપક્ષ વિષે વિવિધ પ્રશ્નો કર્યા. દરેક જિજ્ઞાસાઓનું સુખદ સમાધાન સમર્પ પૂજ્યશ્રીએ માણેકશાહની મનોગ્રંથિ ભેદી નાખી અને પ્રતિમાપૂજનની પ્રાચીનતા સિદ્ધ થતાં જ શેઠે પણ કદાગ્રહ છોડી પૂર્વવત્ પ્રભુપૂજાને પ્રેમે સ્વીકારી. માતાએ પણ મોહપૂર્વક પુત્ર તથા પુત્રવધૂ સાથે ઘીની વાનગીઓ બનાવી વાપરી. મહાસુદ પાંચમ (વસંત પંચમી)ના શુભ દિવસે પૂ. આચાર્ય ભગવંતના શ્રીમુખે માણેકશાહે બાર વ્રત અંગીકાર કર્યો ને મિથ્યાત્વનું મારણ કરી શ્રદ્ધાથી સ્થિર થઈ ગયા. ઉજ્જૈનમાં જૈન ધર્મની સુંદર પ્રભાવના કરી સૂરિજીએ પ્રયાણ કર્યું. કાળક્રમે પૂ. આચાર્ય ભગવંત સસમુદાય વિહાર કરી આગ્રા શહેર પધાર્યા જ્યાં ધનવાન અને ધર્મવાન માણેકશાહ પણ વ્યવસાયાર્થે આવ્યા હતા. પોતાના ઉપકારી ગુરુમહારાજનું આગામી ચાતુર્માસ અહીં આગ્રામાં જ છે તેવી જાણ થતાં જ ત્વરિત પગલે ઉપાશ્રયે આવ્યા ને વિધિવત્ વંદનાદિ ક્રિયા સમાપ્ત કરી ગુરુદેવના ચરણમાં મસ્તકને અને મનને શરણ કરી દેવા સંકલ્પ કર્યો. ધનનો ધંધો મુનીમો–માણસોને ભળાવી ધર્મનો વેપાર કરી આત્મકમાણી કરી લેવા ગુરુદેવની નિશ્રામાં જ આગ્રા રહેવાની ભાવના અભિવ્યક્ત કરી તેઓ નિઃસંગી બની ગયા. આચાર્યશ્રીએ તેમની શુભેચ્છાને સપ્રેમ વધાવી. જ્ઞાનબળે શ્રેષ્ઠીને અલ્પભવી જાણી જે પ્રતિમાની પૂજાથી તેઓ વિમુખ બનેલા અને તે પછી મન-વચન અને કાયાની સુદેવ-સુગુરુ ને સુધર્મની જે આશાતનાઓ કરેલી તેના સંસ્કારોનો સફાયો કરી દેવાયુક્તિપૂર્વક ચાતુર્માસમાં શત્રુંજય માહાભ્ય ગ્રંથનું વાંચન પ્રારંવ્યું. મૂર્તિપૂજાના વિરોધીઓ માટે આ પ્રવચન પ્રખર પુરવાર થાય તેવું હતું – કારણ કે શત્રુંજય ગૌરવગાથા એટલે મંગલ મૂર્તિઓના મહામાંગલિક મેળાની ઐતિહાસિક કહાણી. સીમા વિનાનાં પ્રતિમાઓની સંખ્યા, તેના સંસ્થાપક, શત્રુંજયની શાશ્વતતા, વારંવાર થયેલા જીર્ણોદ્ધાર વગેરેની વાતો-વાર્તાઓ તે વર્ણનમાં આવી રહી હતી. એક તો સુંદર અને મધુર તીર્થની ગાથા-કથા, તેમાંય સુંદર અને મધુર ગુરુવાણી, જેમાં ભળી ગયા શેઠના સુંદર અને મધુર ભાવ-સ્વભાવ. આમ અનેરો અને અપૂર્વ ત્રિવેણીયોગ મળતાં માણેકશાહનો મનમયૂર ગિરિરાજના દર્શનવંદન-પૂજન અને અભ્યર્ચન માટે સૌમાં સૌથી વધુ ઉલ્લાસ પામવા લાગ્યો. જાણે પ્રતિમાપૂજા વગરના ગયેલા દિવસોનું ખરું પ્રાયશ્ચિત્ત પ્રતિમાનગરી પાલિતાણાના પવિત્ર દર્શનથી જ થઈ શકે, એક નહિ પણ અનેક જિનબિંબોને જુહારી જીવાત્મા કરી શકે અને માનવજીવનનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય બજાવી મોક્ષનો માર્ગ મળી શકે તે માટેના તરણોપાય તરીકે કેમ વહેલામાં વહેલું સિદ્ધગિરિનું દર્શન સિદ્ધ થાય તેવી ભાવનાની ભવ્યતામાં ભવિતવ્યતાના યોગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy